તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Akhilesh Yadav, Stopped From Joining ‘Kisan Yatra’, Detained Outside His Lucknow House

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સપા પ્રમુખની અટકાયત:કન્નૌજ જઈ રહેલા અખિલેશ યાદવની પોલીસે અટકાયત કરી, ગાડીઓ પણ જપ્ત કરી

લખનઉ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કૃષિ કાયદા વિરુદ્ધ લખનઉમાં જંગ ચાલી રહી છે. ખેડૂતયાત્રાની શરૂઆત કરવા માટે કન્નૌજ જઈ રહેલા સમાજવાદીના પ્રમુખ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની અટકાયત કરી લેવાઈ છે. તંત્રએ પહેલા લખનઉમાં તેમના ઘરની બહાર બેરિકેડિંગ કરી હતી, ત્યાર પછી અખિલેશ થોડીક બાજુમાં જ ધરણાં પર બેસી ગયા હતા, પણ હવે તેમની અટકાયત કરી લેવાઈ છે. અખિલેશનો આરોપ છે કે તંત્રએ તેમની ગાડીઓને જપ્ત કરી લીધી છે. અખિલેશ યાદવને કસ્ટડીમાં લઈને તેમને ઈકો ગાર્ડન મોકલવામાં આવી રહ્યા છે, જ્યાં તેમને કસ્ટડીમાં રાખવામાં આવશે.

પગપાળા રવાના થયા પછી ધરણાં પર બેઠા હતા
તમામ વિરોધ છતાં અખિલેશ યાદવ કન્નૌજ માટે પગપાળા જ રવાના થઈ રહ્યા છે અને રસ્તા પર જ ધરણાં પર બેસી ગયા છે. અખિલેશ યાદવે કહ્યું હતું કે જો ખેડૂતો માટે બનાવાયેલા કાયદાથી જ ખેડૂત ખુશ નથી તો પછી સરકારે એને પાછા લઈ લેવા જોઈએ. ખેડૂતોનો અવાજ સરકાર સાંભળતી નથી. અખિલેશ યાદવે વધુમાં કહ્યું હતું કે હું કન્નૌજ જઈ રહ્યો છું, ગાડી અટકાવી દેવાઈ છે, પણ જ્યાં સુધી બની શકશે હું પગપાળા જ જઈશ. સરકારે ખેડૂતોની બમણી આવકનો વાયદો કર્યો હતો, પણ આજે ખેડૂતોને બરબાદ કરનારો કાયદો લાવવામાં આવ્યો છે.

નજરબંધી પર નિશાન
અખિલેશ યાદવે આ મુદ્દા પર ટોણો મારતાં શાયરી ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું, અખિલેશે ટ્વીટ કર્યું છે કે જહાં તક જાતી નજર વહાં તક લોક મેરે ખિલાફ હૈ, એ જુલ્મી હારિમ તૂ કિસ-કિસ કો નજરબંધ કરેગા.

પોલીસે ઘરની બહાર બેરિકેડિંગ કરી હતી
તમને જણાવી દઈએ કે અખિલેશ યાદવને સોમવારે કન્નૌજ જવાનું હતું, જ્યાં તેમને સમાજવાદી પાર્ટી દ્વારા બોલાવવામાં આવેલી ખેડૂતયાત્રાની શરૂઆત કરવાની હતી, પણ સોમવારે સવારે જ લખનઉમાં વિક્રમાદિત્ય માર્ગ પર સપા ઓફિસથી માંડી અખિલેશ યાદવના ઘર સુધી પોલીસ તહેનાત કરી દેવાઈ અને બેરિકેડિંગ કરી દેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો