• Gujarati News
  • National
  • Ajit Doval; National Security Advisor Ajit Doval To IPS Trainees At Hyderabad Police Academy

NSA ડોભાલની ચેતવણી:યુદ્ધની રીત બદલાઈ ગઈ છે, હવે સમાજમાં ભાગલા પાડીને પણ દેશ તોડી શકાય છે

17 દિવસ પહેલા

રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર એટલે કે NSA અજીત ડોભાલે કહ્યું છે કે બદલાતા સમયમાં કોઈ પણ દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાની રીતો બદલાઈ ગઈ છે. યુદ્ધના નવા હથિયાર તરીકે સિવિલ સોસાયટી એટલે કે સમાજને નષ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ડોભાલે હૈદરાબાદમાં પ્રોબેશનરી IPS ઓફિસરોના દીક્ષાંત સમારોહમાં આ વાત કહી હતી.

ડોભાલે કહ્યું કે રાજનીતિક અને સૈનિક લક્ષ્ય હાસંલ કરવા માટે યુદ્ધ હવે વધુ અસરકારક નથી રહ્યું. હકીકતમાં યુદ્ધ ખૂબ જ મોંઘા હોય છે, દરેક દેશ તેને અફોર્ડ નથી કરી શકતો. તેના પરિણામો વિશે પણ હંમેશા અનિશ્ચિતતા રહે છે. તેવામાં સમાજને વેચીને અને ભ્રમ ફેલાવીને દેશને નુકશાન પહોંચાડવામાં આવી શકે છે.

લોકોને ટાર્ગેટ કરવા યુદ્ધનો નવો મોરચો
તેમણે કહ્યું વસતિ સૌથી મહત્વપૂર્ણ છે. તેથી યુદ્ધની ચોથી પેઢી તરીકે નવો મોરચો ખોલ્યો છે, જેનો ટાર્ગેટ સમાજ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન, ચીન, મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથેની આપણી સરહદની લંબાઈ 15,000 કિલોમીટર લાંબી છે. આ જગ્યાએ બોર્ડર મેનેજમેન્ટમાં પોલીસનો મોટી ભૂમિકા હોવી જોઈએ.

બોર્ડર મેનેજમેન્ટ પણ સંભાળશે પોલીસ ફોર્સ
તેમણે IPS ઓફિસરોને કહ્યું ભારતની અંદર 32 લાખ વર્ગ કિલોમીટર એરિયામાં કાયદા-વ્યવસ્થાના મેનેજમેન્ટની જવાબદારી પોલીસ ફોર્સની છે, પરંતુ હવે તે ભૂમિકા વધુ વધશે. આપણી 15,000 કિલોમીટર લાંબી સરહદ પર અલગ-અલગ સમસ્યાઓ છે. આગળ જઈને તમે આ દેશના બોર્ડર મેનેજમેન્ટ માટે પણ જવાબદાર હશો.

પંજાબે BSF અધિકારીઓનો વિરોધ કર્યો
પેટ્રોલિંગની સરહદો વધારવા પર ડોભાલની કમેન્ટ પંજાબ વિધાનસભાના પ્રસ્તાવના એક દિવસ પછી આવી છે. પંજાબ વિધાનસભાએ BSFની કાર્યવાહીનો દાયરો વધારવાના નિર્ણય વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...