તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ajit Pawar Update; Maharashtra Deputy Chief Minister To Pay Rs Six Crore To Handle Social Media Account

મહામારીમાં પણ ઈમેજની ચિંતા વધારે:મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજીત પવારના સોશિયલ મીડિયા એકાઉન્ટને ખાનગી કંપની સંભાળશે, સરકારી તીજોરીમાંથી 6 કરોડ ખર્ચ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી દરમિયાન સૌથી વધારે ચિંતા ઓક્સિજન, રેમડેસિવર અને વેક્સિનની અછત વિશે છે. અત્યાર હાલની સ્થિતિ નિયંત્રણ બહાર છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં પણ સરકારને તેમની ઈમેજની ચિંતા વધારે છે. કદાચ એટલે જ વિભાગમાં પ્રોફેશન્લસ ઓછા હોવાની વાત કરીને ડેપ્યૂટી સીએમ અજીત પવારના સોશિયલ મીડિયા એકાઉન્ટ સંભાળવાની જવાબદારી પ્રાઈવેટ એજન્સીને આપવામાં આવી છે. જોકે હજી આ વિશે અજીત પવારે કોઈ જવાબ નથી આપ્યો.

સરકારનો આદેશ- સીએમ અને ડેપ્યૂટી સીએમ ઓફિસના મેસેજ એક ના થાય
અંગ્રેજી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્ર સરકારના સામાન્ય પ્રશાસન વિભાગ (GAD) તરફથી જાહેર કરવામાં આવેલા ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, આ કંપનીઓ ટ્વિટર, ફેસબુક, બ્લોગ, યુ-ટ્યૂબ, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ જોશે. જો જરૂર પડશે તો સૂચના અને જનસંપર્ક મહાનિર્દેશાલય (DGIPR) તે એજન્સીને વધારે પૈસા પણ પૂરા પાડશે, કે જે પહેલાં મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માટે કામ કરતી હતી.
GADને એવું પણ કહેવામાં આવ્યું છે કે, હવે તે પણ નક્કી કરવું પડશે કે મુખ્યમંત્રી કાર્યાલય અને ઉપમુખ્યમંત્રી કાર્યાલયથી સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા મેસેજ એક જ ના હોવા જોઈએ. કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્ર સરકારની DGIPR પાસે સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરનાર પ્રોફેશનલ્સ ઓછા છે. તેથી બહારની ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે.

1200 લોકોનો સ્ટાફ છે DGIPR પાસે, વાર્ષિક બજેટ 150 કરોડ
સરકારના આ નિર્ણયની નિંદા કરવામાં આવી રહી છે. અમુક સીનિયર અધિકારીઓનું કહેવું છે કે, આ નિર્ણય માત્ર અજીત પવારની ઈમેજ બિલ્ડિંગ માટે લેવામાં આવ્યો છે. એ પણ એ સમયે જ્યારે મહારાષ્ટ્રમાં સૂચના અને જનસંપર્ક વિભાગ (DGIPR) પાસે 1200 લોકોનો સ્ટાફ છે. વિભાગનું વાર્ષિક બજેટ અંદાજે રૂ. 150 કરોડ છે. DGIPR રાજ્યના દરેક મંત્રાલય, મંત્રી, સરકારી ઓફિસો સાથે જોડાયેલા સીનિયર લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરી રહ્યા છે.

CMOનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ જોવે છે પ્રાઈવેટ એજન્સી
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી કાર્યાલયે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને સંભાળવા માટે પહેલાં જ જુલાઈ 2020માં એક બહારની એજન્સી હાયર કરી હતી. એક સીનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે એજન્સીની નિમણૂક કરતી વખતે ઈ-ટેન્ડરિંગની પ્રક્રિયા અપનાવવામાં આવી હતી.

ભાજપે કહ્યું- વેક્સિન માટે પૈસા નથી, વાહવાહી માટે કરોડોનો ખર્ચ મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય પછી ભાજપ પ્રવક્તા રામ કદમે કહ્યું, મહાવિકાસ અદાડી સરકારના ઉપમુખ્યમંત્રી પોતાની વાહવાહી માટે 6 કરોડનો ખર્ચ કરવાના છે. આ સરકાર કહી રહી છે કે, તેમની પાસે વેક્સિન ખરીદવા માટે પૈસા નથી, પરંતુ હવે તે પોતાના વખાણ કરવા માટે કરોડોનો ખર્ચ કરી રહી છે. ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ કહ્યું છે કે, માત્ર ડેપ્યૂટી CM જ નહીં, છેલ્લા અમુક દિવસોથી બોલિવૂડ સેલેબ્સ પણ 2થી 3 લાખ રૂપિયા લઈને મહારાષ્ટ્ર સરકારની પ્રશંસા કરતી ટ્વિટ કરી રહ્યા છે. વિધાનસભામાં આ મુદ્દે બોલિવૂડ સેલેબ્સના નામ પુરાવા સાથે જવાણીશ. દરેક લોકો આદિત્ય ઠાકરેને એક હીરો તરીકે જોવા માંગે છે.

અન્ય સમાચારો પણ છે...