ત્રણ વર્ષની ઉંમરમાં પોતાના ગીતથી લાખો-કરોડો ફેન્સ બનાવનાર અલિજેહ મોટી થઈને ડોક્ટર બનવા ઈચ્છે છે. જોકે હજું તેનો મોટાભાગનો સમય મામાના સ્ટુડિયોમાં જ પસાર થાય છે. અલિજેહની ઉંમર ભલે નાની હોય પણ તે ગીતની લાઈન્સ સરળતાથી યાદ કરી લે છે અને સુરમાં ગાવાનો પ્રયત્ન પણ કરે છે.
ભાસ્કરના રિપોર્ટર નીતિન શર્મા અલિજેહને મળવા તેના મામા આદિલ રિજવીના સુરજપોળ મ્યુઝિક સ્ટુડિયો પહોંચ્યા. અહીં તે પોતાના હવે પછીના ગીત માટે રિહર્સલ કરી રહી હતી. 'મેરા જૂતા હૈ જાપાની' ગીત અંગે અલિજેહ કવર સોંગ રેકોર્ડ કરશે. માટે તેણે ગીતના શબ્દો જેવો જ ડ્રેસ પહેર્યો હતો. જેટલા સુંદર અંદાજથી તે ગીત ગાતી હતી એટલા જ સુંદર અંદાજથી તેણે પ્રશ્નના જવાબ આપ્યા.
અલિજેહે કાલી ભાષામાં કહ્યું મને ગાવાનો શોખ છે. હવે પછીનું ગીત ક્યારે આવશે તેવા પ્રશ્ન અંગે થોડો વિચાર કરીને કહ્યું કે એક દિવસમાં. હકીકતમાં અલિજેહે પોતાનું પહેલું ગીત 'મેરા દિલ'એક જ દિવસમાં રેકોર્ડ કર્યું હતું.
અલિજેહ કહે છે કે મને 'બચપન કા પ્યાર' અને 'નાની તેરી મોરની કો મોર લે ગયા' ગીત ખુબ પસંદ છે. અલિજેહે આ ગીત ગાઈને સંભળાવ્યું. અત્યારે તે મામાના ગીટારને વગાડવાનું શીખી રહી છે. કોરોનાને લીધે શાળા બંધ છે તો તે સવારથી જ સ્ટુડિયોમાં આવી જાય છે. સાંજ સુધી ગીતનું રિહર્સલ કરે છે.
તેનો જન્મ થયો ત્યારથી જ ઈન્સ્ટા ID તૈયાર કરી દીધુ હતું
આલિજેહના મામા આદિલે જણાવ્યું કે અલિજેહનો જન્મ થયો તે સમયે જ તેનું ઈન્સ્ટા આઈડી બનાવી લીધુ હતું. તેની ઉપર તે ફોટો અપલોડ કરતા હતા. અલિજેહનો અત્યાર સુધીમાં મોટાભાગનો સમય મામા સાથે જ પસાર થયો છે. મામાના સ્ટુડિયોમાં જ્યારે પણ ગીત રેકોર્ડ કરવામાં આવે છે ત્યારે અલિજેહ તે સાંભળે છે. આ જોઈને આદિલે તેને ગીત ગાતા શીખવવાની શરૂઆત કરી.
'મેરા દિલ પહાડો મેં' ગીત અગાઉ આદિલે જ ગાયું હતું. અલિજેહના શોખને જોઈ તેની પાસે ગીત રેકોર્ડ કરાવવામાં આવ્યું. તેના અવાજ અને અંદાજમાં ગીત ખૂબ જ પસંદ કરવામાં આવ્યું. આદિલ રિજવી કહે છે કે હવે 26 જાન્યુઆરીના રોજ અલિજેહનું ગીત 'મેરા જૂતા હૈ જાપાની' રિલીઝ થશે.
હંમેશા કહે છે કે ડોક્ટર બનીશ
અલિજેહની માતા અફરોજ રિજવી કહે છે કે દીકરી હંમેશા કહે છે કે તે મોટી થઈ ડોક્ટર બનશે. તેના મામા સાથે વધારે સમય વિતાવ્યો તો ગાવાનો શોખ થઈ ગયો. હવે તે ઘરે પણ વિવિધ પ્રકારના ગીત ગુનગુનાવે છે. અત્યારે શાળા બંધ છે માટે તે ઘરે જ અભ્યાસ કરે છે. તેના પિતા ઈરફાન કહે છે કે અભ્યાસની સાથે સાથે બાળક જે પણ કરવા ઈચ્છે છે તે કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.