તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અલ્હાબાદ હાઈકોર્ટે પારિવારિક વિવાદમાં પત્નીની દગાબાજીને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ વિવેક અગ્રવાલે એક આદેશમાં કહ્યું કે બાળકના પિતા કોન છે, તે પ્રમાણિત કરવા માટે DNA ટેસ્ટ સૌથી વધુ યોગ્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ ઉપરાંત DNA ટેસ્ટથી પત્નીની દગાબાજી પણ સાબિત કરી શકાય છે.
કોર્ટે આ આદેશ રામ આસરેની અરજીની સુનાવણીમાં આપ્યો છે. અરજીની સાથે કોર્ટ સમક્ષ મુદ્દા આવ્યો કે શું કોર્ટ, હિંદુ વિવાહ અધિનિયમ-1955ની કલમ 13 અંતર્ગત પતિ તરફથી દાખલ તલાકની અરજીમાં વ્યાભિચારના આધારે પત્નીને એવા નિર્દેશ આપી શકે છે કે તે કાં તો DNA ટેસ્ટ કરાવે કે તેનો ઈનકાર કરી દે? જો તે DNA ટેસ્ટની પસંદગી કરે છે, તો શું DNA ટેસ્ટનું પરિણામ આરોપની સત્યતાનું નિર્ધારણ કરે છે?
આ છે સમગ્ર મામલો
ઉત્તર પ્રદેશના હમીરપુરના રહેવાસી દંપત્તીનો ફેમિલી કોર્ટમાંથી તલાક થઈ ગયો છે. પતિના જણાવ્યા મુજબ જાન્યુઆરી 2013થી તે પોતાની પત્નીની સાથે નથી રહેતો. જૂન 2014નાં રોજ બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. પત્ની પોતાના પિયરમાં રહેતી હતી. જાન્યુઆરી 2016માં તેને એક બાળકને જન્મ આપ્યો. પત્નીનું કહેવું છે કે બાળક પૂર્વ પતિનું છે. પૂર્વ પતિ રામ આસરેએ ફેમિલી કોર્ટમાં DNA ટેસ્ટની માગ કરતી અરજી દાખલ કરી, પરંતુ કોર્ટે ફગાવી દીધી. જે બાદ તેઓએ આ અરજીને હાઈકોર્ટમાં પડકારી હતી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.