તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • All Religious Places In The State To Re open For Devotees From Monday, 16th November. Wearing The Mask Will Be Compulsory

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રમાં ખૂલશે મંદિરો:8 મહિના પછી સોમવારથી ખૂલશે દરેક ધાર્મિક સ્થળ, આ મામલે રાજ્યપાલ અને સીએમમાં થયો હતો વિવાદ

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
મંદિરમાં શ્રદ્ધાળુઓએ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે - Divya Bhaskar
મંદિરમાં શ્રદ્ધાળુઓએ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે

મહારાષ્ટ્રમાં 8 મહિના પછી દરેક ધાર્મિક સ્થળ 16 નવેમ્બરથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, એટલે કે સોમવારથી દરેક ધાર્મિક સ્થળ ખૂલી જશે. રાજ્ય સરકારે આ આદેશ જાહેર કરી દીધો છે. મંદિરમાં શ્રદ્ધાળુઓએ કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.

કોરોના મહામારીને કારણે 18 માર્ચથી મંદિરો બંધ રાખવામાં આવ્યાં હતાં. અંદાજે એક મહિના પહેલાં મહારાષ્ટ્રમાં બંધ મંદિરો ખોલવા માટે આખા રાજ્યમાં ભાજપે ધરણાં-પ્રદર્શન કર્યાં હતાં.

ભાજપે કર્યાં હતાં ધરણાં
એક મહિના પહેલાં મહારાષ્ટ્રમાં બંધ મંદિરો ખોલવા માટે સમગ્ર રાજ્યમાં ભાજપે ધરણાં અને પ્રદર્શન કર્યાં હતાં. મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર, શિરડીમાં સાંઈ બાબા મંદિર અને પુણેમાં તાંબડી જોગેશ્વરી મંદિરની બહાર ભાજપના કાર્યકર્તાઓએ ધરણાં કર્યાં હતાં. સિદ્ધિવિનાયક મંદિરમાં ઘૂસવાનો પ્રયત્ન કરતાં એક ડઝન ભાજપના કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી હતી.

ફડણવીસની પત્નીએ સરકાર પર સવાલ ઊભા કર્યા હતા
મહારાષ્ટ્રમાં એક મહિના પહેલાં મંદિર નહીં ખોલવા મામલે રાજનીતિ થઈ હતી. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાએ સીએમ ઉદ્ધવ ઠાકરે સામે પ્રહાર કર્યા હતા. અમૃતાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં બાર અને દારૂની દુકાનો ખોલવાની છૂટ છે, પરંતુ મંદિર ખતરનાક ઝોનમાં છે. વિશ્વાસ ન કરી શખતા લોકોએ સર્ટિફિકેટ આપીને પોતાની જાતને સાબિત કરવાની હોય છે. આવા લોકો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને લાગુ કરવામાં નિષ્ફળ રહે છે.

​​​​​​રાજ્યપાલે ઉદ્ધવને પૂછ્યું હતું- દૈવીય આદેશ મળ્યો કે અચાનક જ સેક્યુલર થઈ ગયા
મહારાષ્ટ્રમાં મંદિર ખોલવા વિશે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચિઠ્ઠીવ્યવહાર થયો હતો. રાજ્યપાલે તેમની ચિઠ્ઠીમાં ઉદ્ધવને લખ્યું હતું કે, આ એક મૂંઝવણ છે કે, એક બાજુ સરકારે બાર અને રેસ્ટોરાં ખોલવાનો આદેશ આપી દીધો છે પરંતુ મંદિરો ખોલતા નથી. આવું ન કરવા માટે તમને દૈવીય આદેશ મળ્યો છે કે, તમે અચાનક સેક્યુલર થઈ ગયા છો. ઉદ્ધવે પમ રાજ્યપાલને આ ચિઠ્ઠીનો તુરંત જવાબ આપ્યો હતો કે, તેમને રાજ્યપાલ પાસેથી હિન્દુત્વનું સર્ટીફિકેટ નથી જોઈતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો