• Gujarati News
  • National
  • Allahabad High Court Hearing Updates On Taj Mahal Case Shri Krishna Janmabhoomi, Gyanvap

તાજમહેલ કેસમાં અરજી ફગાવી:હાઇકોર્ટે અરજી કરનારને કહ્યું- PILનો દુરુપયોગ ના કરો, PhD કરો પછી કોર્ટમાં આવજો

12 દિવસ પહેલા
  • જ્ઞાનવાપી મુદ્દે મુસ્લિમ પક્ષની માગ નકારાઈ, અજય મિશ્રાને ના હટાવ્યા, વધુ 2 સહાયક કમિશનર નિમણૂક કર્યા

તાજમહેલના ભોયરામાં બનેલા 20 દરવાજા ખોલવા વિશેની અરજી અલાહાબાદ કોર્ટની લખનઉ બેન્ચે ફગાવી દીધી છે. સૌથી પહેલાં ગુરુવારે 12વાગે સુનાવણી થઈ હતી. તાજમહેલ વિવાદ વિશે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે અરજી કરનારની ઝાટકણી કાઢી હતી.

જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજી કરનાર PIL વ્યવસ્થાનો દૂરઉપયોગ ના કરે, પહેલાં યુનિવર્સિટી જાય, પીએચડી કરે અને પછી કોર્ટ આવે. કોર્ટે કહ્યું છે કે, જો કોઈ રિસર્ચમાં તેમને રોકે તો તેઓ મારી પાસે આવે. કાલે તમે આવીને કહેશો કે તમારે જજની ચેમ્બર જોવી છે, તો શું અમે તમને ચેમ્બર બતાવીશું? ઈતિહાસ તમારા પ્રમાણે ના બદલી શકાય.

વારાણસીમાં આવેલા જ્ઞાનવાપી મસ્જિદના સરવે માટે કમિશનર બદલવામાં નહીં આવે. ગુરુવારે વારાણસી લોઅર કોર્ટે આ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ મામલે 17 મેના રોજ સર્વે રિપોર્ટ માગ્યો છે, એટલે કે આ પહેલાં સરવે પૂરો કરવો પડશે. મુસ્લિમ પક્ષે આ મુદ્દે કમિશનર બદલવાની માગણી કરી હતી. 3 દિવસની સુનાવણી પછી કોર્ટે બુધવારે આ વિશે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને વારાણસી કોર્ટ ખાલી કરાવાઈ
ચુકાદા પહેલાં પોલીસે વારાણસી કોર્ટ ખાલી કરાવી હતી. કોર્ટમાં આ મુદ્દા સાથે જોડાયેલા લોકોને જ રહેવા કહેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવી-દેવતાઓની રોજની પૂજા-અર્ચના વિશે વિવાદ શરૂ થયો હતો. 18 ઓગસ્ટ 2021ના રોજ 5 મહિલાઓએ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં મા શ્રૃંગાર ગૌરી, ગણેશજી, હનુમાનજી સહિત પરિસરમાં આવેલા અન્ય દેવી-દેવતાઓની પૂજા કરવાની માગણી કરતી અરજી લઈને કોર્ટ પહોંચ્યા હતા. અત્યારે અહીં વર્ષમાં એક જ વાર પૂજા થાય છે.

તાજમહેલના દરવાજા ખોલવાની માગ પર અલાહાબાદની લખનઉ બેન્ચમાં સુનાવણી કરવામાં આવી છે. આ દરમિયાન કોર્ટે અરજી કરનારની ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું છે કે શું અમને જજને આ પ્રકારના કેસ સાંભળવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. વધુ સુનાવણી બપોરે 2 વાગે કરવામાં આવશે.

બીજી બાજુ, જ્ઞાનવાપી પરિસરમાં થોડીવારમાં વારાણસી લોઅર કોર્ટનો નિર્ણય આવી જશે. જ્યારે મથુરા વિવાદની પણ સુનાવણી ચાલી રહી છે. અરજી કરનારે આ કેસ સાથે જોડાયેલા પેન્ડિંગ કેસનું ટૂંક સમયમાં નિવારણ લાવવાની માગણી કરી છે.

કોર્ટનું કડક નિવેદન
ભાજપનેતા ડૉ. રજનીશ સિંહની અરજી વિશે કોર્ટે કહ્યું હતું કે કાલે તમે એવું કહેશો કે જજ રૂમમાં જવા માગીએ છીએ, તો શું અમે કોર્ટ રૂમ ખોલી દઈશું? કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી કોઈના અધિકારનું હનન નથી થતું ત્યાં સુધી ફેક્ટ ફાઈન્ડિંગ ટીમ કેમ બનાવવી જોઈએ? કોર્ટે અરજી કરનારને કહ્યું છે કે પહેલા જઈને તાજમહેલ પર પૂરતું રિસર્ચ કરો અને પછી આવો. કોર્ટે કહ્યું હતું કે તેમને રિસર્ચ કરતા કોઈ રોકે તો મને જણાવજો.

તાજમહેલની અંદર 22 દરવાજા છે. એમાંથી 20 ખોલવાની માગણી કરવામાં આવી છે.
તાજમહેલની અંદર 22 દરવાજા છે. એમાંથી 20 ખોલવાની માગણી કરવામાં આવી છે.

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ વિવાદ
અલાહાબાદ હાઈકોર્ટમાં આજે 12 વાગ્યાથી શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ મામલે સુનાવણી થઈ રહી છે. હિન્દુ પક્ષકાર તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માગણી કરાઈ છે કે આ કેસની સુનાવણી રોજ થવી જોઈએ. મથુરા કોર્ટમાં આ કેસ સાથે જોડાયેલા પેન્ડિંગ કેસનું ઝડપથી નિવારણ લાવવું જોઈએ. એ સાથે જ HCની નજર હેઠળ આ કેસ ચલાવવાની પણ માગણી કરવામાં આવી છે.

મહેન્દ્ર પ્રતાપ સિંહે શાહી મસ્જિદ હટાવીને 13.37 એકર જમીન ઠાકુર કેશવદેવને સોંપવાની માગણી કરી છે.
મહેન્દ્ર પ્રતાપ સિંહે શાહી મસ્જિદ હટાવીને 13.37 એકર જમીન ઠાકુર કેશવદેવને સોંપવાની માગણી કરી છે.

મંદિરને ધ્વસ્ત કરીને થયું મસ્જિદનું નિર્માણ
શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના અધ્યક્ષ એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહનું કહેવું છે કે મુગલ શાસક ઔરંગઝેબે તેમના કાર્યકાળમાં એ સ્થાન પર બનેવું વિશાળ મંદિર ધ્વસ્ત કરીને એ જ કાટમાળમાંથી શાહી ઈદગાહનું નિર્માણ કરાવ્યું હતું. એના પુરાવા આજે પણ ત્યાં હાજર છે અને તે પુરાવાનો નાશ કરીને ઈતિહાસ સાથે રમત રમવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...