તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Waterlogged Kerala, Skymet Predicts This Time Rainfall Will Be 103% Higher Than Normal

ખેડૂતો માટે સારા સમાચાર, ચોમાસાનો પ્રારંભ:સીઝનના પ્રથમ વરસાદમાં કેરળ થયું તરબોળ, સ્કાઇમેટનું અનુમાન- આ વર્ષે 103% વરસાદ પડશે

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • આ પહેલાં ચોમાસાએ આંદામાનમાં 21 મેના રોજ એન્ટ્રી લીધી હતી

ચોમાસું કેરળમાં પહોંચી ચૂક્યું છે. એના તમામ માપદંડો પૂરા થઈ ગયા છે. મોસમ વિભાગ થોડીવારમાં જ એની સમગ્ર વિગતો આપશે. દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન કેરળમાં પહોંચવાની સ્થિતિ થોડા દિવસો પહેલાં જ બનવાની શરૂ થઈ ગઈ હતી, જોકે આ વખતે ચોમાસું સમય કરતાં 2 દિવસ મોડું છે. ખાનગી એજન્સી સ્કાઈમેટ અગાઉ જ અનુમાન કરી ચૂકી છે કે આ વખતે વરસાદ સામાન્ય કરતાં વધુ, એટલે 103 ટકા થશે.

આ પહેલાં ચોમાસાએ આંદામાનમાં 21 મેના રોજ એન્ટ્રી લીધી હતી. 27 મેના રોજ અડધા શ્રીલંકા અને માલદિવ્સને પાર કર્યા પછી મજબૂત હવાની અછતને કારણે 7 દિવસ સુધી ચોમસાની ઉત્તરી સીમા કોમોરિન સમુદ્રમાં જ રોકાઈ ગઈ હતી, જોકે હવે પરિસ્થિતિ અનુકૂળ છે.

જોકે આ વખતે ચોમાસું 2 દિવસ મોડું છે. બીજી તરફ, કેરળમાં છેલ્લા 4 દિવસથી પ્રી-મોન્સૂન વરસાદ ચાલુ છે. બુધવારે અહીં સેટેલાઈટ ઈમેજમાં તટવર્તી વિસ્તારો અને એની નજીકના દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં વાદળો જોવા મળ્યાં. મોસમ વિજ્ઞાન વિભાગ(IMD)નું કહેવું છે કે કેરળમાં વરસાદ પડવામાં વધારો થયો છે. દક્ષિણ સાગરના નીચલા સ્તરોમાં પવન ફૂંકાઈ રહ્યો છે.

આવા હોય છે ચોમાસાની જાહેરાતના માપદંડ

  • કેરળ, લક્ષદ્રીપ અને કર્ણાટકનાં 14 મોસમ કેન્દ્રમાંથી 60 ટકા કેન્દ્રોમાં 10 મે પછી સતત બે દિવસ સુધી 2.5 મિલીમીટરથી વધુ વરસાદ થવો જોઈએ.
  • જમીનની સપાટીથી સાડાચાર કિમી ઊંચાઈ સુધી પશ્ચિમી હવા ચાલવા લાગી, જમીનની સપાટીની નજીકની હવાની ગતિ 30-35 કલાક પ્રતિ કલાક સુધી હોય.​​​​
  • વાદળોની જાડાઈ એટલી વધુ હોય કે જમીનથી આકાશ સુધી જનારા રેડિયેશન 200 વોટ પ્રતિ વર્ગમીટરથી પણ ઘટી જાય.

સતત ત્રીજા વર્ષે સારો વરસાદ થશે
આ વખતે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાનું અનુમાન છે. સ્કાઈમેટના જણાવ્યા મુજબ, ભારતમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ 907 મિલીમીટર થઈ શકે છે. સમગ્ર ભારતમાં ચાર મહિના દરમિયાન સરેરાશ 880.6 મિલીમીટર વરસાદ થઈ શકે છે, જેને લોન્ગ પિરિયડ એવરેજ(LPA) કહેવામાં આવે છે.

સ્કાઈમેટ એને જ સરેરાશ માનીને ચાલે છે, એટલે કે વરસાદનો આ આંકડો 100 ટકા માનવામાં આવે છે. આ વર્ષે 907 મિલીમીટર વરસાદ થવાની શક્યતા છે. 2021માં મોન્સૂન દરમિયાન 103 ટકા વરસાદ થવાની શકયતા છે. 96 ટકાથી લઈને 104 ટકા વરસાદને સામાન્ય કરતાં વધુ સારો કહેવામાં આવે છે. 2019માં આ આંકડો 110 ટકા અને 2020માં 109 ટકા રહ્યો હતો, એટલે કે આ વખતે સતત ત્રીજા વર્ષે સારા વરસાદનો ફાયદો મળશે.

મધ્યપ્રદેશમાં 3-4 દિવસ પ્રી-મોન્સૂન વરસાદનું ઓરેન્જ અલર્ટ
એમપીમાં દર વર્ષે 17 જૂન તો ભોપાલમાં 20 જૂનની આસપાસ વરસાદ પહોંચે છે. આ વખતે પણ એ સમયે પહોંચે એવી શકયતા છે. મોસમ વિશેષજ્ઞ એ. કે. શુકલા કહે છે કે જો ચોમાસાનો પ્રોગ્રેસ યથાવત્ રહ્યો તો એ નક્કી સમયે પહોંચી જશે.

મોસમ કેન્દ્ર તરફથી બહાર પાડવામાં આવેલા પૂર્વાનુમાન મુજબ, આગામી ત્રણ-ચાર દિવસમાં ભોપાલ સહિત મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદ થઈ શકે છે. એના માટે ઓરેન્જ અલર્ટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું છે.

રાજસ્થાનઃ જયપુરમાં 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
જયપુરમાં તો જૂનની શરૂઆતમાં સૌથી ઓછા તાપમાનનો 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. અહીં બુધવારે દિવસનો પારો 30.2 ડીગ્રી રહ્યો. આ પહેલાં 1 જૂન 2001ના રોજ 39.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં જયપુર સહિત અજમેર, અલવર, ભરતપુર, ઘૌલપુર, દૌસા, ડુંગરપુર, ઝુાંઝુનુ, સીકર, કરૌલી, સવાઈ, માઘોપુર, ટોંક, બાડમેર, જોધપુર, જેસલમેર, બીકાનેર, હનુમાનગઢ, શ્રીગંગાનગર, ઝાલોર અને પાલી જિલ્લાઓમાં 6 જૂન સુધીમાં વરસાદ થઈ શકે છે.

હિમાચલમાં વરસાદ અને બરફના કરા પડવાથી સફરજન સહિતના પાકોને નુકસાન
હિમાચલના શિમલામાં બુધવાર બપોર પછી આંધી અને ઝડપી પવનની સાથે વરસાદ થયો હતો. મોસમ વિભાગના યલો અલર્ટની વચ્ચે શિમલાની નજીકના ઉપરના વિસ્તારમાં વરસાદની સાથે બરફના કરા પડવાથી સફરજન સહિતનાં ફળોને નુકસાન પહોંચ્યું છે.

મોસમ વિભાગના જણાવ્યા મુજબ, શિમલા સહિત રાજ્યના મધ્યમ ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારમાં પાંચ જૂન અને ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં ચાર જૂન સુધી હવામાન ખરાબ રહેશે. જ્યારે મેદાની વિસ્તારોમાં આઠ જૂન સુધી હવામાન સાફ રહેવાનું અનુમાન છે.

મોસમ વિજ્ઞાન કેન્દ્ર શિમલાના નિર્દેશક મનમોહન સિંહે જણાવ્યું હતું કે પશ્ચિમી ડિસ્ટબન્સને કારણે રાજ્યમાં મોસમી તંત્રમાં ફેરફાર આવ્યો છે. એને કારણે મેદાની ભાગોમાં ગરમીની અસર લગભગ સમાપ્ત થઈ ગઈ છે. હવે એક સપ્તાહ સુધી મેદાની ક્ષેત્રોમાં હવા સાફ રહેશે.