મધ્યપ્રદેશના અલીરાજપુરમાં એક અનોખા લગ્નનો કિસ્સો સામે આવ્યો છે. અહીં પૂર્વ સરપંચ સમરથે એક જ મંડપમાં પોતાની ત્રણ પ્રેમિકાઓ સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે આ તે પોતાની 3 પ્રેમિકા સાથે છેલ્લા 15 વર્ષથી લીવ ઈન રિલેશનશિપમાં રહેતા હોય છે. એટલું જ નહીં ગામના લોકોએ પણ આ લગ્નને સમર્થન આપતા પ્રસંગમાં હાજરી આપી હતી.
6 બાળકે પુરજોશમાં ઉજવણી કરી
નાનપુર ગામના પૂર્વ સરપંચ સમરથ મૌર્યે પોતાની ત્રણ પ્રેમિકાઓ નાન બાઈ, મેલા અને સકરી સાથે લગ્ન કર્યા છે. સમરથે આ ત્રણેય પ્રેમિકા સાથે એક જ દિવસે અલગ-અલગ સમયે લગ્ન કર્યા હતા. જેમાં સરપંચના 6 બાળકોએ પણ હાજરી આપી ઉજવણી કરી હતી. 15 વર્ષ પહેલા તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી. પરંતુ અત્યારે તેમની પાસે ખેતીલાયક જમીનો અને અન્ય વેપાર પણ છે. જેથી આર્થિક સમૃદ્ધિ આવતા પૂર્વ સરપંચે આદિવાસી પરંપરાથી લગ્ન કર્યા છે.
લગ્ન વિના ગામમાં લોકોએ નહોતા સ્વીકાર્યા
આદિવાસી ભિલાલા સમુદાયમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા બાળકોને જન્મ આપવું યોગ્ય માનવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી બંનેના લગ્ન ના થાય ત્યાં સુધી શુભ પ્રસંગે તેઓ પત્નીઓ સાથે હાજરી આપી શકતા નથી. આ કારણોસર જ સમરથે પોતાની 3 પ્રેમિકાની સાથે 15 વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા સાત ફેરા ફરી લીધા છે.
બંધારણ પ્રમાણે લગ્નને માન્યતા મળી
ભારતીય બંધારણની કલમ 342 આદિવાસી પરંપરા અને ખાસ સામાજિક પરંપરા અંતર્ગત આ લગ્નને માન્યતા મળી ગઈ છે. આમાં જણાવાયું છે કે આદિવાસી પરંપરાનું માન રાખતા એકસાથે 3 લગ્ન કરવા ગેરકાયદેસર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.