લો બોલો!:દિલ્હીના ફૂટ ઓવરબ્રિજ નીચે ગંજાવર વિમાન ફસાયું, એરપોર્ટની બહાર હાઈવે પરની ઘટનાએ કૌતુક સર્જ્યું

17 દિવસ પહેલા
  • આ પહેલાં વર્ષ 2019માં પણ આવી જ એક ઘટના સામે આવી હતી

અત્યારે હાલ જો કોઈ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે છે એર ઈન્ડિયા. તાજેતરમાં જ એર ઈન્ડિયા અને ટાટા ગ્રુપની ડીલ અંગે સમાચારો સામે આવ્યા હતા. બાદમાં સરકારે એર ઈન્ડિયાને ટાટા સન્સે ખરીદી હોવાનો રિપોર્ટ ખોટો હોવાનું કહ્યું છે. તેવામાં જ આજે ફરી એર ઈન્ડિયા સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બહાર જ દિલ્હી-ગુરૂગ્રામ હાઈવે પર આવેલા પુલની નીચે આ વિમાન ફસાયેલી હાલતમાં જોવા મળ્યું હતું. વિમાન ઓવરબ્રિજને ક્રોસ કરીને આગળ વધે તે પહેલાં જ તે ફસાઈ ગયું હતું. અજીબોગરીબ રીતે ફસાયેલા એર ઈન્ડિયાના આ પ્લેનને જોઈને સોશિયલ મીડિયામાં પણ યૂઝર્સને નવાઈ લાગી હતી. વીડિયો વાઈરલ થતાં જ એર ઈન્ડિયાએ પણ તેની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે આ કોઈ દુર્ઘટના નથી. વીડિયોમાં જોવા મળતું પ્લેન હવે એર ઈન્ડિયાની સર્વિસમાં નહોતું. વિમાન બિનઉપયોગી હોવાથી કોઈ ખાનગી કંપનીને વેચી મરાયું હતું અને તેના ભાગરૂપે જ હવે તે જ્યારે એરપોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ કરાઈ રહ્યું હતું ત્યારે આ ફૂટ ઓવરબ્રિજ નીચે જ ફસાઈ ગયું હતું. ડ્રાઈવર તેની ઊંચાઈનું અનુમાન ન લગાવી શકતાં બરોબર વચ્ચે જઈને ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે ત્યાં ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

આ પહેલાં વર્ષ 2019માં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. એર ઈન્ડિયાનું ખરાબર થઈ ગયેલું એક વિમાન અન્યત્ર ખસેડતાં સમયે ટ્રક સાથે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરના એક પુલની નીચે ફસાયું હતું.

અન્ય સમાચારો પણ છે...