તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • All The Prisoners Escaped From The Prison And Sat In Scorpio Car; The Shocking Incident Of Phalodi In Rajasthan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

16 કેદીઓના પલાયનની CCTV ફુટેજ:તમામ કેદીઓએ જેલમાંથી દોટ મૂકી અને સ્કોર્પિયોમાં બેસી ફરાર થયા; રાજસ્થાનના ફલોદીની ચોંકાવનારી ઘટના

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ રાજસ્થાનનો બીજો સૌથી મોટો ફરાર કાંડ છે, આની પહેલા ફેબ્રુઆરી 2010માં ચિત્તોડગઢની જેલમાંથી 23 કેદી ફરાર થયા હતા.

રાજસ્થાનના જોધપુર જિલ્લાની ફલોદી જેલમાંથી સોમવારે રાતે 16 કેદી ફરાર થયા હતા. આ સમગ્ર ઘટનાની CCTV ફૂટેજ સામે આવી છે. જેમાં સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે જેલ બ્રેકની સમગ્ર ઘટના પહેલેથી આયોજિત હતી. કારણ કે જેલની બહાર ભાગતાની સાથે જ 16 કેદીઓ બહાર ઉભેલી સ્કોર્પિયો ગાડીમાં બેસી ગયા હતા.

આ સમગ્ર ઘટનામાં સુરક્ષા કર્મીઓની પણ મિલીભગત હોવાની આશંકા રહેલી છે. આ ઘટનાના કલાકો પછી પોલીસ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. આ જ કારણથી જોધપુર અને તેની આસપાસના ઘણા જિલ્લાઓમાં પોલીસની નાકાબંધી અને તપાસ કરાતા એકપણ કેદીની જાણકારી મળી નહતી.

જેલમાં કાર્યરત કર્મીઓની પૂછપરછ કરાઈ
આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ, જેલમાં કાર્યરત ગાર્ડ્સની પૂછપરછ કરી રહી છે. જેલની આસપાસ લગાવેલા CCTVની પણ તપાસ કરાઈ રહી છે, તેથી કોઈ પુરાવો હાથ લાગે, પરંતુ અત્યાર સુધી પોલીસને એક પણ પુરાવો મળ્યો નથી. તમને જણાવી દઈએ કે સોમવારે રાતે 8 વાગે એક સાથે 16 કેદી ફરાર થઈ ગયા હતા. દિવસ દરમિયાન આ કેદીઓ બેરેકની સામે ખુલ્લી જગ્યામાં હતા. સાંજે તેમને બેરેકમાં મોકલવામાં આવતા હતા. આ દરમિયાન કેદીઓએ ગેટનું તાળું ખોલી રહેલા કોન્ટેબલ, તેની પાસે ઉભેલા કાર્યકારી જેલર અને એક સિપાહીને ધક્કો મારીને બહાર ભાગ્યા હતા. ત્યારપછી કેદીઓએ જેલના કર્મીઓની આંખમાં મરચું નાખ્યું અને સબ્જીનું મિશ્રણ બનાવી ફેંક્યું હતું. આગળ જતા તેમના રસ્તામાં આવેલી મહિલા ગાર્ડને પણ તેમણે હવામાં ફંગોળીને બીજી બાજુ પટકી દીધી હતી.

પ્રત્યેક કેદીઓ તસ્કર હોવાથી ગામના દરેક રસ્તાઓથી જાણકાર હતા
અનુમાન લગાવાઈ રહ્યું છે કે કેદીઓ જેલની બહાર સ્પોર્પિયો ગાડીમાં બેસીને નાસી છૂટ્યા હતા. ત્યારપછી થોડેક દૂર જતા તેઓ અલગ-અલગ વાહનોના સહારે ગામના કાચા રસ્તા મારફતે ભાગ્યા હતા. ફરાર થયેલા કેદીઓ મોટાભાગે તસ્કરી સાથે જોડાયેલા છે અને ફલોદી વિસ્તારના જ રહેવાસી છે. ચોરી કરતા સમયે પણ તેઓ ગામડાના કાચા રસ્તાઓનો ઉપયોગ કરતા હતા.

મુખ્ય મર્ગો પર નાકાબંધી અને તપાસને ધ્યાનમાં રાખીને આંશીક રીતે કેદીઓ આ રસ્તાઓના સહારે જ ફરાર થયા હશે, જેથી પકડમાં નહોતા આવ્યા. એક સાથે ભાગતા પકડાઈ જવાના ભયથી તેઓ અલગ-અલગ થઈને કાચા માર્ગો તરફથી ફરાર થયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસ પણ આ વાતને માનીને આગળ કાર્યરત છે. તેને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારોમાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તેમજ ફરાર કેદીઓના સગા-સબંધીઓ પણ નજર હેઠળ છે.

સિક્યુરિટી ગાર્ડ્સ પર પણ શંકા છે કેમ કે ગાર્ડ્સનો ડ્રેસ કેવી રીતે ઘટનાના અડધા કલાક પછી ફાટ્યો?
આ ઘટનામાં પોલીસકર્મીઓની મિલીભગતની પૂરેપૂરી શંકા જણાઈ રહી છે. આ ઘટના પછી તરત જ કર્મીઓ મદનપાલ (ગણવેશમાં) અને રાજેન્દ્ર ગોદારા (ગ્રીન ટી-શર્ટમાં) ઘાયલ મહિલા કોન્સ્ટેબલની પાસે ઉભા હતા. ત્યારે બંન્નેના કપડાં યોગ્ય હતા, પરંતુ અડધા કલાક પછી જ્યારે આ બંને અધિકારીઓ નિવેદનો આપી રહ્યા હતા, ત્યારે તેમના કપડા ફાટેલા જણાયા હતા. તેઓએ કેદીઓ સાથે ધક્કા-મુક્કી થઈ હોવાની વાત કરી હતી.

અંદરનો દરવાજો ખુલ્લો હતો, બહારના ગેટમાં તાળું નહોતું માર્યું
જેલના 2 ગેટ છે. કેદીઓના બેરેકમાં આવ-જાવ અર્થે બન્ને ગેટમાંથી એક પર તાળું હોવું જોઈએ, પરંતુ સોમવારે ઘટનાના સમયે બહારના ગેટ પર તાળું નહોતું. એવામાં કેદીઓને જેલ સામેની દિવાલ કૂદવાની પણ જરૂર નહોતી પડી અથવા કોઈ હથિયાર ચલાવવાની પણ પરિસ્થિતિ નહોતી સર્જાઈ. આંગણાના પરિસરમાં સબ-જેલ ફક્ત વિચારણા હેઠળના કેદીઓની અટકાયત માટે છે. આ જેલ 40x60 ફૂટના એરિયામાં બનાવાઈ છે. અહીંયા SDM કોર્ટ પણ છે. આટલી નાની જગ્યામાં ત્રણ બેરેક અને જેલની ઓફિસની સાથે કર્મચારીઓના રહેઠાણ માટે ક્વાટર પણ આવ્યા છે.

17ની ક્ષમતા, 60 કેદીઓ, સ્ટાફમાં 16માંથી ફક્ત 4 કર્મીઓ
જેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા 17ની હતી, પરંતુ જેલમાં પહેલાથી ક્ષમતા કરતા વધુ દર્દીઓને રાખવામાં આવે છે. સોમવારે જેલમાં 60 કેદી હતા. અહીં જેલર સહિત 16ના સ્ટાફની મંજૂરી મળી હતી, પરંતુ 9 કર્મી જ નિયુક્ત કરાયા છે. 3 માર્ચના રોજ જેલર સસ્પેન્ડ થઈ જતા એની જગ્યા પણ ખાલી હતી. આ ઘટના પરિણમી ત્યારે જેલમાં 4 કર્મચારી જ હતા, અન્ય 5 રજા પર હોવાનું જણાવ્યું છે. જેલની સુરક્ષા માટે સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી નહોતી.

SDM ઓફિસમાં હોવા છતા સૂચના નહોતી અપાઈ
આ જેલ SDM ઓફિસથી 20 ફૂટના અંતર પર છે. તે સમયે SDM યશપાલ આહૂજા ઓફિસમાં જ હતા, પરંતુ કર્મચારીઓએ તેમને ઘટનાની બિલકુલ જાણ કરી નહતી. કર્મીઓએ ચીસો પણ નહોતી પાડી અને કેદીઓને પકડવા માટે તેમનો પીછો પણ કર્યો નહતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો