• Gujarati News
  • National
  • Air Force Sukhoi 30 MKI, MiG 29 Fighter Planes And Apache Helicopters Fly Over Indo China Border

LAC પર હિલચાલ:એરફોર્સના સુખોઈ-30 MKI,મિગ-29 ફાઈટર પ્લેન અને અપાચે હેલિકોપ્ટર ભારત-ચીન બોર્ડર પર ઉડ્ડાન ભરી રહ્યા છે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય હવાઈ દળના એક સ્ક્વોડ્રન લીડર કહે છે- હવાઈ દળના યોદ્ધાઓ સંપૂર્ણપણે તાલીમ પામેલ છે - Divya Bhaskar
ભારતીય હવાઈ દળના એક સ્ક્વોડ્રન લીડર કહે છે- હવાઈ દળના યોદ્ધાઓ સંપૂર્ણપણે તાલીમ પામેલ છે

ભારતીય હવાઈ દળે ફરી એક વખત ચીન સાથે જોડાયેલી સીમા પર પોતાની શક્તિ દેખાડી છે. અહીં સુખોઈ-30, MKI અને મિગ-29 ફાઈટર પ્લેને ઉડ્ડાન ભરી છે. આ અંગે સ્વોડ્રન લીડરે કહ્યું કે આ બેઝ પર ગોઠવવામાં આવેલા વાયુસેનાના દરેક યુદ્ધ વિમારો સપૂર્ણપણે તાલીમ પામેલા છે અને તમામ પડકારોનો સામનો કરવા માટે સક્ષમ છે. અમારો ઉત્સાહ ખૂબ જ ઉચો રહેશે અને ગૌરવ આકાશને સ્પર્શી રહ્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ એક દિવસ અગાઉ જ લદ્દાખનો પ્રવાસ કર્યો હતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગલવાનમાં થયેલી ઝપાઝપી 18 દિવસ બાદ શુક્રવારે અચાનક લેહ પહોંચ્યા હતા. તેમણે જવાનોની મુલાકાત કરી હતી અને તેમનો જુસ્સા વધાર્યો હતો. આ સમયે અધિકારી સાથે સીમાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તે મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્ત સૈનિકો સાથે મુલાકાત લીધી હતી. મોદીએ લદ્દાખ સ્થિત નીમૂ બેઝ પર સૈનિકોની મુલાકાત લીધી હતી. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ એમએમ નરવણે પણ ઉપસ્થિત હતા. મુલાકાત બાદ જવાનોએ ભારત માતાની જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા.

ભારતના જવાનોનું સાહસ વિશ્વમાં કોઈનાથી ઓછું નથી
મોદીએ કહ્યું કે આજની મુશ્કેલ પરિસ્થિતિમાં તમે દેશનું રક્ષણ કરી રહ્યા છો, તેનો સામનો વિશ્વમાં કોઈ કરી શકે તેમ નથી. તમારું સાહસ એ ઉંચાઈથી પણ વધારે છે કે જ્યાં તમે ફરજ પર છે. તમારી ઈચ્છાશક્તિ આજુબાજુના પર્વતો જેટલી અટલ છે.

અન્ય સમાચારો પણ છે...