• Gujarati News
  • National
  • Akali Dal Protest Against Farm Laws In New Delhi On One Year Anniversary Of Farm Laws

કૃષિ કાયદાને એક વર્ષ પૂર્ણ:PMના બર્થ-ડે પર અકાળીદળ ઉજવશે બ્લેક ફ્રાઈડે, સંસદ સુધી માર્ચ કાઢવાની તૈયારી, પોલીસે દિલ્હી-હરિયાણા બોર્ડર પર રોક્યા

એક મહિનો પહેલા

કૃષિ કાયદાના વિરોધમાં શિરોમણી અકાળી દળ આજે દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. પ્રદર્શનકારી ગુરુદ્વારા રકાબગંડ સાહિબથી સંસદ સુધી માર્ચ કાઢવા માંગે છે. તેમને રોકવા માટે પોલીસે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સવારે આગળ વધતા લોકો ઉપર બળ પ્રયોગ પણ કરવામાં આવ્યો છે.

પ્રદર્શનમાં ભાગ લેવા જતા અકાળી કાર્યકર્તાઓને દિલ્હી પોલીસે ઝાડોદા બોર્ડર પર રોક્યા હતા. પંજાબના નંબર વાળી દરેક ગાડીઓને પરત મોકલવામાં આવી છે. કાર્યકર્તાઓએ તેનો વિરોધ કર્યો હતો પરંતુ પોલીસ અને CRPFએ તેમને બળપૂર્વક રોકી દીધા છે. ત્યારપછી આ કાર્યકર્તાઓ બોર્ડર તરફ પરત ફર્યા હતા. પોલીસનું કહેવું છે કે, કોવિડ નિયમોના કારણે આ માર્ચને મંજૂરી આપવામાં આવી નથી.

અકાળી દળ આજે કૃષિ બિલના વિરોધમાં બ્લેક ફ્રાઈડે મનાવી રહી છે. અકાળી દળ પ્રમુખ સુખબીર સિંહ બાદલ અને હરસિમરત કૌર બાદલે મંગળવારે લોકોને આ પ્રદર્શનમાં સામેલ થવા માટે અપીલ કરી હતી. હરસિમરત કૌરે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, પોલીસે દિલ્હીમાં એન્ટ્રી માટેના દરેક પોઈન્ટ બંધ કરી દીધા છે અને અમુક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ જાહેર કર્યા વગરની ઈમરજન્સી છે.

કૃષિ કાયદાના કારણે ટૂટી ગયું ગઠબંધન
કૃષિ બિલનો વિપક્ષની સાથે ડ NDAમાં સામેલ અકાળી દળે પણ વિરોધ કર્યો હતો. પરિણામ એ આવ્યું કે, હરસિમરત કૌરે કેન્દ્રમાં મંત્રી પદથી રાજીનામું આપ્યું. તેની સાથે જ બંને પક્ષનું 24 વર્ષ જૂનું ગઠબંધન ટૂટી ગયું. જોકે જ્યારે બિલ પાસ થયા ત્યારે અકાળી દળે તેનું સમર્થન કર્યું હતું.

આપે અકાળી દળ પર કર્યા આકરા પ્રહાર
આમ આદમી પાર્ટીએ અકાળી દળના આ વિરોધ-પ્રદર્શન પર પ્રહાર કર્યા છે. આપના ધારાસભ્ય કુલતાર સિંહ સંધાવાએ રવિવારે કહ્યું હતું કે, જો હરસિમરત કૌર બાદલ બિલ પર સહિ ના કરતાં તો આજે બ્લેક દિવસ મનાવવાની જરૂર ના પડતી.

અન્ય સમાચારો પણ છે...