• Gujarati News
  • National
  • Minister Arrives In Delhi, Pressure To Resign Increases After SIT Report; The Party Was Called

અજય મિશ્રા આજે હાઇકમાન્ડ સમક્ષ હાજર થશે:દિલ્હી પહોંચ્યા મંત્રી, SIT રિપોર્ટ પછી વધ્યું રાજીનામાનું દબાણ; BJPના સૂત્રોએ હાલ રાજીનામાની વાતને ઠુકરાવી

લખીમપુર ખીરીએક મહિનો પહેલા
  • રાહુલે ગાંધીએ આજે ફરી રાજીનામાની માંગ કરી છે
  • હોબાળાના પગલે લોકસભા અને રાજ્યસભા કાલે 11 વાગ્યા સુધી સ્થગિત

લખીમપુર હિંસા કેસમાં SITનો રિપોર્ટ આવ્યા પછી મીડિયા સાથે ખરાબ વ્યવહાર કરનારા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને ભાજપના હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા છે. તે ગઈકાલે રાતે દિલ્હી પહોંચ્યા હતા, જોકે મોડી રાત સુધી તે પોતાના નિવાસ સ્થાન નર્મદા એપાર્ટમેન્ટમાં ગયા નહોતા. તે આજે સવારે લગભગ 10 વાગ્યે સીધા જ પોતાની ઓફિસે પહોંચ્યા છે. રાજીનામાના દબાણની વચ્ચે બીજેપીના સૂત્રોનું કહેવું કે હાલ રાજીનામું લેવામાં આવશે નહિ. આ મામલે થયેલા હોબાળાના પગલે લોકસભા અને રાજ્યસભાને કાલે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

આજે ટેની હાઈકમાન્ડની સામે હાજર થશે. એમ કહેવાઈ રહ્યું છે કે હાઈકમાન્ડ તેમના ખરાબ વર્તનથી નારાજ છે. બીજી તરફ ટેનીના પુત્રએ લખીમપુર ખેડૂત હિંસામાં ષડયંત્ર રચ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેના પગલે પણ પાર્ટીની બદનામી થઈ છે. પાર્ટીની અંદર પણ મંત્રીના વ્યવહાર બાબતે નારાજગી છે.

લોકસભા કાલે 11 વાગ્યા સુધી સ્થગિત
મંત્રીને સસ્પેન્ડ કરવાને લઈને લોકસભામાં બુધવાર પછી ગુરુવારે પણ હોબાળો થયો હતો. વિપક્ષે એક થઈને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ઉર્ફે ટેનીનું રાજીનામું માંગ્યું છે. હોબાળાને પગલે લોકસભાને શુક્રવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી છે. રાહુલ ગાંધી અને ઘણા અન્ય સાંસંદે લખીમપુર હિંસા મામલા પર ચર્ચા માટે લોકસભામાં નોટિસ આપીને ટેનીના રાજીનામાની માંગ કરી હતી. જોકે સ્પીકરે તમામ નોટિસોને ફગાવી દીધી હતી. રાહુલે જ્યારે પ્રશ્નકાળમાં ખીરી હિંસા મામલા અંગે બોલવાનું શરૂ કર્યું તો સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળના ફોરમેટ મુજબ વ્યવહાર કરવા જણાવ્યું હતું.

પત્રકારો સાથે કર્યું હતું ખરાબ વર્તન
બુધવારે લખીમપુર ખીરીમાં મંત્રી અજય મિશ્રના પુત્ર આશિષ પર SITનો તપાસ રિપોર્ટ આવ્યા પછી વધારવામાં આવેલી કલમો પર પૂછવામાં આવેલા સવાલ પર તેઓ ભડક્યા હતા. તેમણે એક પત્રકારને ધક્કો માર્યો અને ગાળો પણ આપી હતી. મંત્રીના આ વર્તનની સોશિયલ મીડિયા પર ખૂબ જ નિંદા કરવામાં આવી હતી. બાદમાં ભાજપ હાઈકમાન્ડે અજય મિશ્રાને દિલ્હી બોલાવ્યા હતા.

રાહુલ ગાંધીનો પ્રસ્તાવ નામંજૂર
બુધવારે સંસદમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે SITનો રિપોર્ટ આવ્યા પછી અમે આ મામલાને સંસદમાં ઉઠાવવા માગીએ છીએ. તેમણે કહ્યું હતું કે આ અંગે સંસદમાં તો ચર્ચા થવી જ જોઈએ, જોકે પરવાનગી મળતી જ નથી. મંત્રી અજય મિશ્રા ટેનીનું રાજીનામું તો લેવું જ જોઈએ.

હત્યાની કલમો વધારવાની અપીલ કરી
લખીમપુરકાંડના 70 દિવસ પછી કેસની તપાસ કરી રહેલી ટીમનું માનવું છે કે 3 ઓક્ટોબરે થયેલો લોહિયાળ જંગ માત્ર દુર્ઘટના નહોતી, જોકે આ હત્યાનું સમજીવિચારીને કરવામાં આવેલું ષડયંત્ર હતું. 70 દિવસ પછી સોમવારે તપાસ ટીમની તરફથી CJM કોર્ટમાં હાજર થયેલા મુખ્ય વકીલ વિદ્યારામ દીવાકરે કોર્ટમાં અરજી દાખલ કરીને મુખ્ય આરોપી આશિષ મિશ્ર સહિત તમામ 13 આરોપી પરથી દુર્ઘટનાની કલમો હટાવવા અને હત્યાની કોશિશ સહિત અન્ય ધારાઓ વધારવાની અપીલ કરી હતી. આ અંગે કોર્ટે તમામ 13 આરોપીને મંગળવારે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતુું.

બચાવ પક્ષની દલીલ કોર્ટે ફગાવી
બચાવ પક્ષના વકીલ અવધેશ સિંહે દલીલ કરતાં કહ્યું છે કે ઘટના દરમિયાન હથિયાર માત્ર બે લોકો પાસેથી જ મળ્યાં હતા. તમામ આરોપીઓની વિરુદ્ધ 3/25(30) આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ ન ચલાવી શકાય. જોકે આ દલીલને કોર્ટે ફગાવી દીધી હતી અને તપાસ અધિકારીની અરજીને યોગ્ય ગણીને તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

શું માનવું છે બીજેપીનું
લખીમપુર ખીરી મામલા પર SITનો રિપોર્ટ આવ્યા પછી વિપક્ષો સરકાર પર પ્રહાર કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની પાસેથી રાજીનામાની માગણી કરવામાં આવી રહી છે. જોકે સરકાર તેમનું રાજીનામું લેવા માગતી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજેપીના નેતૃત્વનું માનવું છે કે પુત્રના ખરાબ કામની સજા પિતાને ન આપી શકાય.

અન્ય સમાચારો પણ છે...