તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Air Force's 42 Transport Aircraft Strengthen Oxygen Supply, Fly 1400 Hours In 21 Days

એરફોર્સનું મેગા ઓપરેશન:એરફોર્સના 42 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઓક્સિજન સપ્લાઇને મજબૂત કરી રહ્યું છે, 21 દિવસમાં 1400 કલાક ઉડાન ભરી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કોરોના સામેની લડાઈમાં દેશનું એરફોર્સ મોટી ભૂમિકા ભજવી રહ્યું
  • વાયુસેનાના વિમાન વિદેશથી મેડિકલ ઓક્સિજન અને જરૂરી દવાઓનો સપ્લાઇ પહોંચાડી રહ્યાં છે

કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં અચાનક મેડિકલ ઓક્સિજન માટેની મુશ્કેલીઓ સર્જાઈ છે. ઓક્સિજનની અછત દૂર કરવા સરકારે વિદેશથી સંસાધનો એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી. આ કામમાં દેશનું એરફોર્સ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. એનાં વિમાન વિદેશથી મેડિકલ ઓક્સિજન ટેન્કર લાવવા અને કોરોના સામેની લડત માટે જરૂરી અન્ય ચીજોને પહોંચાડી રહ્યાં છે.

વાયુસેનાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર દ્વારા અત્યારસુધીમાં 732 ઉડાન ભરાઈ છે. આ દરમિયાન એણે દેશની અંદર અને વિદેશથી 498 ઓક્સિજન ટેન્કર પહોંચાડ્યાં છે.

ફોટો ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાનો છે. અહીં ઓક્સિજન કન્ટેનર લેવા માટે એરફોર્સ વિમાન પહોંચ્યું હતું.
ફોટો ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાનો છે. અહીં ઓક્સિજન કન્ટેનર લેવા માટે એરફોર્સ વિમાન પહોંચ્યું હતું.

દેશભરમાં અત્યારસુધીમાં 403 ઓક્સિજન કન્ટેનર પહોંચાડાયા છે
આ મેગા ઓપરેશન માટે વાયુસેનાએ 42 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તહેનાત કર્યાં છે. આમાં છ C-17, છ Ilyushin-76, 30 મધ્યમ લિફ્ટ C-130Js અને AN-32 વિમાનનો સમાવેશ થાય છે. વાયુસેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારા પાઇલટ્સે દેશભરમાં 403 ઓક્સિજન કન્ટેનર પહોંચાડવા માટે 939 કલાકની 634 ઉડાન ભરી છે. આ 6856 મેટ્રિક ટન ઓક્સિજન સાથે 163 મેટ્રિક ટન અન્ય સાધનો લઈ શકે છે.

એરફોર્સના પાલમ એરબેઝ પરથી દેશભરમાં ઓક્સિજન-સિલિન્ડર, વેન્ટિલેટર અને દવાઓ મોકલવામાં આવી રહી છે.
એરફોર્સના પાલમ એરબેઝ પરથી દેશભરમાં ઓક્સિજન-સિલિન્ડર, વેન્ટિલેટર અને દવાઓ મોકલવામાં આવી રહી છે.

9 દેશ માટે ઉડાન ભરી
ઓક્સિજન કન્ટેનર અને અન્ય રાહત પુરવઠો લાવવા એરફોર્સે જર્મની, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને સિંગાપોર સહિત 9 દેશમાં ઉડાન ભરી છે. વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અમારાં વિમાન આ દેશોમાંથી 95 કન્ટેનર લાવ્યાં હતાં. આ માટે 480 કલાક ઉડાન ભરી હતી. તેમણે માહિતી આપી કે વિદેશથી લાવેલાં કન્ટેનર 793.1 મેટ્રિક ટન ઓક્સિજન વહન કરવામાં મદદ કરે છે. વિમાનમાં 204.5 મેટ્રિક ટન બીજી રાહત સામગ્રી પણ લાવવામાં આવી છે.

વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ, અમારાં વિમાન વિદેશથી 95 ઓક્સિજન કન્ટેનર લાવ્યાં છે.
વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ, અમારાં વિમાન વિદેશથી 95 ઓક્સિજન કન્ટેનર લાવ્યાં છે.

LAC પર પણ ઓપરેશન ચાલુ
વાયુસેનાએ દેશના ઉત્તરીય વિસ્તારોમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પરની કામગીરી પણ બંધ કરી નથી. ગયા વર્ષથી ભારતીય અને ચીની સૈન્યમાં તણાવ છે. આ વિસ્તારોમાં ઉનાળા માટે સૈનિકોની તહેનાતી શરૂ થઈ ગઈ છે. આનો અર્થ એ છે કે ફોરવર્ડ લોકેશન પર બંને બાજુ સૈનિકો મોટી સંખ્યામાં હાજર રહેશે.