• Gujarati News
  • National
  • MPs Are Given A Seat Of Their Choice, VIP Parking At The Airport, Priority In Check in And Lounge Access

સરકારની એરલાઈન્સ કંપનીઓને ચિઠ્ઠી:સાંસદોને તેમની પસંદની સીટ આપવામાં આવે, એરપોર્ટ પર VIP પાર્કિંગ, ચેક ઈનમાં પ્રાથમિકતા અને લોન્જ એક્સેસ મળે

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

એર ઈન્ડિયાના ખાનગીકરણ પછી સરકારને એરપોર્ટ અને ફ્લાઈટમાં સાંસદોને VIP ટ્રીટમેન્ટની ચિંતા છે. સરકારે એર ઈન્ડિયા સહિત દરેક એરલાઈન્સ કંપનીઓને લેટર લખ્યો છે. જેમાં સાંસદોને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની વાત કરી છે. સરકારે દરેક એરલાઈન, એરપોર્ટ ઓપરેટર્સ અને વિમાન સુરક્ષા નિયામકને એરપોર્ટ પર સાંસદ સભ્યોને પ્રોટોકોલ, શિષ્ટાચાર અને સપોર્ટ આપવા કહ્યું છે.

એર ઈન્ડિયા ટાટાના હાથમાં ગયા પછી દેશમાં અલાયન્સ એરને છોડીને બાકી દરેક એરલાઈન્સ ખાનગી હાથોમાં છે. તે સિવાય દેશમાં PPP એરપોર્ટની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.

સાંસદોને સીટ બુકિંગમાં પ્રાથમિકતા મળે
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા 21 સપ્ટેમ્બર 2021ને લખવામાં આવેલા એખ લેટરમાં કહેવામાં આવ્યું છે કે, એરપોર્ટ પર સાંસદોને પ્રોટોકોલ, શિષ્ટાચાર અને સમર્થન આપવા માટે સમય-સમયે નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. એરપોર્ટ્સ પર માનનીય સાંસદોને પ્રોટોકોલ અને શિષ્ટાચારના સંબંધમાં બેદરકારીના અમુક કિસ્સા સામે આવ્યા છે. તેના કારણે નિર્દેષોનું ફરી પુનરાવર્તન કરવામાં આવ્યું છે અને તેનું પાલન કરવામાં આવે તેવી અરજી કરવામાં આવી છે.
આ લેટરમાં તે પ્રોટોકોલ વિશે પણ જણાવવામાં આવ્યું છે જેનું એરઈન્ડિયાએ પાલન કરવાનું છે. જોકે આ પ્રોટોકોલ ખાનગી એરલાઈન્સ કંપની માટે નથી. લેટર અનુસાર સીટ બુકિંગમાં સાંસદોને પ્રાથમિકતા આપવાની છે. તે સિવાય જો સીટ ખાલી ના હોય તો બુકિંગ કેન્સલ થતાં સૌથી પહેલાં સાસંદને પ્રાયોરિટી આપવામાં આવશે.

સરકારે લેટરમાં આ સુવિધા આપવાનું કહ્યું

  • એરપોર્ટ પર હાલના સિનિયર સ્ટાફને સાંસદના ચેક-ઈન કરતી વખતે સુવિધા અને સહયોગ આપવાનું કહેવામાં આવ્યું છે.
  • સાંસદને તેમની પસંદગીની સીટ આપવી જોઈએ.
  • સાંસદો માટે આગળની લાઈનમાં સીટ રીઝર્વ કરવાની કોશિશ કરવી જોઈએ.
  • જો કોઈ સાંસદ એર ઈન્ડિયામાં યાત્રા કરવાના છે, તો તેની માહિતી પહેલેથી સંબંધિત એરપોર્ટના અધિકારીઓને આરવી જોઈએ, જેથી તેમના માટે ઉચિત વ્યવસ્થા કરી શકાય.
  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(AAI) અને એરપોર્ટ સંચાલકોએ સાંસદોને મફત ચા, કોફી અને પાણીની સાથે લાઉન્જ સુવિધા પણ આપવાનું કહેવામાં આવ્યું છે.
  • સાંસદો માટે VIP પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ. તેના માટે સંસદ ભવનના કાર પાર્કિંગ પાસને માન્ય કરવા જોઈએ.
  • તમામ એરપોર્ટ પર એક પ્રોટોકોલ અધિકારી નિમણૂંક કરવા જોઈએ. જે સાંસદોને વિશેષ સુવિધામાં મદદ કરશે.
  • ચેક ઈન દરમિયાન સિક્યોરિટી ચેકિંગ દરમિયાન સાંસદોએ મુશકેલીનો સામનો ન કરવો પડે, તેના માટે CISF અને એરલાઈન્સ પરસ્પર કોર્ડિનેટ કરે.
  • મોટી હસ્તીઓનો સન્માન મળવું સામાન્ય વાત

આ મામલામાં એક એરલાઈનના અધિકારીએ કહ્યું કે ફેમસ લોકોને હવાઈ યાત્રા અને એરપોર્ટ પર VIP ટ્રીટમેન્ટ મળે છે. બીજી તરફ ઘણા લોકો એવા હોય છે, જે વધુ ફેમસ હોતા નથી અને તેમણે પાતોના પદ કે પોતાના વિશે જાતે જ માહિતી આપવાની હોય છે. આ પ્રકારના લોકો માટે આ પ્રકારના નિયમો બનાવવામાં આવે છે, જેથી તેમને અવગણના થઈ તેવું ન અનુભવાય.

અન્ય સમાચારો પણ છે...