તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોરખપુરના ચૌરીચૌરા જનવિદ્રોહને આજે 100 વર્ષ પૂરા થઇ રહ્યા છે. આ પ્રસંગને શતાબ્દી મહોત્સવ તરીકે મનાવાઇ રહ્યો છે, જેનો શુભારંભ વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. તેઓ ચૌરીચૌરા શતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલ ટિકિટ પણ જારી કરશે. ચૌરીચૌરા વિદ્રોહ અત્યાર સુધી ‘કાંડ’ તરીકે યાદ કરાતો હતો પણ શહીદોના માનમાં વડાપ્રધાન તેની નવી વ્યાખ્યા કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી પણ ચૌરીચૌરા પહોંંચશે. શહીદ સ્મારકથી માંડીને આસપાસના શહીદોના ગામ પણ સજાવાઇ રહ્યા છે.
ઉત્તર પ્રદેશ સરકારે ચૌરીચૌરાના શહીદોના માનમાં આખું વર્ષ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. શતાબ્દી વર્ષનો પ્રારંભ ગુરુવારે સવારે 8.30થી 10 વાગ્યા સુધી પ્રભાત ફેરી કાઢીને કરાશે. ગોરખપુર જિલ્લા તંત્રએ મહોત્સવમાં નિર્ધારિત સમયમાં અંદાજે 30 હજાર લોકો દ્વારા ‘વંદે માતરમ’ બોલવાનો રેકોર્ડ સર્જવાની પણ તૈયારી કરી છે. રેલવેએ પણ મહોત્સવમાં જોડાતાં ગોરખપુરથી અનવરગંજ જતી ચૌરીચૌરા એક્સપ્રેસમાં અત્યાધુનિક એલએચબી રેક લગાવવાની જાહેરાત કરી છે.
ક્રાંતિકારીઓનાં ગામ ડુમરી ખુર્દમાં લોકોએ શહીદોનાં પોસ્ટર લગાવ્યાં
ડુમરી ખુર્દ ગામના ક્રાંતિકારીઓના કારણે ચૌરીચૌરા કાંડનો પાયો નંખાયો હતો. હાલ ગામમાં પંચાયતની ચૂંટણીનો ધમધમાટ છે પણ દીવાલો પર શતાબ્દી વર્ષ અને શહીદોના પોસ્ટર લાગ્યા છે. જે ખેતરમાં ક્રાંતિકારીઓની બેઠક મળી હતી ત્યાં હવે મંદિર બની ગયું છે. શહીદોના પરિવારજનો જણાવે છે કે અંગ્રેજોના અત્યાચારથી મહિલાઓએ ભાગીને પિયરમાં જવું પડ્યું હતું. પુરુષો પણ ગામમાંથી ભાગી ગયા હતા.
ચૌરીચૌરાની ઘટના વિશે દાદી જણાવતા. અમારા પૂર્વજ વિક્રમ અહીર અને સૂર્યબલી અહીર જાણીતા પહેલવાન હતા. સમગ્ર વિસ્તારમાં અમારા પરિવારનું બહુ માન હતું. ચૌરીચૌરા જનવિદ્રોહના દિવસે જુલૂસ ભોપા બાજારમાં પહોંચ્યું હતું ત્યારે પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં સૂર્યબલી અહીર પણ શહીદ થયા હતા. - ભાલચંદ યાદવ, ડુમરી ખુર્દ
ટોળાંએ પો.સ્ટે. સળગાવેલું
1921ની 4 ફેબ્રુ.એ ચૌરીચૌરામાં અસહકાર આંદોલનથી પ્રેરાઇને સ્થાનિક લોકો જુલૂસ કાઢી રહ્યા હતા. આ દરમિયાન ઝપાઝપી બાદ પોલીસે ગોળીબાર કર્યો, જેમાં 3 લોકોના મોત થતાં ટોળું બેકાબૂ થઇ ગયું. પોલીસકર્મીઓ ભાગીને પોલીસ સ્ટેશનમાં છુપાઇ ગયા પણ લોકોએ પોલીસ સ્ટેશન બહારથી બંધ કરીને આગ ચાંપી દેતાં 23 પોલીસકર્મી માર્યા ગયા હતા. આ ઘટના બાદ ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું હતું. આ વિદ્રોહ મામલે 19 લોકોને ફાંસી, 14ને આજીવન કેદ અને 10ને 8 વર્ષની સખત કેદની સજા થઇ હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.