કોરોના અંગે કેન્દ્રની નવી ગાઈડલાઈન:સિનેમા હોલ વધારે સિટીંગ કેપેસિટી સાથે ખોલી શકાશે, સ્વીમિંગ પૂલમાં હવે તમામને મંજૂરી
- કન્ટેઇનમેન્ટ ઝોન બહાર તમામ પ્રકારની છૂટછાટ આપવામાં આવી પણ ગાઈડલાઈન/SOPનું પાલન કરવું જરૂરી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોનાને લગતી નવી ગાઈડલાઈન જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે હવે સિનેમા હોલ અને થિએટર વધારે સિટિંગ કેપેસિટી સાથે ખોલી શકાશે. આ અગાઉ 50 ટકા કેપેસિટી સાથે ખોલવા મંજૂરી આપી હતી. આ ઉપરાંત સ્વીમિંગ પૂલમાં હવે સૌને જવાની મંજૂરી મળશે. આ અગાઉ ફક્ત ખેલાડીઓને જ તેનો ઉપયોગ કરવા માટે મંજૂરી મળી હતી.
તે 1લી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોએ વિવિધ પ્રવૃત્તિઓ તથા કોવિડને લગતી યોગ્ય વર્તણૂંકને લઈ તેનો અમલ કરવાનો રહેશે.
નવી ગાઇડલાઈન પ્રમાણે કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર તમામ પ્રકારની છૂટછાટ મળશે આ ઉપરાંત આ નવી ગાઈડલાઈનમાં સ્વિમિંગપુલ, સિનેમા ઘરો વગેરે અંગે છૂટછાટનો સમાવેશ થાય છે.
છેલ્લા ચાર મહિનાથી કોરોનાના કેસમાં જે સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કેસોમાં ઘટાડાનું વલણ યથાવત રાખવાનો નવી ગાઈડલાઈનનો ઉદ્દેશ છે. આ માટે સર્વિલન્સ, કન્ટેઈમેન્ટ તેમ જ સાવચેતી પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. ગૃહમંત્રાલયે કહ્યું છે કે જો જરૂર પડશે તો કન્ટેઇનમેન્ટ ઝોનમાં માઈક્રો લેવલ પર સ્થાનિક સત્તાવાળા યોગ્ય નિર્ણય લઈ શકશે, જોકે તેમણે આ માટે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરેલી ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન જાહેર
- તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સરકારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત તમામ જરૂરી નિયમોનું પાલન કરાવવાનું નક્કી કરશે.
- ડિસ્ટ્રીક્ટ ઓથોરિટી જરૂરિયાત પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરી શકશે, જોકે આ માટે હેલ્થ મંત્રાલયના આદેશનું પાલન કરવાનું રહેશે.
- જિલ્લા, પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓની કન્ટેનમેન્ટ ઝોનમાં કડક પાલનને લાગૂ કરવાની જવાબદારી રહેશે.
- રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો આ અંગે સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરશે.
- ઈન્ટરનેશનલ એર ટ્રાવેલ અંગે ગૃહ મંત્રાલયની સલાહ બાદ મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન નિર્ણય કરશે.
- 65 વર્ષથી વધારે ઉંમરના લોકો, પ્રેગ્નન્ટ મહિલાઓ અને 10 વર્ષથી નાની વયના બાળકોએ ખાસ સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.
- પેસેન્જર ટ્રેન, સ્કૂલ, હોટેલ, અને રેસ્ટોરન્ટ જેવી અનેક મૂવમેન્ટ માટે અગાઉથી Sops જારી કરવામાં આવી છે. તેનું કડકાઈથી પાલન કરવાનું રહેશે.
- 1 થી 28 ફેબ્રુ.સુધી નવી ગાઇડ લાઇન જાહેર
- કન્ટેઇનમેન્ટ ઝોન બહાર તમામ છુટછાટ મળશે
- સ્વિમિંગ પુલ તમામ લોકો માટે ખુલ્લા રાખી શકાશે
- સામાજિક, ધાર્મિક કાર્યક્રમો માટે ગાઇડલાઇન યથાવત્
- હોલ ક્ષમતાના 50 ટકા અથવા વધુમાં વધુ 200ને મંજૂરી
- સિનેમા ઘરોમાં 50% થી વધુની મંજૂરી અપાશે
- માહિતી અને પ્રસારણ વિભાગ કરશે SOP જાહેર કરશે
- પ્રદર્શન હોલ અંગેની SOP વાણિજ્ય મંત્રાલય બહાર પાડશે