તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Allahabad High Court Says Giving Notice 30 Days Before Marriage Is A Violation Of Privacy, Make It Optional

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતર ધાર્મિક લગ્ન પર મોટો ચુકાદો:અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું- લગ્નના 30 દિવસ પહેલા નોટિસ આપવી તે પ્રાઈવેસીનું હનન, તેને ઓપ્શનલ બનાવો

પ્રયાગરાજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
અલ્હાબાદ હાઈકોર્ટે એક દંપત્તિની અરજી પર ચુકાદો આપ્યો - Divya Bhaskar
અલ્હાબાદ હાઈકોર્ટે એક દંપત્તિની અરજી પર ચુકાદો આપ્યો

અલગ અલગ ધર્મોના યુવક-યુવતી વચ્ચે લગ્નના મામલે બુધવારે અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે ઉત્તર પ્રદેશના સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્નના 30 દિવસ પહેલા નોટિસ આપવાનો નિયમ અનિવાર્ય નથી. તેને ઓપ્શનલ બનાવવો જોઈએ. આ રીતે નોટિસ પ્રાઈવેસીનું હનન છે. આ વાત કપલની ઈચ્છા પર નિર્ભર હોવો જોઈએ કે તેઓ નોટિસ આપવા માગે છે કે નહીં.

હાઈકોર્ટનો આ ચુકાદો તે પિટીશન પર આવ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે બીજા ધર્મના યુવક સાથે લગ્નની ઈચ્છા રાખતી એક સગીર યુવતીને બાનમાં રાખવામાં આવી છે. આ યુગલે કોર્ટને કહ્યું હતું કે લગ્નના 30 દિવસ પહેલા નોટિસ આપવાને લઈને તેની પ્રાઈવેસીનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

આ નોટિસ મરજીથી જીવનસાથી પસંદગીની ઈચ્છાની વચ્ચે આવે છે- કોર્ટ
હાઈકોર્ટે કહ્યું કે આ પ્રકારની વસ્તુને સાર્વજનિક કરવી પ્રાઈવેસી અને આઝાદી જેવા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. આ સાથે જ તે પોતાની મરજીથી જીવનસાથી પસંદ કરવાની આઝાદીની પણ આડે આવે છે.

શું છે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954?
આ કાયદા અંતર્ગત બે અલગ અલગ ધર્મના લોકો પોતાના ધર્મને બદલ્યા વગર રજિસ્ટર્ડ મેરેજ કરી શકે છે. તેના માટે એક ફોર્મ ભરવાનું હોય છે અને મેરેજ રજિસ્ટ્રારની પાસે જમા કરાવવાનું હોય છે. લગ્નના 30 દિવસ પહેલા રજિસ્ટ્રારની પાસે નોટિસ આપીને કપલે જણાવવાનું હોય છે કે તે લગ્ન કરવા માગે છે. આ નોટિસ છાપવામાં આવે છે. જે છપાયા બાદ જો રજિસ્ટ્રારની પાસે કોઈ પ્રકારની આપત્તિ નથી આવતી જો યુગલ લગ્ન માટે આવેદન કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser