તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • All Those Who Killed Me Were Gurjar Boys, They Made Me Chant Jai Shri Ram; When Asked For Water To Drink, Gave Urine

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:તાવીજના નામે ઝઘડો થયો, પેશાબ પીવડાવવાની પણ કોશિશ કરી; જય શ્રી રામના સૂત્રોચ્ચાર ન કરતા 40 વર્ષથી રાખેલી દાઢી કાપી નાંખી

બુલંદશહેર3 મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના બુલંદશહેરના અનૂપશહર વિસ્તારનું આ ઘર મીડિયાની ગાડિઓથી ઘેરાઇ ગયું છે. અબ્દુલ સમદ પોતાના દીકરાના સહારે રૂમમાં આવે છે. એમનો ચહેરો સુજી ગયો છે. સમદ જેવા રૂમમાં આવ્યા કે પત્રકારોએ એમના પર સવાલોનો મારો બોલાવી દીધો હતો. સમદે નીચા સ્વરે સવાલોના જવાબ આપ્યા હતા.

72 વર્ષીય સમદ સૈફીને 5 જૂને માર મરાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો, જેમાં કેટલાક યુવકો એમની દાઢી કાપી રહ્યા હતા. પોલીસે આ અંગે કેટલાક લોકોની ધરપકડ પણ હાથ ધરી હતી.

આ ઘટના બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને UPના CM યોગી આદિત્યનાથ વચ્ચે ટ્વિટરમાં યુદ્ધ છેડાયું છે. આ કેસમાં ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર, કોંગ્રેસ પ્રવક્તાઓ અને ઘણા પત્રકારો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

આ ઘટનાને લગભગ 12 દિવસો થઈ ગયા છે. તેમ છતાં આ કેસની સચ્ચાઇ સામે આવી રહી નથી. આરોપી, પોલીસ અને પીડિતના અલગ-અલગ વર્ઝન છે. આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવા ભાસ્કરની ટીમ પીડિત અબ્દુલ સમદના ગામડે પહોંચી હતી. ત્યાં ભાસ્કરની ટીમે પાડોશીઓ અને સ્થાનિક લોકો સાથે આ અંગે ચર્ચાઓ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મુસ્લિમ વૃદ્ધ પર હુમલો કરનાર અને અન્ય આરોપિઓ વચ્ચે તાવીજની બનાવટ અંગે વિવાદ સર્જાયો હતો.

સમદ સૈફી અને એમના પરિવાર સાથે વાતચીત કરાઈ
ભાસ્કરની ટીમ અનૂપશહેરમાં સમદ સૈફીના ઘરે પહોંચી હતી. એમની પત્નીએ કેમેરો જોઇને મોઢું ફેરવી લીધું હતું. તેમણે હાથ જોડીને કહ્યું હતું કે જ્યારે મારા પતિને મારવામાં આવ્યા હતા ત્યારે કોઈ આવ્યું નહતું. સરકારે પણ પરિવારના હાલ-ચાલ પૂછ્યા નહતા. કોઇપણ એમના ખબર-અંતર પૂછવા આવ્યું નહતું. હવે કેમ આટલા બધા લોકો આવી રહ્યા છે?

બુલંદશહેરના અનુપશહેરમાં સમદના ઘરે પત્રકારોનું ટોળું એકઠું થયું હતું. એવો આરોપ છે કે કેટલાક યુવાનોએ જય શ્રી રામનો સૂત્રોચ્ચાર ન કરવા બદલ તેની દાઢી કાપી હતી.
બુલંદશહેરના અનુપશહેરમાં સમદના ઘરે પત્રકારોનું ટોળું એકઠું થયું હતું. એવો આરોપ છે કે કેટલાક યુવાનોએ જય શ્રી રામનો સૂત્રોચ્ચાર ન કરવા બદલ તેની દાઢી કાપી હતી.

મહામહેનતે સમદ સાથે વાતચીત થઇ હતી. એમણે જણાવ્યું હતું કે હું ગાઝિયાબાદના લોની વિસ્તારમાં મારા એક સબંધીના ઘરે જઇ રહ્યો હતો. ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ મારા પર હુમલો કર્યો હતો. એમણે પોતાના ચહેરાને ઢાંકીને રાખ્યા હતા. આ લોકોએ રીક્ષામાં મારૂ અપહરણ કર્યું હતું અને એક અજ્ઞાત સ્થળ પર લઇ ગયા હતા અને 3 કલાક મને હેરાન કર્યો હતો.

સમદે કહ્યું કે હું દયાની ભીખ માંગતો રહ્યો, તે લોકો મને મારતા રહ્યા. મેં અલ્લાહના સમ પણ આપ્યા હતા કે મારી દાઢી ન કાપો, પરંતુ તેમ છતાં એ લોકોએ મારી દાઢી કાપી નાંખી હતી. મારા પર હુમલો કરનાર એકપણ મુસ્લિમ નહતો. બધા ગુર્જર છોકરાઓ હતા. તેમણે મારી પાસે જય શ્રી રામના સૂત્રોચ્ચાર લગાવડાવ્યા, પીવા માટે પાણી માંગ્યું તો પેશાબ આપ્યો. મારા કાન આગળ બંદૂક રાખી દીધી હતી. બે વાર ગોળી મારવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ નિશાન ચૂકી ગયા હતા.

સમદે વધુમાં જણાવ્યું હતું કે હુમલો કર્યા પછી એમણે મને છોડી મૂક્યો હતો, હું બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયો હતો. ત્યાં મારી ફરિયાદ સાંભળ્યા પછી 2 હજાર રૂપિયા આપીને ઘર ભેગો કરી દીધો હતો. આ સમગ્ર ઘટના બાદ કોઇકે મારી સપા નેતા ઉમ્મેદ સાથે મુલાકાત કરાવી હતી. તેમણે મારી સહાયતા કરી. તે અમારા માટે અંધકારમાં પ્રકાશનું કિરણ બનીને આવ્યા હોય એમ લાગ્યું હતું. ઉમ્મેદ જ સમદને મીડિયા સમક્ષ લાવ્યા હતા.

સમદના પુત્રએ કહ્યું હતું કે મારા પિતાની હત્યા કરવાનો પ્રયાસ કરાયો હોવા છતાં પોલીસે FIRમાં હત્યાના પ્રયાસની કલમ 307નો ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો. વીડિયો હોવા છતાં હુમલાના આરોપી એકપણ યુવકોની ધરપકડ કરાઇ નથી.

પોલીસનું કહેવું છે કે સમદ પરના હુમલાનું કોઈ ધાર્મિક કારણ નથી. હુમલો કરનારા યુવકોને તેઓ પહેલેથી જ જાણે છે. હુમલાખોરોમાં ઘણા મુસ્લિમો પણ હતા. હુમલોનું કારણ પરસ્પર વિવાદ પણ હોઈ શકે છે.
પોલીસનું કહેવું છે કે સમદ પરના હુમલાનું કોઈ ધાર્મિક કારણ નથી. હુમલો કરનારા યુવકોને તેઓ પહેલેથી જ જાણે છે. હુમલાખોરોમાં ઘણા મુસ્લિમો પણ હતા. હુમલોનું કારણ પરસ્પર વિવાદ પણ હોઈ શકે છે.

પોલીસે કહ્યું- સમદ પર હુમલો આંતરિક વિવાદને કારણે થયો, હુમલામાં મુસ્લિમ યુવક પણ સામેલ
સમદ સૈફીએ આરોપ લગાવ્યો હતો કે યુવકે અપહરણ કરીને જય શ્રી રામના સૂત્રોચ્ચાર કરાવ્યા હતા. પોલીસે કહ્યું કે ઝઘડાનું કારણ આંતરિક વિવાદ છે. ગાઝિયાબાદના SPએ જણાવ્યું હતું કે આ હુમલામાં મુસ્લિમ યુવક સદ્દામ, આદિલ અને ઇંતેઝાર નામના યુવક પણ સામેલ છે. આ ત્રણેયની ધરપકડ કરાઇ છે, જેમાંથી આદિલને જામીન મળી ગયા છે.

પોલીસે કહ્યું કે સમદને પહેલેથી ખબર હતી કે હુમલો કોણે કર્યો છે, તેમ છતાં ખોટા નામ સાથે કેસ કેમ દાખલ કર્યો એ તપાસનો વિષય છે. પુરાવાના આધારે પીડિત સમદ સૈફી અને મુખ્ય આરોપી પ્રવેશ ગુર્જર વચ્ચે આ ઘટના પહેલા ત્રણ વાર ફોન પર વાતચીત થઈ હતી. તે પ્રવેશના ઘરે પણ ગયા હતા. આ કેસમાં CDR (કોલ ડિટેલ રિપોર્ટ)ને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરાશે.

લોની વિસ્તારના ઓફિસર અતુલ કુમાર સોનકરના જણાવ્યા પ્રમાણે હુમલાના આરોપીમાં ધરપકડ કરાયેલા ઈંતેજાર અને સમદ સૈફી વચ્ચે પણ પૈસાની લેવડ-દેવડ થઇ હતી. આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

તાવીજની બનાવટના ઝઘડાનું કારણ તાવીજ તો નથી ને?
પોલીસ અને પીડિત પક્ષ ઉપરાંત ભાસ્કરે ગામના તમામ લોકો સાથે વાતચીત પણ કરી હતી. ઘણા લોકોએ, તેમની ઓળખ છુપાવતા કહ્યું કે ઝઘડાની પાછળ તાવીજ બનાવવાનો વિવાદ છે. ભાસ્કરને તેની તપાસમાં ખબર પડી કે પીડિત અબ્દુલ સમદ તાવીજ બનાવવાનું કામ કરે છે. ઇંતેઝાર નામના યુવક દ્વારા પ્રવેશ ગુર્જરે પોતાના મિત્રની પત્ની માટે તાવીજ બનાવડાવ્યું હતું. પરંતુ પાછળથી આ લોકોએ કહ્યું કે સમદે નકલી તાવીજ બનાવીને આપ્યું છે અને આ વિવાદ પછી હાથાપાઈ કરવામાં આવી હતી.

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
ભાસ્કરની ટીમે સમદને પૂછ્યું હતું કે શું તમે તાવીજ બનાવવાનું કાર્ય કરો છો? તો સમદે આ વાતને નકારી કાઢી હતી. પ્રથમ વીડિયોમાં દાઢી કાપતા સમયે પ્રવેશ ગુર્જરે સમદ સાથે પૂછપરછ કરી હતી. આ વીડિયોમાં સમદે કહ્યું હતું કે હા મેં ઇંતેઝારના કહેવા પર તાવીજ બનાવ્યું હતું. જોકે આ તાવીજ કોના માટે બનાવ્યું હતું એનો ઉલ્લેખ કર્યો નહતો.

બીજા વીડિયોમાં સમદના સામાનની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે સમદ પાસેથી દોરાઓ અને કેટલોક સામાન મળી આવે છે, જે તાવીજની બનાવટમાં ઉપયોગી નીવડે છે. એટલે કે સમદ તાવીજ બનાવવાનું કામ કરે છે એ વાત સાચી છે.

ભાસ્કરની ટીમને પણ એક વીડિયો મળી આવ્યો હતો, જેમાં પોલીસ સદ્દામ સાછે પૂછપરછ કરી રહી છે. સદ્દામ પણ સ્વીકારે છે કે એણે પોતાની પત્ની માટે તાવીજ બનાવડાવ્યું હતું. સદ્દામે સ્વીકાર્યું હતું કે એ સમદને પ્રવેશ ગુર્જરના ઘરે લઈ ગયો હતો.

અમે આ આરોપ અને સાવાલો સમદ સામે રજૂ કર્યા હતા, તો એણે એક પણ આરોપ સ્વીકાર્યો નહતો. જોકે, સદ્દામ અને ઇંતેજાર પણ સમદ પર હુમલો કરવાના આરોપમાં પોલીસ કસ્ટડીમાં છે. ભાસ્કરે પણ પોલીસ સાથે આ અંગે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમણે નામ ન છાપવાની શરતે માહિતી આપવા જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના તાવીજ બનાવવા અને એને લગતી લેવડ-દેવડને કારણે પરિણમી હતી. અમે પુરાવા ભેગા કરીને કોર્ટમાં રજૂ કરીશું.

આ કેસમાં અત્યારસુધી 3 FIR કરાઇ છે
પ્રથમ FIR:
આ સમદ પર હુમલો થયો એના સંદર્ભે છે, જેમાં પ્રવેશ ગુર્જર મુખ્ય આરોપી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ હુમલો પ્રવેશ ગુર્જરના ઘરમાં બનાવેલા એક રૂમમાં થયો હતો.

બીજી FIR: આ ટ્વિટર, કોંગ્રેસ નેતાઓ અને પત્રકારો વિરૂદ્ધ છે. જેમાં ટ્વિટર અને પત્રકારો સામે ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો અને સમાજમાં નફરત ફેલાવાનો આરોપ મુકાયો છે. આ કેસ અંતર્ગત કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ, ટ્વિટર અને કેન્દ્ર સરકાર આ મુદ્દે સામ-સામે આવ ગયા છે.

ત્રીજી FIR: આ સપા નેચા ઉમ્મેદ વિરૂદ્ધ દાખલ કરાઈ હતી. એમની સામે પણ ધાર્મિક ભાવનાઓને ભડકાવવા અને આહત કરવાના આરોપ લગાવાયા છે. ઉમ્મેદ જ સૌથી પહેલા સમદને મીડિયા સામે લાવ્યા હતા.

ઉમ્મેદે કહ્યું કે હું સમદને પહેલેથી ઓળખતો નહતો. 7 જૂને મને ફોન પર એમના સાથે જે ઘટના બની હતી એની જાણ કરવામાં આવી હતી. મેં એજ દિવસે એમની સાથે ફેસબુક લાઇવ કરીને સમગ્ર ઘટના અંગે વાતચીત કરી હતી. મારા લાઇવ કર્યા પછી 2 કલાકની અંદર પોલીસે FIR નોંધી હતી.

ઝઘડો તાવીજ અંગે છે કે પછી જય શ્રી રામના સૂત્રોચ્ચાર માટે? આ અંગે ઉમ્મેદે કહ્યું હતું કે આ જય શ્રી રામ અને હિંદૂ મુસ્લિમ વિવાદ નથી. આ એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિની દાઢી કાપવાનો કેસ છે. આ અમારી સુન્નત પર હુમલો છે. અમે આના વિરૂદ્ધ અવાજ ઉઠાવીશું, ભલે પછી અમારા અવાજને દબાવી દેવામાં કેમ ન આવે.

અન્ય સમાચારો પણ છે...