તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Akhilesh Yadav U Turn Regarding Vaccine: SP Chief Akhilesh Yadav Said That He Will Also Get The Vaccine Of India Government

અખિલેશના સુર બદલાયા ​​​​​​​:કહ્યું- ભારત સરકારની વેક્સિન તો હું પણ લઈશ, અમે તો BJPની વેક્સિનના વિરોધમાં હતા

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કોરોના વેક્સિન વિશે તેના સુર બદલ્યા છે. તેમણે મંગળવારે કહ્યું છે કે, તેઓ ભાજપની વેક્સિનના વિરોધમાં હતા, પરંતુ ભારત સરકારની વેક્સિન તો તેઓ પણ લેશે. તેઓ લોકોને વેક્સિન લેવા માટે પ્રેરણા પણ આપશે. અખિલેશે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું છે કે, જનઆક્રોશને ધ્યાનમાં રાખીને અંતે સરકારે કોરોના વેક્સિનની રાજનીતિની જગ્યાએ એવી જાહેરાત કરી દીધી છે કે, હવે તેઓ જ વેક્સિન આપશે.

ગઈ કાલે મુલાયમ સિંહે લીધી હતી વેક્સિન, અખિલેશ થયા હતા ટ્રોલ
આ પહેલાં સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવે સોમવારે ગુડગાંવની મેંદાતા હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. વેક્સિન લેતા 82 વર્ષના મુલાયમ સિંહની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અખિલેશ ટ્રોલ થવા લાગ્યા હતા.
BJP પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે મુલાયમ સિંહની તસવીર શેર કરતાં લખ્યું હતું કે, એક સારો મેસેજ...આશા રાખુ છું કે સપાના કાર્યકર્તા અને તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ તેમની પાર્ટીના સંસ્થાપકથી પ્રેરણા લેશે.

મુલાયમ સિંહ યાદવે 7 જૂનના રોજ વેક્સિન લીધી હતી
મુલાયમ સિંહ યાદવે 7 જૂનના રોજ વેક્સિન લીધી હતી

જાન્યુઆરીમાં કહ્યું હતું- ભાજપની વેક્સિન નહીં લઉ
અખિલેશ યાદવે 2 જાન્યુઆરીએ જ્યારે ભારતમાં વેક્સિનેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેના વિરુદ્ધનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ભાજપની વેક્સિન છે, તેથી તેના પર વિશ્વાસ ના કરી શકાય. તેથી હુ અત્યારે વેક્સિન નહીં લઉ. અમારી સરકાર બનશે ત્યારે બધાને ફ્રીમાં વેક્સિન મળશે.
ત્યારપછી ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ તેમના નિવેદનને ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોનું અપમાન ગણાવીને અખિલેશે માફી માંગવી જોઈએ તેવી માંગણી કરી હતી. અખિલેશના નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો થયો હતો.

સપાની માંગણી માનવા મજબૂર થઈ કેન્દ્ર સરકાર
સપા પ્રવક્તા એમએલસી સુનીલ સાજને કહ્યું ચે કે, દેશમાં વેક્સિન વિશેના જનઆક્રોશ પછી અંતે ભાજપ સરકારે તે નિર્ણય લેવોજ પડ્યો જે સમાજવાદી પાર્ટી કહેતી હતી. સમાજવાદી પાર્ટી હંમેશા કહેતી હતી કે વેક્સિન ફ્રીમાં હોવી જોઈએ. અમે એવું પણ કહ્યું હતું કે, 2022માં સપા સરકાર આવતા જ બધાને ફ્રિમાં વેક્સિન આપવામાં આવશે. ભાજપ સતત વેક્સિન પર રાજકારણ કરી રહી છે. સપા તે બીજેપી વેક્સિનના વિરોધમાં હતી, દેશની વેક્સિનના વિરોધમાં નહતી. અમારા નેતાએ સ્પષ્ટ કહ્યું છે કે, અમે ભારતની વેક્સિન લઈશું.

ભાજપ પ્રવક્તા- અખિલેશજી માફી માંગી લો, નહીં તો રોજ જુઠ્ઠું બોલવું પડશે
બીજી બાજુ ભાજપના પ્રવક્તા મનીષ શુક્લાએ કહ્યું છે કે, એક જુઠ્ઠાણું છુપાવવા માટે અનેક જુઠ્ઠાણા ચલાવવા પડે છે. હજી પણ સમય છે, વેક્સિન વિશે આપેલું નિવેદન વિશે માફી માંગી લો, નહીં તો રોજ એક નવું ખોટું નિવેદન આપવું પડશે.

યુપીના ડેપ્યૂટી સીએમએ અખિલેશ પર કર્યા પ્રહાર
મુલાયમ સિંહ યાદવે વેક્સિન લેતા યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ વેક્સિન લેતા સમયની તસવીર ટ્વિટ કરીને અખિલેશ યાદવ સામે પ્રહાર કર્યા છે. કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વિટ કરીને સ્વદેશી વેક્સિન લેવા માટે મુલાયમ સિંહનો આભાર માન્યો છે. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, તમે વેક્સિન લીધી તે એ વાતની ગેરંટી છે કે, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ તરફથી વેક્સિન વિશે અફવા ફેલાવામાં આવી હતી. કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું છે કે, આ માટે અખિલેશે માફી માંગવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...