લખીમપુર ખીરી મામલો:અજય મિશ્રાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત, રાજ્યમંત્રી પદ છીનવાઇ જવાની અટકળો

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
અજય મિશ્રાએ બુધવારે બપોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. - Divya Bhaskar
અજય મિશ્રાએ બુધવારે બપોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
  • અજય મિશ્રાએ કહ્યું છે કે તેમનો પુત્ર સ્થળ પર હાજર જ ન હતો

કેન્દ્ર સરકારમાં ગૃહ રાજ્યમંત્રીનું પદ સંભાળી રહેલા અજય મિશ્રાએ બુધવારે બપોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. એવું કહેવાય છે કે શાહે મિશ્રા પાસે રાજ્યના લખીમપુર ખીરીમાં બનેલી ઘટના સંદર્ભે જવાબ માંગ્યો છે. હકીકતમાં, અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા પર વિરોધ કરનારા ખેડૂતોને પોતાની જીપથી કચડી દેવાના આરોપ છે.આ ઘટનામાં ભાજપના મંત્રીના પરિવારનું નામ સામે આવ્યા બાદ ભાજપ હાઇકમાન્ડ તેમનાથી નારાજ હોવાનું કહેવાય છે.

અગાઉ એવા અહેવાલ હતા કે સરકારી કાર્યક્રમ જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ જવાનું હતું તે મુલતવી રાખવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPRD)એ એક કાર્યક્ર્મમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેને મુલતવી રાખ્યા બાદ BPRDએ આવું પગલું ભરવાનું કોઈ સ્પષ્ટ કારણ પણ આપ્યું નથી. અગાઉ બહાર આવ્યું હતું કે લખીમપુરની ઘટના બાદ પ્રથમ વખત અજય મિશ્રા આજે નોર્થ બ્લોકમાં તેમની ઓફિસમાં અડધો કલાક બેઠા હતા.

રવિવારની ઘટના સંદર્ભે પોલીસે અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સામે કેસ નોંધ્યો છે. જો કે, અજય મિશ્રાએ ખેડૂતોના સંગઠનોના દાવા વિરુદ્ધ કહ્યું છે કે તેમનો પુત્ર સ્થળ પર હાજર ન હતો. તેણે એમ પણ કહ્યું કે તેની પાસે પુરાવા છે કે આશિષ તે સમયે અલગ જગ્યાએ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યો હતો.

અજય મિશ્રાએ તેનાથી વિપરીત ખેડૂતો પર આરોપ લગાવતા કહ્યું છે કે જ્યારે તોફાનીઓએ ભાજપના કાર્યકરોને લઈ જતા વાહનો પર પથ્થરમારો કર્યો, ત્યારે એક વાહન બેકાબૂ થયું હતું, જે કારણે તેની નીચે કેટલાક ખેડૂતો આવી જતાં જીવ ગુમાવ્યા. આ પછી, પ્રદર્શનકારીઓ દ્વારા કારમાં રહેલા ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને બળજબરીપૂર્વક માર મારવામાં આવ્યો, જેના કારણે તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો.

અન્ય સમાચારો પણ છે...