તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • All Closed Tonight From 8pm To May 1st; Only 25 People Are Allowed In The Wedding, 15% Of The Employees In Government Offices Will Come

મહારાષ્ટ્રમાં ટોટલ લોકડાઉન:આજે રાત્રે 8 વાગ્યાથી 1લી મે સુધી બધું જ બંધ; લગ્નમાં ફક્ત 25 લોકોને મંજૂરી, સરકારી ઓફિસોમાં 15% કર્મચારીઓને છૂટ

2 મહિનો પહેલા
(ફાઈલ ફોટો)

મહારાષ્ટ્રમાં કોરોનાને લીધે સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. આ સ્થિતિને જોતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં નિયંત્રણોને વધારે લંબાવ્યા છે. આ નિયંત્રણો દેશમાં લગાવવામાં આવેલાં પહેલાં લોકડાઉનની સમકક્ષ છે. મહારાષ્ટ્રમાં કાલે રાત્રે આઠ વાગ્યાથી 1લી મે સુધી આ નિયંત્રણો લાગુ રહેશે.

'બ્રેક ધ ચેન'થી ઈસ્યુ કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ પ્રમાણે, તમામ સરકારી કાર્યાલયો ફક્ત 15 ટકા કર્મચારીઓની હાજરીમાં ચાલશે. કોવિડ-19 મેનેજમેન્ટવાળી સંસ્થાઓએ આ અંગે છૂટછાટ રહેશે.

મહારાષ્ટ્ર સરકારની નવી ગાઈડલાઈન્સ

 • સરકારી કાર્યાલયોમાં ફક્ત 15 ટકા કર્મચારી જ હાજર રહી શકે છે. અગાઉ આ સંખ્યા 50 ટકા હતી.
 • લગ્નપ્રસંગમાં ફક્ત 25 લોકો જ ભાગ લઈ શકશે અને આ પ્રસંગ ફક્ત બે કલાકનો જ હશે.
 • આ નિયમનું ઉલ્લંઘન કરનારને રૂપિયા 50 હજાર દંડ થશે.
 • સરકારી બસ 50 ટકાની કેપેસિટી પર ચાલશે
 • ઊભા રહીને મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
 • મહારાષ્ટ્રમાં હવે માન્ય કારણ વગર એક જિલ્લાથી અન્ય જિલ્લામાં અવરજવર કરવા સામે કાર્યવાહી કરવામાં આવશે.
 • યાત્રા કરવા માટે સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (LDA) પાસેથી મંજૂરી લેવી પડશે.
 • લોકલ ટ્રેનથી યાત્રા કરવા માટે કારણ દર્શાવવું પડશે
 • લોકલ ટ્રેનમાં અત્યંત આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકો અથવા મેડિકલ ઈમર્જન્સીમાં તેમના ડોક્યુમેન્ટ દેખાડીને જ ટિકિટ મળશે.

રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 568 લોકોનાં મોત થયાં છે, જ્યારે 67,468 નવા દર્દી મળ્યા છે. રાજ્યમાં એક દિવસમાં મોતનો આ સૌથી મોટો આંકડો છે.

રાજ્યમાં કડક નિયંત્રણ બાદ એટલે કે 15 એપ્રિલથી સંક્રમણના કેસમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. સોમવારના આંકડા સિવાય અગાઉ સતત ચાર દિવસથી આંકડા 60 હજારને પાર આવતા હતા. સોમવારે ઓછા આંકડા આવવા પાછળ મોટું કારણ રવિવારના રોજ ઓછું ટેસ્ટિંગ હતું.

5 દિવસ પૈકી 4 દિવસમાં મળેલા 60 હજારથી વધારે દર્દી

તારીખકોરોનાના કેસ
16 એપ્રિલ63,729
17 એપ્રિલ67,123
18 એપ્રિલ68,631
19 એપ્રિલ58,924
20 એપ્રિલ62,097
વેક્સિનની અછતને પગલે મુંબઈના સૌથી મોટા વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનેશન અટકાવવામાં આવ્યું છે.
વેક્સિનની અછતને પગલે મુંબઈના સૌથી મોટા વેક્સિનેશન સેન્ટર પર વેક્સિનેશન અટકાવવામાં આવ્યું છે.

BMC કમિશનર IS ચહલે કહ્યું હતું કે મુંબઈમાં 87 ટકા અસિમ્પ્ટોમેટિક દર્દી છે. આ સાથે ડેથ રેટ પણ ઓછો છે. મુંબઈમાં બીજી લહેર આવ્યાના 70 દિવસ થઈ ગયા છે, આ દરમિયાન મહાનગરમાં કોરોના ડેથ રેટ ફક્ત 0.03 ટકા રહ્યો છે, જે રાહતની વાત છે. તેમણે કહ્યું હતું કે મુંબઈમાં કોરોનાની બીજી લહેર હોવા છતાં મહાનગરપાલિકા વહીવટીતંત્ર અને ડોક્ટરોએ લોકોનો જીવ બચાવ્યો.

મુંબઈમાં 11 ફેબ્રુઆરી 2021થી બીજી લહેર શરૂ થઈ છે. મુંબઈમાં એ સમયે 11,400 કોરોના દર્દીના મોત થયાં હતાં, પણ 19 એપ્રિલ,2021 સુધી મૃત્યુઆંક 12,347 થઈ ગયો છે. આ રીતે કોરોનાની બીજી લહેરમાં 70 દિવસમાં 953 દર્દીનાં મોત થયાં છે. મુંબઈમાં છેલ્લા 70 દિવસમાં 13.6 કોરોડના પોઝિટિવ દર્દીના દરરોજ થતાં મૃત્યુ અને મૃત્યુદર 0.03 ટકા રહ્યો છે, જ્યારે આ સમયમાં પોઝિટિવ દર્દીની સંખ્યા 2.66 લાખ વધી છે.

રામનવમી પ્રસંગે મુંબઈના એક રામમંદિરને સેનિટાઈઝ કરતા BMCનો કર્મચારી.
રામનવમી પ્રસંગે મુંબઈના એક રામમંદિરને સેનિટાઈઝ કરતા BMCનો કર્મચારી.