તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Akhilesh Announces On Diwali No Longer Affiliated With Any Big Party; If The Government Is Formed, Shivpal Will Become A Minister

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2022માં કાકા-ભત્રીજા સાથે હશે:અખિલેશે કહ્યું, ‘કોઈપણ મોટા પક્ષ સાથે જોડાણ નહીં’, કાકા શિવપાલસિંહ સાથે સમજૂતી કરી

ઇટાવા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
દિવાળીના અવસરે અખિલેશ યાદવ સૈફઈ પહોંચ્યા. તેમણે સિવિલ લાઇન પર તેમના નિવાસ સ્થાને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. - Divya Bhaskar
દિવાળીના અવસરે અખિલેશ યાદવ સૈફઈ પહોંચ્યા. તેમણે સિવિલ લાઇન પર તેમના નિવાસ સ્થાને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું છે કે 2022ની ચૂંટણીમાં તેમનો પક્ષ કોઈ મોટા પક્ષ સાથે જોડાણ નહીં કરે. માત્ર નાના-નાના પક્ષ સાથે સમજૂતી કરશે. પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહીયા સાથે સમજૂતી કરાશે અને જો સરકાર રચાશે તો તેના નેતા અને તેમના કાકા શિવપાલસિંહને કેબિનેટ મંત્રી બનાવાશે. જશવંતનગર વિધાનસભાની બેઠક પણ તેમના માટે છોડી દેવાશે.

ભાજપે લોકો સાથે છેતરપિંડી કરીઃ અખિલેશ
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે અને 2019ની લોકસભા ચૂંટણીમાં બસપા સાથે સમજૂતી કરવા છતાં સમાજવાદી પક્ષને સફળતા મળી નહોતી. આથી અખિલેશ યાદવે પોતાના કાકા શિવપાલ યાદવને સાથે લેવાનું નક્કી કર્યું છે. અખિલેશે તાજેતરની બિહાર વિધાનસભા ચૂંટણી અંગે કહ્યું કે ભાજપે લોકો સાથે છેતરપિંડી કરી છે. લોકશાહીમાં આવું ક્યારેય થયું નથી. મહાગઠબંધનને અપ્રમાણિકતાથી હરાવવામાં આવ્યું છે. પેટાચૂંટણીમાં હાર માટે તેમણે રાજ્યના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.

બિહારમાં ભાજપે બેઇમાનીથી મહાગઠબંધનને પરાજિત કર્યું
તાજેતરના બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો ઉપર પણ અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી હતી. કહ્યું કે, લોકશાહીમાં કોઈની સાથે એટલી છેતરપિંડી
નથી થઇ જેટલી ભાજપે ત્યાંના લોકો સાથે કરી છે. અખિલેશે એનડીએ પર મોટો આરોપ લગાવ્યો છે કે, મહાગઠબંધન અપ્રમાણિક રીતે પરાજિત થઈ ગયું છે. 2022માં સપાની વ્યૂહરચના શું હશે? અખિલેશે આ સવાલનો જવાબ થોડી હળવી રીતે આપ્યો. તેમણે કહ્યું કે અમે આનો ખુલાસો નહીં કરીએ નહિતર તેઓ (ભાજપ)ને ખબર પડી જશે.

પેટાચૂંટણીમાં હાર માટે અધિકારીઓને દોષી ગણાવ્યા
તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભા પેટા-ચૂંટણીઓની સાત બેઠકોમાંથી સપાએ મલ્હાનીની એક બેઠક જીતી. જ્યારે બાકીની બેઠકો પર હારનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે અખિલેશે કહ્યું, 'જ્યારે ચૂંટણી જિલ્લાના ડીએમ, એસપી, સીઓ અને સૈનિકો લડશે, ત્યારે કોણ જીતશે? ક્યાં ભાજપ ચૂંટણી લડી રહી નથી? તેમની સરકારના તમામ અધિકારીઓ ચૂંટણી લડી રહ્યા છે.

બસપા અને કોંગ્રેસના ઘણા નેતાઓ સપામાં જોડાયા હતા
ખરેખર, અખિલેશ યાદવ દિવાળીની ઉજવણી માટે સૈફઈ પહોંચ્યા છે. અહીંના સિવિલ લાઇન નિવાસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બસપાના ત્રણ પૂર્વ જિલ્લા પ્રમુખ લખનસિંહ જાટવ, જીતેન્દ્ર દોહરા, રાઘવેન્દ્ર ગૌતમ સહિતના ઘણા લોકોને પક્ષના સભ્યપદ મળ્યા હતા.

અખિલેશે કહ્યું કે, ઇટાવામાં જે વિકાસ થયો છે, સપાએ કરાવ્યો છે. ભાજપાનો અહીં કોઈ વિકાસ દેખાઈ રહ્યો નથી. લાયન સફારી અને નવીન ઝેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અખિલેશે કહ્યું કે. વિકાસ ભવનમાં બ્લેક ગ્રેનાઈટને ગેટ બનાવવામાં આવ્યો છે, અહીં જ તેમનો વિકાસ દેખાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો