• Gujarati News
  • National
  • All Shops Will Be Open In And Outside The City Except Shopping Malls; 50% Of The Staff Will Be Able To Do The Job

લોકડાઉનમાં સૌથી મોટી છૂટ:હોટસ્પોટની બહાર મોબાઈલ, સ્ટેશનરી અને હાર્ડવેરની દુકાન ખોલી શકાશે ...પણ સલૂન, રેસ્ટોરન્ટ, દારૂની દુકાન અને મોલ બંધ રહેશે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
ગૃહ મંત્રાલયના આદેશ બાદ મોટાભાગના નાના વિસ્તારો અને ગામોમાં રાશન, શાકભાજી ઉપરાંત દૈનિક સામગ્રીની દુકાનો આજથી ખુલશે. આ સાથે આર્થિક પ્રવૃત્તિઓને ગતિ મળશે - Divya Bhaskar
ગૃહ મંત્રાલયના આદેશ બાદ મોટાભાગના નાના વિસ્તારો અને ગામોમાં રાશન, શાકભાજી ઉપરાંત દૈનિક સામગ્રીની દુકાનો આજથી ખુલશે. આ સાથે આર્થિક પ્રવૃત્તિઓને ગતિ મળશે
  • ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે તમામ દુકાનો સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના સ્થાપના અધિનિયમ હેઠળ સજીસ્ટર્ડ હોવી જોઈએ
  • દુકાનોમાં કામ કરતા સ્ટાફને માસ્ક લગાવવુ તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું ફરજીયાત
  • ગૃહમંત્રાલયે સ્પષ્ટ કર્યું- હોટસ્પોટની બહાર શું ખૂલશે અને શું નહીં
  • ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા માત્ર આવશ્યક ચીજવસ્તુ મંગાવાશે

કોરોના વાઇરસના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે શુક્રવારે રાત્રે આદેશ જારી કરી થોડી રાહતો આપી. તેના પર મૂંઝવણ થતાં 12 કલાક બાદ શનિવારે સ્પષ્ટીકરણ કર્યું. સુધારેલી ગાઇડલાઇનમાં કહેવાયું છે કે શોપિંગ મૉલ, સલૂન અને રેસ્ટોરન્ટ સિવાયની અન્ય દુકાનો ખૂલશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માત્ર શેરી- મહોલ્લા, નિવાસી પરિસર, કોલોનીની આસપાસ અને સ્ટેન્ડ અલોન શોપ (જ્યાં માત્ર એક દુકાન હોય)ને ખોલવાની મંજૂરી રહેશે. જે દુકાનો ખૂલશે, તેમાં મોબાઇલ ફોન, સ્ટેશનરી, ગાર્મેન્ટ્સ, હાર્ડવેરનો સામાન વેચી શકાશે. ગૃહ મંત્રાલયે દુકાનો ખોલવા માટે કેટલીક શરતો રાખી છે. જે મુજબ દુકાનોમાં માત્ર 50 ટકા સ્ટાફ કામ કરશે. તે પણ માસ્ક પહેરશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે. રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશોનું સંપૂર્ણપણે પાલન કરશે, તેમાં ફેરફાર કરી શકશે નહીં.

કઇ દુકાનો બંધ રહેશે
હેર કટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સિગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ. 

કઇ દુકાનો ચાલુ રહેશે
કપડાં, પગરખાં, સોનાચાંદીના દાગીના, વાહનો, બેકરી અને અમુક ખાદ્ય પદાર્થો વેચતા નાના એકમો, અન્ય જરૂરી વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક અને ઇલેકટ્રિક સામાન, મોબાઈલ વેચાણ અને રિપેરિંગ, ગેરેજ અને પંક્ચરની દુકાન. પરંતુ અહીં ભીડ ભેગી થવી ન જોઈએ. સરકાર સમીક્ષા કરી વધુ છૂટ આપી શકે છે.

ચાર રીતે સમજો સરકારનો આદેશ

  • ગ્રામીણ ક્ષેત્રમાં તમામ દુકાન ખોલવાની મંજૂરી, શોપિંગ મોલને આ છૂટનો લાભ નહીં.
  • શહેરી વિસ્તારમાં અડોશ-પડોશની દુકાનો-ઘરમાં હોય એવી દુકાનોને છૂટ. માર્કેટ કોમ્પલેક્ષ અને શોપિંગ મોલમાં છૂટ નહીં.
  • શરતોની સાથે દુકાન ખોલવાની છૂટ મળી છે. 50% સ્ટાફ કામ પર આવશે. તમામ માસ્ક પહેરશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી.
  • રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ હેઠળ દુકાનોને છૂટ મળી છે.

પ્રશ્ન અને જવાબથી સમગ્ર બાબતને સમજીએઃ

1) શું તમામ પ્રકારની દુકાનોને ખોલવાની પરવાનગી મળી છે?

હા, હવે દૂધ, ફળ, રાશન જેવી આવશ્યક સામગ્રી ઉપરાંત બિનઆવશ્યક સામાનની દુકાનોને પણ ખોલી શકાશે. જોકે, આ માટે સરકારે કેટલીક શરતો નક્કી કરી છે.

2) દુકાન ખોલવા માટે જરૂરી શરતો કઈ છે?
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી બનશે. કોઈ પણ દુકાનમાં 50 ટકાથી વધારે સ્ટાફ કામ કરી શકશે નહીં. તમામે માસ્ક પહેરવું ફરજીયાત છે. કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા રાજ્યના સ્થાપના અધિનિયમ હેઠળ આ દુકાનોની નોંધણી જરૂરી છે.

3) શું દેશભરમાં શોપિંગ કોમ્પ્લેક્ષ અને બજાર ખુલશે?
નહીં, શહેરી સીમાથી બહારના માર્કેટ કોમ્પ્લેક્ષ ખુલી શકશે
4) શું દેશના દરેક ભાગ માટે આ નિયમ છે અને શું રાજ્ય તેમા કોઈ નિર્ણય લઈ શકશે?
નહીં, હોટસ્પોર્ટ અને કન્ટેનમેન્ટ ઝોન માટે આ છૂટ નથી. તે દુકાનો હજુ બંધ જ રહેશે. રાજ્ય તેમની અનુકૂળતાને આધારે આ અંગે નિર્ણય લઈ શકે છે.

5) શું મોલ ખુલશે?
નહીં, કોઈ સિંગલ અથવા મલ્ટી બ્રાન્ડ મોલને ખોલવાની પરવાનગી આપવામાં આવી નથી.
6) અત્યાર સુધીમાં કેટલી દુકાનોને છૂટ મળી છે?
દૂધ, રાશન, શાકભાજી સહિત કૃષિ ઉપકરણ અને અનેક પ્રકારના ઉદ્યોગો ખોલવા માટે છૂટ મળી છે.

7) આ છૂટ આપવા પાછળ શું કારણ છે?

સરકાર ઈચ્છે છે કે નાના કારોબારીઓને નુકસાન ન થાય, લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે, ધીમે ધીમે આર્થિક પ્રવૃત્તિઓમાં ગતિ આવે. શનિવારે રમઝાનની શરૂઆત પણ તેની પાછળનું એક કારણ માનવામાં આવે છે.

નિગમ સીમામાં રહેલી દુકાન 3 મે સુધી બંધ રહેશે

ગૃહ સચિવ અજય ભલ્લાએ આદેશમાં એમ પણ કહ્યું છે કે નગમ નિગમ અને નગરપાલિકાની સીમામાં આવતી કોઈ પણ કોલોની, રહેવાસી ક્ષેત્રની આજુબાજુની દુકાનો ખોલવા છૂટ મળશે. જોકે, સ્થાનિક નગરીય સીમાની અંદર રહેલી બજારોની દુકાન 3 મે સુધી બંધ રહેશે.

20 એપ્રિલથી લોકડાઉનથી જે છૂટ મળવાની શરૂઆત થઈ છે, તેને ઈન્ફોગ્રાફિક્સથી સમજીએ.....

અન્ય સમાચારો પણ છે...