• Gujarati News
  • National
  • Air India Will Operate Special Flights To Europe And America: Booking Can Be Done From Tomorrow

વંદે ભારત મિશન:એર ઈન્ડિયા યુરોપ અને અમેરિકા વિશેષ ફ્લાઈટ ચલાવશેઃઆજથી બૂકિંગ કરાવી શકાશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશની અગ્રણી ઉડ્ડયન કંપની એર ઈન્ડિયા યુરોપ અને અમેરિકામાં વિવિધ શહેરોમાંથી વંદે ભારત મિશન હેઠળ વિશેષ ફ્લાઈટની વ્યવસ્થા કરશે. એર ઈન્ડિયાએ આ અંગે ટ્વિટ કરી માહિતી આપી હતી. આ સાથે જે સ્થળોથી આ મિશન હેઠળ વિશેષ ઉડ્ડયન સેવા શરૂ કરવામાં આવનાર છે તે માટે 18મી જુલાઈથી ફ્લાઈટ બૂકિંગ કરી શકાશે.

યુરોપમાંથી વિશેષ ફ્લાઈટ અંગે એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે તે દિલ્હીથી પેરિસ અને ફ્રેંકફર્ટ વંદે ભારત અભિયાન હેઠળ વિશેષ ઉડ્ડયનની વ્યવસ્થા કરશે. અત્યારે એર ઈન્ડિયાએ 23 જુલાઈ, 2020થી દિલ્હીથી પેરિસ દર સપ્તાહ ત્રણ ફ્લાઈટની જાહેરાત કરી છે,જે અનુક્રમે બુધવાર, શુક્રવાર અને રવિવારે હશે. આ ઉપરાંત દર સપ્તાહ ચાર ફ્લાઈટ દિલ્હીથી ફ્રેન્કફર્ટ 25મી જુલાઈ,2020થી શરૂ થશે. જે અનુક્રમે સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે હશે.

 એર ઈન્ડિયા વંદે ભારત મિશન હેઠળ ભારત અને USA વચ્ચે 180 ફ્લાઈટની ચલાવશે, જે 22 જુલાઈ, 2020થી 31 ઓગસ્ટ,2020 વચ્ચેના ગાળામાં ચલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...