• Gujarati News
  • National
  • Akali Dal To Contest Elections With BSP After 25 Years, Seat Sharing Formula Decided

પંજાબમાં ચૂંટણી પહેલાં બદલાયા સમીકરણ:અકાલી દળ 25 વર્ષ પછી BSPની સાથે મળીને ચૂંટણી લડશે, સીટ શેરિંગની ફોર્મુલા પણ નક્કી

4 મહિનો પહેલા

પંજાબમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે તે પહેલાં રાજકીય સમીકરણો બદલાવવાના શરૂ થઈ ગયા છે. કિસાન આંદોલનના મુદ્દે ભાજપથી અલગ થયેલા શિરોમણી અકાલી દળે (SAD)એ 25 વર્ષ પછી ફરી એક વખત બહુજન સમાજ પાર્ટી (BSP)ની સાથે આવવાની જાહેરાત કરી છે. સાથે જ સીટ શેરિંગની ફોર્મુલા પણ નક્કી કરી લીધી છે.

ચંદીગઢમાં અકાલી દળના મુખ્યાલયમાં પાર્ટી અધ્યક્ષ સુખબીરસિંહ બાદલ અને BSPના નેતા સતીષ મિશ્રાએ સાથે હોવાની જાહેરાત કરી છે. આ દરમિયાન બાદલે કહ્યું કે બંને પક્ષના વિચાર એક જેવા જ છે. બંને કિસાન, મજૂર અને ગરીબોની વાત સાંભળે છે. બાદલે કહ્યું કે આવનારા સમયમાં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં બંને પાર્ટી મળીને સારૂ પ્રદર્શન કરશે.

શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલ અને BSPના નેતા સતીશ મિશ્રાએ પંજાબમાં મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી. રાજ્યમાં આવતા વર્ષે ચૂંટણી યોજાવવાની છે.
શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલ અને BSPના નેતા સતીશ મિશ્રાએ પંજાબમાં મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી. રાજ્યમાં આવતા વર્ષે ચૂંટણી યોજાવવાની છે.

20 સીટ પર ચૂંટણી લડશે BSP
અકાલી દળે BSP માટે 20 સીટ છોડવાની જાહેરાત કરી છે. BSP માઝામાં 5, દોઆબામાં 8 અને માલવા વિસ્તારમાં 7 સીટ પર પોતાના ઉમેદવાર ઉતારશે. આ ઉપરાંત વધેલી અન્ય સીટ પર અકાલી દળ પોતાના ઉમેદવાર ઉતારશે. પંજાબ વિધાનસભામાં કુલ 117 સીટ છે.

આ પહેલાં બંને પક્ષોએ 1996ની વિધાનસભા ચૂંટણીમાં એક સાથે ચૂંટણી લડી હતી. પરંતુ આ ગઠબંધન એક જ વર્ષ ચાલ્યું અને અકાલી દળ 1997માં ભાજપની સાથે આવી ગયું હતું.

બંને પક્ષો સાથે આવશે તેવા સંકેત પહેલેથી જ હતા
બાદલે એવી જાહેરાત પહેલાં જ કરી દીધી હતી કે તેઓ આ વખતે ડેપ્યુટી CMનું પદ SC કેટેગરીના સભ્યને આપશે. તે સમયે જ સંકેત મળી ગયા હતા કે રાજ્યમાં અકાલી દળ અને BSP ફરી એક વખત એક સાથે આવી શકે છે.