તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • All Doses Of Vaccine To Be Procured By January 14, Bharat Biotech Provides 1.6 Million Doses Of Covacin Free Of Cost

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટૂંક સમયમાં જ મળી શકે છે 4 વેક્સિન:વેક્સિનના તમામ ડોઝ 14 જાન્યુઆરી સુધીમાં ખરીદવામાં આવશે, ભારત બાયોટેકે કોવેક્સિનના 16 લાખ ડોઝ નિઃશુલ્ક આપ્યા

નવી દિલ્હી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્ર સરકારે કહ્યું કે વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે 14 દિવસ પછી અસર દેખાશે. તેથી વેક્સિનેશન દરમિયાન અને બાદમાં સાવધાની રાખવી જરૂરી છે - Divya Bhaskar
કેન્દ્ર સરકારે કહ્યું કે વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે 14 દિવસ પછી અસર દેખાશે. તેથી વેક્સિનેશન દરમિયાન અને બાદમાં સાવધાની રાખવી જરૂરી છે

દેશમાં વેક્સિનેશનની તૈયારીઓને લઈને મંગળવારે કેન્દ્ર સરકારે વીકલી રિપોર્ટ રજૂ કર્યો. જેમાં જણાવવામાં આવ્યું કે દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન ઉપરાંત વધુ 4 વેક્સિન પર ઝડપથી કામ થઈ રહ્યું છે. તમામ અલગ-અલગ વેક્સિન ટ્રાયલ સ્ટેજમાં છે. જેમાં ઝાયડસ કેડિલાની વેક્સિન અને રશિયાની વેક્સિન સ્પૂતનિક-V ત્રીજા ફેઝના ટ્રાયલમાં છે. આ ઉપરાંત બાયોલોજિકલ-E અને પુણેની જેનોવા કંપનીએ પહેલા ફેઝનું ટ્રાયલ શરૂ કર્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે આ તમામ વેક્સિન ભારતમાં જ તૈયાર થઈ રહી છે. જેમની મેન્યુફેક્ચરિંગ પણ દેશમાં જ થશે. આવનારા કેટલાંક મહિનાઓમાં આમાંથી કેટલીક કે બધી જ વેક્સિનને ઈમરજન્સી યુઝ માટે એપ્રુવલ મળી શકે છે.

કોવેક્સિનની કિંમત 206 રૂપિયા હશે

 • ફાઈઝર અને બાયોએનટેકની વેક્સિનના એક ડોઝની કિંમત 1,432 રૂપિયા છે.
 • મોડર્નાની વેક્સિનના એક ડોઝની સંભવિત કિંમત 2,348થી 2,715 રૂપિયા સુધી રહેશે.
 • સિનોફાર્મ કંપનીની વેક્સિનના એક ડોઝ માટે 5,650 રૂપિયા ચુકવવા પડશે.
 • સિનવેક બાયોટેકની વેક્સિનના એક ડોઝની કિંમત 1,027 રૂપિયા છે.
 • ભારતમાં બની રહેલી કોવિશીલ્ડ વેક્સિનની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવી છે.
 • કોવેક્સિનના એક ડોઝની કિંમત 206 રૂપિયા છે.

કોવેક્સિનના 55 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો
સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે ભારત સરકારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (CII) પાસેથી 200 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે કોવિશીલ્ડના 1.10 કરોડ ડોઝના ઓર્ડર આપ્યાં છે. આ ઉપરાંત કોવેક્સિનના 55 લાખ ડોઝનો ઓર્ડર કરવામાં આવ્યો છે. ભારત બાયોટેકે 16.5 લાખ ડોઝ ભારત સરકારને નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser