તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • All Three Cage breaking Activists Released From Tihar Jail Following HC's Order, Supreme Court Hearing On Delhi Police's Plea On Friday

દિલ્હી હિંસા મામલો:HCના આદેશ બાદ પિંજરા તોડના ત્રણેય એક્ટિવિસ્ટ તિહાડ જેલમાંથી છૂટ્યા, દિલ્હી પોલીસની અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આસિફ ઈકબાલ (ડાબે), દેવાંગના કાલિતા (વચ્ચે), નતાશા નરવાલ (જમણે) - Divya Bhaskar
આસિફ ઈકબાલ (ડાબે), દેવાંગના કાલિતા (વચ્ચે), નતાશા નરવાલ (જમણે)

દિલ્હી હિંસા મામલામાં આરોપી પિંજરા તોડના એક્ટિવિસ્ટ નતાશા નરવાલ, દેવાંગના કાલિતા અને આસિફ ઈકબાલને ગુરૂવારે સાંજે તિહાડ જેલમાં છોડવામાં આવ્યા છે. દિલ્હીની કડકડડુમા કોર્ટે આજ સવારે જ તેઓને છોડવાના આદેશ આપ્યા હતા.

આ પહેલાં 15 જૂને જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને અનૂપ જયરામ ભંભાનીની બેંચે તેઓને 50 હજારના જામીન પર છોડવાના આદેશ જાહેર કર્યા હતા, પરંતુ ત્રણેયને છોડવામાં મુશ્કેલી આવી હતી. ત્યારે આરોપીઓએ જાણીજોઈને છોડવામાં મોડું કરવામાં આવતા હોવાનું જણાવી દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.

જે બાદ કોર્ટે તાત્કાલિક ત્રણેયને છોડવાના આદેશ આપ્યા હતા. આદેશની કોપ મેઈલથી તિહાડ જેલના પ્રશાસનને મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસે હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અંગે શુક્રવારે સુનાવણી થશે.

તિહાડ જેલની બહાર આવ્યા બાદ દેવાંગના કાલિતા અને નતાશા નરવાલે ખુશી વ્યક્ત કરી હતી
તિહાડ જેલની બહાર આવ્યા બાદ દેવાંગના કાલિતા અને નતાશા નરવાલે ખુશી વ્યક્ત કરી હતી

બેલના 36 કલાક બાદ પણ છુટકારો થયો ન હતો
ત્રણેય કાર્યકર્તાઓના વકીલે આરોપ લગાવ્યો હતો કે બેલ મળ્યાંને 36 કલાક બાદ પણ તેઓને છોડવામાં આવ્યા ન હતા. જે બાદ ગુરૂવારે કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ. કાર્યકર્તાઓના વકીલે કહ્યું કે છુટકારો ન થવાને કારણે તેમના અધિકારોનું હનન થયું છે.

સુનાવણી દરમિયાન પોલીસના વકીલે કહ્યું કે ત્રણેયના વેરિફિકેશનના કારણે છોડવામાં મોડું થયું હતું. પોલીસે કોર્ટને કહ્યું કે અમે ત્રણેયના એડ્રેસ વેરિફાઈ કરી રહ્યાં છીએ, જે અલગ-અલગ રાજ્યોમાં છે. અમારી પાસે એવી તાકાત નથી કે ઝારખંડ અને આસામના એડ્રેસને એટલી ઝડપથી વેરિફાઈ કરવામાં આવી શકે. તેથી અમને સમય લાગ્યો છે.

આ અંગે કોર્ટે દિલ્હી પોલીસ વિરૂદ્ધ કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે છેલ્લા એક વર્ષથી ત્રણેય તમારી કસ્ટડીમાં હતા, તેમ છતાં પણ વેરિફિકેશન કરવામાં મોડું થઈ રહ્યું છે.

ત્રણેય એક્ટિવિસ્ટના હાથમાં બેનર હતા, જેમાં સર્જિલ ઈમામ, ઉમર ખાલિદ સહિત તમામ પોલિટિકલ પ્રિઝનર્સને છોડવાની સાથે UAPA હટાવવાની માગ કરવામાં આવી હતી
ત્રણેય એક્ટિવિસ્ટના હાથમાં બેનર હતા, જેમાં સર્જિલ ઈમામ, ઉમર ખાલિદ સહિત તમામ પોલિટિકલ પ્રિઝનર્સને છોડવાની સાથે UAPA હટાવવાની માગ કરવામાં આવી હતી

પોલીસે એડ્રેસ વેરિફાઈ કરવા માટેનો સમય માગ્યો
ગત સુનાવણી દરમિયાન પોલીસે પિંજરા તોડના ત્રણેય કાર્યકર્તાઓના એડ્રેસ વેરિફાઈ કરવા માટે 3 દિવસનો સમય માગ્યો હતો. આખો દિવસ ચાલેલી સુનાવણી પછી કોર્ટે ચુકાદા આપવા માટે ગુરૂવાર સુધીનો સમય લીધો હતો. દિલ્હી પોલીસ હાઈકોર્ટના ચુકાદા બાદ પહેલાં જ સુપ્રીમ કોર્ટનું વલણ કર્યું છે. પોલીસે સુપ્રીમ કોર્ટમાં ત્રણેયને જામીન આપવાનો વિરોધ કર્યો છે. ત્રણેય પર અનલોફુલ એક્ટિવિસ્ટ પ્રિવેન્શન એક્ટ (UAPA) અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.