તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 'Elephant Man' Ajay Desai Dies After Sacrificing His Life For The Cause Of Elephants

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:હાથીઓના હિત માટે જીવન સમર્પિત કરનારા ‘એલિફન્ટ મેન’ અજય દેસાઇનું નિધન, આખી દુનિયા તેમની સલાહ લેતી હતી

બેલાગાવી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિગ્ગજ વન્યજીવ સંરક્ષણ વિશેષજ્ઞ દેસાઇએ ઘણા દેશોની સરકારો સાથે કામ કર્યું હતું
  • હાથીઓના નિષ્ણાત 62 વર્ષીય અજય દેસાઇનું હાર્ટએટેકથી નિધન

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જીવવિજ્ઞાની અને દિગ્ગજ વન્યજીવ સંરક્ષણ નિષ્ણાત અજય દેસાઇનું શુક્રવારે 62 વર્ષની વયે ઊંઘમાં હાર્ટઅેટેકથી નિધન થયું. દુનિયાભરમાં ‘એલિફન્ટ મેન’ના નામથી મશહૂર દેસાઇ હાથીઓના ખરા મિત્ર કહેવાતા હતા. તેઓ હાથીઓ પર કરેલા સ્ટડી અને દુનિયાભરમાં હાથીઓના સંરક્ષણનાં કામો માટે જાણીતા હતા. હાથીઓને રેડિયો કૉલર લગાવીને તેમની મૂવમેન્ટનો અભ્યાસ કરવામાં તેઓ અગ્રેસર હતા. તેઓ ઘણાં રાજ્યોની સરકારોના સલાહકાર પણ હતા. .

એશિયાના હાથીઓના વ્યવહાર અંગે તેમણે દાયકાઓ સુધી અભ્યાસ કર્યો. તેમણે ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાંથી પસાર થતા વેસ્ટર્ન ઘાટ એલિફન્ટ કોરિડોર પર કેન્દ્રિત સ્ટડી કર્યો હતો તેમ જ કંબોડિયા, વિયેતનામ, લાઓસ, ઇન્ડોનેશિયા, મલેશિયા, શ્રીલંકા સહિત ઘણા દેશોમાં હાથીઓ અંગે કામ કરી ચૂક્યા હતા.

નાનાપણથી જ હાથીઓ પ્રત્યે હતું આકર્ષણ
તેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ ખેડૂત પરિવારનું હતું પણ તેઓ બાળપણથી હાથીઓ પ્રત્યે આકર્ષિત રહ્યા. વિજયપુરા જિલ્લામાં શાળાકીય શિક્ષણ મેળવ્યા બાદ તેમણે કરવાડથી બાયોલોજીનો અભ્યાસ કર્યો અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સાથે જોડાયા. તેઓ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચરલ રિસોર્સિસ દ્વારા બનાવાયેલી એલિફન્ટ ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ હતા. એશિયાટિક એલિફન્ટ્સ સ્પેશિયાલિસ્ટ ગ્રૂપના કો-ચેરમેન અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફ્રન્ટના કન્સલ્ટન્ટ હતા. તેમણે દેશભરનાં ઘણાં રાજ્યોના વન વિભાગો સાથે મળીને કામ કર્યું.

ખેતરોમાં હાથી ઘૂસવા અંગે પણ રિસર્ચ કર્યું હતું
અજય દેસાઇએ મધુમલાઇ ટાઇગર રિઝર્વ તથા શ્રીલંકામાં એશિયન હાથીઓના વિશેષ વ્યવહારનો દાયકાઓ સુધી અભ્યાસ કર્યો હતો. તેમના અભ્યાસના કારણે જ ખેતરોમાં હાથી ઘૂસવાની અને માણસ-હાથી વચ્ચે ઘર્ષણ જેવી સમસ્યાઓ ઉકેલવામાં મદદ મળી. તેમણે કહ્યું હતું કે વન્યજીવોના નિવાસસ્થાનોમાંથી જંગલો ખતમ થવા, વિધ્વંસ અને અતિક્રમણના કારણે હાથી જેવા જાડી ચામડીનાં પ્રાણીઓનો વ્યવહાર બદલાયો છે. તેથી તેઓ આહાર-પાણીની શોધમાં ગામોમાં રહેણાક વિસ્તારોમાં ઘૂસી જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો