તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Air India Announces State level Guidelines For Domestic Passengers, Find Out Details

એર ઇન્ડિયાની દરેક રાજ્યની ગાઇડલાઇન:ગુજરાત માટે RT-PCR ટેસ્ટની જરૂર નહીં, ગોવા જવું હોય તો 2 વર્ષના બાળકનો પણ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંદામાનમાં મુસાફરીના 48 કલાક પહેલાં RT-PCR ટેસ્ટ કરવો ફરજિયાત

કોરાનાકાળમાં હવાઈ મુસાફરીના નિયમો સતત બદલાઈ રહ્યા છે. એર ઈન્ડિયાએ તાજેતરમાં જ તેને અનુલક્ષીને ડોમેસ્ટિક પેસેન્જર્સ માટે રાજ્ય પ્રમાણેની નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જો તમે એર ઈન્ડિયામાં મુસાફરી કરી રહ્યા છો તો તમારે વિવિધ રાજ્યોનું કોવિડ-19 રેગ્યુલેશનનું લિસ્ટ જાણવું જરૂરી છે. આ લિસ્ટ નીચે મુજબ છેઃ

1. આંદામાન

  • મુસાફરીના 48 કલાક પહેલાં RT-PCR ટેસ્ટ કરાવવો.
  • તમામ મુસાફરોએ રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટ કરાવવો જરૂરી.
  • આંદામાનમાં આવનારા તમામ મુસાફરો માટે 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત છે.

2. ગોવા

  • ગોવામાં મુસાફરી કરી રહેલા પેસેન્જરે કોવિડ-19ની રસીના બન્ને ડોઝ લીધા હોય, કોઈ લક્ષણ દેખાતાં ન હોય તો તેમને માટે RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી નથી.
  • જોકે 2 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિએ RT-PCR ટેસ્ટ રિપોર્ટ લઈ જવો જરૂરી છે.
  • પેસેન્જર તેની મુસાફરીના 14 દિવસ પહેલાં ફુલ્લી વેક્સિનેટેડ હોવો જોઈએ.

3. આંધ્રપ્રદેશ

  • કોરાનાનાં કોઈપણ લક્ષણ ન દેખાતાં હોય તેવા પેસેન્જરે પણ અહીં 14 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત છે.

4. આસામ

  • એરપોર્ટ પર ઊતર્યા પછી રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.
  • જો આ ટેસ્ટમાં પેસેન્જરનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેણે 14 દિવસ ક્વોરન્ટીન રહેવું જરૂરી છે.
  • પેસેન્જરે પોતાની સાથે RT-PCR ટેસ્ટ રિપોર્ટ લાવવો ફરજિયાત છે અને સાત દિવસનું હોમ ક્વોરન્ટીન જરૂરી છે.

5. બિહાર

  • પટના અને અન્ય એરપોર્ટ પર આવતા ડોમેસ્ટિક પેસેન્જરે RT-PCR કરાવવાની જરૂર નથી.
  • જોકે તમામ પેસેન્જર્સનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવશે અને જેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને હોમ ક્વોરન્ટીન રહેવાનું કહેવામાં આવશે.

6. દિલ્હી

  • એરપોર્ટ પર ઊતર્યા પછી તમામ પેસેન્જરનું થર્મલી સ્ક્રીનિંગ થશે અને લક્ષણો ધરાવતા પેસેન્જર્સે 14 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે.
  • રસીના બંને ડોઝ લઈ ચૂકેલા કોઈ લક્ષણ ન ધરાવતા તમામ પેસેન્જરે RT-PCR રિપોર્ટ કરાવવો જરૂરી નથી.

7. ગુજરાત

  • ગુજરાતમાં આવવા પર RT-PCR ટેસ્ટની જરૂર નથી.
  • જોકે જે પેસેન્જર સુરત જઈ રહ્યા છે તેમણે SMC કોવિડ-19 ટ્રેકર પ્લે સ્ટોરમાંથી ઈન્સ્ટોલ કરવું જરૂરી છે.

8. ઉત્તરાખંડ

  • ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાંથી અહીં આવી રહેલા પેસેન્જરનો કોવિડ-19 ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવશે.
  • જે પેસેન્જરનો RT-PCR/એન્ટિજન્ટનો રિપોર્ટ નેગેટિવ હશે તેને ક્વોરન્ટીનમાંથી મુક્તિ આપવામાં આવશે.
  • જોકે રસીના બંને ડોઝ લીધા હોય તેવા પેસેન્જરે નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ લાવવા જરૂરી નથી.

9. રાજસ્થાન

  • જે પેસેન્જરે કોવિડની રસીનો પ્રથમ ડોઝ લીધો હોય તેમણે RT-PCR ટેસ્ટ રિપોર્ટ લાવવાની કે ક્વોરન્ટીન થવાની જરૂર નથી.
  • જે પેસેન્જરે રસી લીધી નથી તેવા પેસેન્જરે ઉડાનના 72 કલાકથી જૂનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ ન લાવવો.

10. તામિલનાડુ

  • લક્ષણ ધરાવતા હોય તેવા પેસેન્જરે એરપોર્ટ પર ઊતર્યા પછી ટેસ્ટ કરાવવો જરૂરી છે.
  • કોઈમ્બતોરમાં આવતા પેસેન્જર પાસે ઓટો ઈ-પાસ હોવો જરૂરી છે. તેમણે જતી વખતે પણ 72 કલાકથી જૂનો ન હોય તેવો નેગેટિવ RT-PCR રિપોર્ટ લાવવો જરૂરી છે.

11. મહારાષ્ટ્ર

  • જે પેસેન્જર પાસે નેગેટિવ RT-PCR રિપોર્ટ નહિ હોય તે ફ્લાઈટમાં બેસી શકશે નહિ.
  • જે પેસેન્જર 7 દિવસ કે તેનાથી ઓછા સમય માટે ટ્રાવેલિંગ કરે છે, તેને ફરજિયાત ક્વોરન્ટીનમાંથી મુક્તિ અપાશે.

12. કર્ણાટક

  • કેરળ, મહારાષ્ટ્રમાંથી કર્ણાટકમાં આવતા પેસેન્જરે 72 કલાકથી જૂનો ન હોય એવો RT-PCR નેગટિવ રિપોર્ટ લાવવો જરૂરી છે.
  • આ સિવાય જ પેસેન્જરે વેક્સિનેશનનું સ્ટેટસ પણ દર્શાવવું જરૂરી છે.

13. કેરળ

  • કેરળમાં આવી રહેલા પેસેન્જરે મુસાફરીના 72 કલાક પહેલાં RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.

14. હિમાચલ પ્રદેશ

  • લક્ષણ ન ધરાવતા હોય તેવા વિવિધ રાજ્યોના પેસેન્જરને ક્વોરન્ટીનમાંથી અહીં મુક્તિ આપવામાં આવી છે. જોકે તેમણે આ માટે મુસાફરીના 96 કલાક પહેલાં થયેલો કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે.
  • જોકે જે મુસાફરો એવી જગ્યાએથી આવી રહ્યા છે જ્યાં કોવિડ-19ના કેસ ખૂબ વધુ છે, તેમના માટે 7 દિવસનું ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન ફરજિયાત છે. પછી પણ આ મુસાફરોએ 7 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું જરૂરી છે.

15. જમ્મુ-કાશ્મીર

  • જમ્મુ-કાશ્મીરમાં આવતા તમામ પેસેન્જર્સ માટે કોવિડ-19 એન્ટિજન્ટ ટેસ્ટ ફરજિયાત છે.
  • જે પેસેન્જર કોન્ટેક્ટેબલ ફોન નંબર કે આરોગ્ય સેતુ એપ ન ધરાવતા હોય તેમના માટે ઈન્સ્ટિટ્યૂશન ક્વોરન્ટીન ફરજિયાત છે.