• Gujarati News
  • National
  • Akhilesh Yadav Announces Not To Contest Elections, SP Spokesperson Said Nothing Is Decided Yet

યુપી ઈલેક્શન 2022:અખિલેશ યાદવે કરી ચૂંટણી ન લડવાની જાહેરાત, સપા પ્રવક્તાએ કહ્યું- હજી કઈ નક્કી નથી

લખનઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે તે ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી લડશે નહિ. જોકે પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ અખિલેશના આ નિવેદનનું ખંડન કર્યું છે. રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે અખિલેશ ચૂંટણી લડશે કે નહિ, તે હજી નક્કી થયું નથી. અખિલેશ યાદવના વિધાનસભા ચૂંટણી ન લડવાના નિવેદન પછી પાર્ટીના મુખ્ય પ્રવકતા રાજેન્દ્ર ચૌધરીએ આ વાતને ભ્રામક ગણાવી. તેમણે કહ્યું કે હાલ તો કોઈ બેઠક થઈ નથી. આ સિવાય એ વાત પણ નક્કી નથી કે કોણ ચૂંટણી લડશે. એવામાં એ કઈ રીતે નક્કી થઈ ગયું કે તે ચૂંટણી લડશે કે નહિ. અખિલેશ યાદવ આ વખતે ચૂંટણી લડશે કે નહિ, એ વાત પાર્ટી હજી નક્કી કરશે.

ઉલ્લેખનીય છે કે અખિલેશે એક એજન્સી સાથે વાત કરતા શિવપાલ સિંહ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના ગઠબંધન પર કહ્યું કે પ્રસપા સાથે ગઠબંધનમાં કોઈ મુશ્કેલી નથી. તેમને તેનુ સન્માન મળશે. આઝમગઢથી સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે તે નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરી રહ્યાં છે. તેમણે એ પણ કહ્યું કે ચૂંટણી માટે તેમની પાર્ટી અને રાષ્ટ્રીય લોક દળ(રાલોદ)ની વચ્ચે ગઠબંધન પછી સીટોને લઈને વાતચીત અંતિમ તબક્કામાં છે.

રથયાત્રા કાઢી રહ્યાં છે અખિલેશ યાદવ અખિલેશ યાદવ હાલ સમાજવાદી વિજય રથ યાત્રા પર છે. તેમના નિશાન પર મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ જ છે. રવિવારે હરિદોઈમાં જનસભા દરમિયાન તેમણે ભાજપ અને કોંગ્રેસ પર હુમલો કર્યો. તેમણે ભાજપ અને કોંગ્રેસને એક જેવા કહ્યાં. અખિલેશે કહ્યું કે ઈડી અને સીબીઆઈ તપાસ કરાવવાની આદત કોંગ્રેસની રહી છે અને તે રસ્તા પર ભાજપ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...