• Gujarati News
  • National
  • Allegation Of Fellow Prisoners Sidhu Tu tari Kare Che; Navjot Said Bought Goods From My Card Without Informing Me

જેલમાં ગુરુનો ઝઘડો:સાથી કેદીઓનો આરોપ- સિદ્ધૂ તું-તારી કરે છે; નવજોતે કહ્યું- મારા કાર્ડ પરથી મને જાણ કર્યા વગર સામાન ખરીદ્યો

ચંડીગઢ2 મહિનો પહેલાલેખક: મનીષ શર્મા
  • કૉપી લિંક

રોડ રેજ કેસમાં પટિયાલા જેલમાં એક વર્ષની સજા કાપી રહેલા પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધૂ પોતાના વર્તનને લઈને ફરી ચર્ચામાં છે. તેમની સાથે બેરેકમાં બંધ કેદીઓએ કહ્યું કે સિદ્ધૂ તું-તારી કરે છે. આ અંગેની ફરિયાદ તેમને જેલ પ્રશાસનને કરી દીધી છે.

તો સિદ્ધૂનું કહેવું છે કે આ કેદીઓ તેમના કાર્ડ પરથી કોઈ પણ જાતની જાણ કર્યા વગર ખરીદી કરે છે. જો કે સ્થિતિને જોતા જેલ પ્રશાસને સિદ્ધૂની સાથે બંધ કેદીઓના બેરેક બદલી નાખ્યા છે.

સિદ્ધૂની સાથે 5 કેદી બંધ
સિદ્ધૂની સાથે 5 કેદી બંધ છે. સિદ્ધૂની બેરેકમાંથી જેલ ઓફિસનું કામ કરે છે. સિદ્ધૂની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમને બહાર નીકળવાની મંજૂરી નથી. સિદ્ધૂને જો કોઈ સામાન મંગાવવો હોય તો તેઓ તેની સાથે બંધ અન્ય કેદીઓ પાસેથી મંગાવી લે છે.

નવજોતસિંહ સિદ્ધૂ 34 વર્ષ જૂનાં રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે કેદની સજા સંભળાવી હતી. જે બાદ તેમને સરેન્ડર કર્યું હતું.
નવજોતસિંહ સિદ્ધૂ 34 વર્ષ જૂનાં રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે કેદની સજા સંભળાવી હતી. જે બાદ તેમને સરેન્ડર કર્યું હતું.

આ રીતે ભડક્યો વિવાદ
જેલ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિદ્ધૂનું કહેવું છે કે આ કેદીઓએ તેમના કાર્ડ પરથી જાણ કર્યા વગર સામાન ખરીદ્યો. તેમની કાર્ડની લિમિટ ઓછી છે, તેથી તેમને આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. તો કેદીઓનું કહેવું છે કે સિદ્ધૂએ તેમની સાથે તું-તારી કરીને વાત કરી. જે અંગે તેમને જેલના અધિકારીઓને ફરિયાદ પણ કરી હતી.

સિદ્ધૂ પંજાબના પટિયાલા સ્થિત આ જેલમાં બંધ છે. તેમની સુરક્ષાને કારણે તેમને ફેક્ટ્રી કે બેકરીને બદલે બેરેકની અંદરથી કામ આપવામાં આવે છે.
સિદ્ધૂ પંજાબના પટિયાલા સ્થિત આ જેલમાં બંધ છે. તેમની સુરક્ષાને કારણે તેમને ફેક્ટ્રી કે બેકરીને બદલે બેરેકની અંદરથી કામ આપવામાં આવે છે.

જેલ પ્રશાસને 3 કેદીઓના બેરેક બદલ્યા
આ વિવાદ પછી જેલ પ્રશાસને તાત્કાલિક સિદ્ધૂની સાથે બંધ 3 કેદીઓના બેરેક બદલી નાખ્યા છે. હવે તેમની સાથે 2 જ કેદી રહે છે. પટિયાલા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ મનજીત સિંહે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે કેટલાંક કેદીઓના બેરેક બદલવામાં આવ્યા છે. જો કે તેનાથી વધુ તેઓ કંઈ નહીં કહી શકે. જેલ નિયમો મુજબ સિદ્ધૂની સાથે કેટલાંક કેદીઓને રાખવામાં આવ્યા છે.

સિદ્ધૂ પોતાના ભાષણમાં દરેક નાના-મોટાને તું-તારી જ કરે છે. જેને લઈને પણ અનેક વખત સવાલો ઉઠ્યા છે પરંતુ તેઓ પોતાના આ અંદાજ પર કાયમ છે.
સિદ્ધૂ પોતાના ભાષણમાં દરેક નાના-મોટાને તું-તારી જ કરે છે. જેને લઈને પણ અનેક વખત સવાલો ઉઠ્યા છે પરંતુ તેઓ પોતાના આ અંદાજ પર કાયમ છે.

વિવાદોમાં સિદ્ધૂ
બોલવાને કારણે સિદ્ધૂ અનેક વખત વિવાદમાં આવી ગયા છે. તેઓ દરેક નાના-મોટાને તું-તારી કરીને જ વાત કરે છે. જેને લઈને ઘણી વખત વાંધો પણ ઉઠાવવામાં આવ્યો પરંતુ સિદ્ધૂ પોતાની સ્ટાઈલ બદલતા નથી.

  • ચૂંટણી રેલી દરમિયાન તેમને પોલીસ કર્મચારીઓ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જે બાદ પંજાબ પોલીસના કેટલાંક કર્મચારીઓ ભડકી ગયા હતા. ચંડીગઢ પોલીસના અધિકારીઓએ તો માનહાનિની નોટિસ પણ મોકલી હતી.
  • લખીમપુર ખીરી કાંડ દરમિયાન તે મોહાલીથી કાફલો લઈને જઈ રહ્યાં હતા. આ દરમિયાન તાત્કાલિન CM ચરણજીત ચન્ની થોડાં લેટ થયા તો સિદ્ધૂ ભડકી ગયા અને અપશબ્દ કહી દીધા.
  • ચંડીગઢમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ સિદ્ધૂના મોઢેથી અપશબ્દ નીકળ્યા હતા.
  • ચૂંટણી દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં સિદ્ધૂએ કેજરીવાલ અંગે કહ્યું હતું કે તું મારી પાસે આવ, હું તારું મફલર ઉતારું. તેમની આ વાતને લઈને આમ આદમી પાર્ટીએ ભારે વિરોધ કર્યો હતો કે ચૂંટાયેલા CM અંગે તેઓ અભદ્ર ભાષા બોલે છે.
અન્ય સમાચારો પણ છે...