તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Sight Of 80 People's Eyes Was Gone; CMO's Claim 10 To 12 Such People Are Alive And Have No Idea Who Died

અલીગઢમાં ઝેરી શરાબનો કહેર:80 લોકોની આંખોની દૃષ્ટિ જતી રહી; CMOનો દાવો- આવા 10થી 12 લોકો જીવતા છે અને જે મૃત્યુ પામ્યા તેમના વિશે ખ્યાલ નથી

અલીગઢ20 દિવસ પહેલાલેખક: હિમાંશુ મિશ્રા
  • કૉપી લિંક
  • મિથાઇલ અલ્કોહોલ પીવો એ સૌથી ખતરનાક છેઃ ડો.બી. એલ. શેરવાલ

અલીગઢમાં ઝેરી શરાબ પીવાથી અત્યારસુધીમાં 95 લોકોનાં મૃત્યુ થયા છે. આ દરમિયાન આ કાંડમાં નવો ઘટસ્ફોટ થયો છે. અલીગઢના મલખાન સિંહ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને જેએન મેડિકલ કોલેજના ડોક્ટરે નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે ઝેરી શરાબ પીવાથી થોડા જ કલાકોમાં લગભગ 80 લોકોની આંખોની દૃષ્ટિ જતી રહી હતી. તેમાંથી મોટા ભાગના લોકોનાં મૃત્યુ થયાં છે.

CMO ડો.બી. પી. સિંહે પણ શરાબ પીવાથી ઘણા લોકોની દૃષ્ટિ જતી રહી હોવાની વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે એવા 10-12 લોકો વિશે મને માહિતી છે, જેમની આંખો જતી રહી છે. જોકે તેમણે મૃત્યુ પામેલી વ્યક્તિઓ વિશે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો. CMO જે 10-12 લોકો વિશે વાત કરી રહ્યા છે તેઓ હાલ જીવિત છે, જ્યારે મૃત્યુ પામેલી વ્યક્તિઓ વિશે તેમણે સ્થિતિ સ્પષ્ટ કરી નથી. દૈનિક ભાસ્કરે જ્યારે મૃત્યુ પામનારાઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટ વિશે પૂછ્યું તો તેમણે આ સવાલને ટાળી દીધો. તેમણે કહ્યું- આ વિશે હાલ સંપૂર્ણ માહિતી નથી.

આંખોની દૃષ્ટિ જતી રહે છે, લિવર ડેમેજ થવાનું નક્કી
રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, દિલ્હીના ડાયરેક્ટર ડો.બી. એલ. શેરવાલ જણાવે છે કે મિથાઈલ અલ્કોહોલ પીવો એ સૌથી ખતરનાક છે. એમાં માણસની આંખોની દૃષ્ટિ અને લિવર ડેમજ થવાનું નક્કી છે. એની સૌથી વધુ અસર આંખો અને મગજ પર પડે છે. એ સીધી રીતે લિવરને પણ પ્રભાવિત કરે છે. મિથાઈલ આલ્કોહલ પીવા પર મૃત્યુ થઈ જાય છે. જો આ વ્યક્તિ કોઈ રીતે બચી પણ જાય છે તો તેની આંખો જવાનું નક્કી છે.

ડો.શેરવાલના જણાવ્યા મુજબ, લિવર ડિટોક્સિફાઈ કરવાનું કામ કરે છે. ત્યાં પર ડિહાઇડ્રોજનેટ એન્જાઈમ થાય છે. આલ્કોહોલ વધુ માત્રામાં પહોંચવા પર લિવર ડિટોક્સિફાઈ કરી શકતું નથી. આ કારણે મિથાઈલ આલ્કોહલ સીધી રીતે અંગોને પ્રભાવિત કરે છે. ચિંતાજનક વાત એ પણ છે કે મિથાઈલ આલ્કોહાલને લિવર ફોર્મિક એસિડ અને ફૉર્મલડિહાઈડમાં રૂપાંતરિત કરી નાખે છે.

શરાબના સ્ટોરેજમાં તાપમાન પણ જરૂરી
ડો.શેરવાલ કહે છે, ઈંગ્લિશ અને દેશી દારૂના સરકારી ઠેકાઓ પર જે દારૂ હોય છે એને ખાસ તાપમાને ડિસ્ટિલ્ડ કરવામાં આવે છે, જેથી તેમાં માત્ર ઈથાઈલ આલ્કોહોલ આવે. બાકીનો જે કાચો દારૂ કે ઝેરી શરાબ છે એમાં કોઈ નક્કી તાપમાન હોતું નથી. આ કારણે એમાં મિથાઈલ, ઈથાલઈલ, પ્રોપાઈલ તમામ આલ્કોહોલ આવી જાય છે.

માત્ર 15 ML આલ્કોહોલથી જઈ શકે છે જીવ
સ્વરૂપરાની નેહરુ હોસ્પિટલ, પ્રયાગરાજના ડો.સંતોષ સિંહ જણાવે છે કે મિથાઈલ આલ્કોહોલ જો કોઈના શરીરમાં માત્ર 15MLથી 500 ML સુધી જાય છે તો તેનું મૃત્યુ થઈ શકે છે. ડો.સંતોષના જણાવ્યા મુજબ, મિથાઈલ આલ્કોહોલ શરીરમાં જઈને ફૉર્મલડિહાઈડમાં રૂપાંતરિત થઈ જાય છે. એ મિથાઈલની સરખામણીએ વધુ તેજ પોઈઝન હોય છે. એને ફોર્મેલિન નામથી કમર્શિયલ યુઝમાં લેવામાં આવે છે. આ લિવરનું ડિટોક્સિફિકેશન કરવાની રીત છે.

અત્યારસુધીમાં 33ની ધરપકડ, એક્સાઈઝ અધિકારી સહિત 8 અધિકારી સસ્પેન્ડ
પોલીસે આ મામલામાં અત્યારસુધીમાં 33 લોકોની ધરપકડ કરી છે. આ મામલામાં એક્સાઈઝ અધિકારી પી. ગુરુ પ્રસાદ સહિત 8 અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. એમાં આગ્રા ઝોનના રવિ શંકર પાઠક, અલીગઢ મંડળના ઓપી સિંહ, CO ગભાના કર્મવીર સિંહ સામેલ છે. આ સિવાય જિલ્લા અધિકારી ધીર શર્મા, એક્સાઈઝ નિરીક્ષક રાજેશ યાદવ, કોન્સ્ટેબલ અશોક કુમાર, નિરીક્ષક ચંદ્રપ્રકાશ યાદવ, ઈન્સ્પેક્ટર લોધા અભય કુમાર શર્મા અને રામરાજ રાનાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.