તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Special Domestic Flight Can Be Operated For Indians Being Brought From Abroad, Air India Starts Preparations

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંદે ભારત મિશન:વિદેશોથી આવતા ભારતીયોને તેમના શહેર સુધી પહોંચાડવા માટે ડોમેસ્ટિક ફ્લાઈટ પણ શરૂ થશે

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • વંદે ભારત મિશનનો બીજો ફેઝ 16 મેથી શરૂ થશે, આ દરમિયાન સ્પેશિયલ ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરાશે
 • વિદેશોથી આવતી ફ્લાઈટો મુખ્ય શહેરોમાં લેન્ડ થઈ રહી છે, ઘણાં લોકોને ત્યાંથી તેમના શહેર પહોંચવામાં તકલીફ થઈ રહી છે

કોરોનાના કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકાર વંદે ભારત મિશન ચલાવી રહ્યા છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ તેના માટે કામ કરી રહી છે. આ ફ્લાઈટ હાલમાં અમુક મોટા શહેરોમાં જ લેન્ડ થઈ રહી છે. આ સંજોગોમાં અમુક લોકોને પોતાના રાજ્ય કે શહેર પહોંચવા માટે અન્ય ટ્રાન્સપોર્ટની જરૂર પડે છે. આ લોકો માટે વંદે ભારત મિશન બીજા ફેઝમાં સ્પેશિયલ ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવાનું પ્લાન કરી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. વંદે ભારત મિશનનો બીજો ફેધ 16મેથી શરૂ થવાનો છે.

સીમિત રુટ પર ઉડાન શરૂ થશે
પ્રસ્તાવ પ્રમાણે ડોમેસ્ટિક ફ્લાઈટ સીમિત રુટ પર જ શરૂ કરવામાં આવશે. જેવા કે દિલ્હીથી કોલકાતા, મુંબઈ, લખનઉ, જયપુર, બેંગલુરુ, હૈદરાબાદ, અમૃતસર, કોચ્ચિ, અમદાવાદ જેવા શહેરો માટે સુવિધા શરૂ કરવામાં આવી શકે છે. વંદે ભારત મિશનનો બીજો ફેઝ 7 દિવસ એટલે કે 22 મે સુધી ચાલશે. આ દરમિયાન 31 દેશોથી 149 ફ્લાઈટ્સ આવશે.

બીજા ફેઝમાં આ દેશોમાંથી ભારતીયોને પરત લવાશે
અમેરિકા, યુએઈ, કેનેડા, સાઉદી અરબ, બ્રિટન, મલેશિયા, ઓમાન, કઝાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, યુક્રેન, કતાર, ઈન્ડોનેશિયા, રશિયા, ફિલિપાઈન્સ, ફ્રાન્સ, સિંગાપોર, આયરલેન્ડ, કિર્ગિસ્તાન, કુવૈત, જાપાન, જોર્જિયા, જર્મની, તઝાકિસ્તાન, બહરીન, અર્મેનિયા, થાઈલેન્ડ, ઈટાલી, નેપાળ, બેલારુસ, નાઈજીરિયા, બાંગ્લાદેશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો