તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ મુદ્દે AMUમાં ઘર્ષણ:વાઇસ-ચાન્સેલરે શોક વ્યક્ત કર્યો તો કેમ્પસમાં વિવાદાસ્પદ પોસ્ટર લગાવાયાં, લખ્યું- કલ્યાણ બાબરી મસ્જિદના આરોપી હતા

23 દિવસ પહેલા

પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નિધન પછી તેમને શ્રદ્ધાંજલિ આપવાને લઈને ઉત્તરપ્રદેશમાં વિરોધ ચાલુ છે. આનો તાજો કિસ્સો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સાથે જોડાયેલો છે. અહીંના વાઈસ- ચાન્સેલર તારિક મન્સૂરે કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો, પરંતુ વિદ્યાર્થીઓના નામથી યુનિવર્સિટી કેમ્પસમાં ઘણી જગ્યાઓમાં પોસ્ટર લગાવાયાં છે. એમાં વીસી તરફથી પૂર્વ સીએમના નિધન પર સંવેદના વ્યક્ત કરવા પર એને ખોટું ગણાવી એનો વિરોધ કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટી કેમ્પસમાં લગાવવામાં આવેલાં આ પોસ્ટર્સમાં વીસીની શોક સંવેદનાને શરમજનક ગણવામાં આવી છે. જોકે AMU પ્રશાસને આ પોસ્ટર્સને તાત્કાલિક હટાવી દીધાં છે. આને તોફાની તત્ત્વોનાં કરતૂત ગણાવ્યાં છે.

યુનિવર્સિટીમાં જગ્યા-જગ્યાએ આ પ્રમાણેનાં પોસ્ટરો લગાવાયાં છે.
યુનિવર્સિટીમાં જગ્યા-જગ્યાએ આ પ્રમાણેનાં પોસ્ટરો લગાવાયાં છે.

પોસ્ટરમાં લખ્યું....આ AMUની સંસ્કૃતિની વિરુદ્ધ
પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો, જે ધાર્મિક ભાવનાઓને નુકસાન પહોંચાડી રહ્યો છે. એ માત્ર શરમજનક જ નહીં, પરંતુ AMUની પરંપરા અને સંસ્કૃતિની વિરુદ્ધ પણ છે. કલ્યાણ સિંહ બાબરી મસ્જિદને તોડી પાડવામાં માત્ર ગુનેગાર જ ન હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન કર્યું હતું. કુલપતિની સંવેદનાથી AMUને દુઃખ થયું છે. કુલપતિએ દુઃખ વ્યક્ત કરીને અલી બિરાદરોનું અપમાન કર્યું છે. અલીગઢ, આંદોલન ન્યાય અને નિષ્પક્ષમાં માને છે.

પૂર્વ સીએમના કાર્યકાળમાં બાબરી મસ્જિદ તોડવામાં આવી હતી
પૂર્વ સીએમ કલ્યાણ સિંહની ઓળખાણ એક હિન્દુવાદી નેતાના રૂપમાં રહી છે. પૂર્વ સીએમના કાર્યકાળમાં જ બાબરી મસ્જિદને તોડવામાં આવી હતી. આ કારણે મુસ્લિમ સમાજના લોકો તેમને બાબરી મસ્જિદના મુખ્ય આરોપી તરીકે ગણે છે અને તેમનો વિરોધ કરતા આવ્યા છે. એવામાં વીસીએ જ્યારે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો ત્યારે એનો વિરોધ થવા લાગ્યો.

AMUના વિદ્યાર્થીઓની આની સાથે કોઈ લેવા-દેવા નથી
યુનિવર્સિટીના પ્રોફેસર વસીમ અલીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસમાં મસ્જિદની આસપાસ કેટલીક જગ્યાઓમાં પોસ્ટર લગાવેલાં મળ્યાં હતાં, જેને હટાવી લેવામાં આવ્યાં છે. પ્રોક્ટરની ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે કે કોઈપણ શંકાસ્પદ વ્યકિત દેખાય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તેમણે ઉમેર્યું હતું કે આમાં કોઈપણ વિદ્યાર્થીનો હાથ નથી, આ બહારનાં અસામાજિક તત્ત્વોનું કામ છે, જેમને શોધીને પોલીસના હવાલે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...