તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Air Force MiG 21 Bison Fighter Plane Crashes During Training Flight In Barmer, Rajasthan

ક્રેશ થયું ફાઈટર પ્લેન:રાજસ્થાનના બાડમેરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું એરફોર્સનું મિગ-21 બાઈસન ફાઈટર પ્લેન

24 દિવસ પહેલા

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારતીય વાયુ સેનાનું એક ફાઈટર પ્લેન બુધવારે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. મળતી માહિતી મજુબ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મિગ-21 બાઈસન ફાઈટર પ્લેનના પાયલટ સુરક્ષિત છે. આ દુર્ઘટના ટ્રેનિંગ દરમિયાન થઈ.

જાણકારી મુજબ મિગ-21 બાયસન પોતાની રૂટીન ઉડાન પર હતું. બાડમેરમાં તે તૂટી પડતાં પાયલટ સુરક્ષિત છે. એરફોર્સે ઈન્કવાયર માટે એક ટીમ બનાવી છે, તો સ્થાનિક પ્રશાસન પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે.

દુર્ઘટનાને પગલે કેટલીક ઝુંપડીઓમાં આગ લાગી ગઈ હતી. પાયલટ વિમાન ક્રેશ થયું તે પહેલાં જ બહાર નીકળી ગયો હતો. દુર્ઘટના બુધવારે સાંજે લગભગ 5:30 વાગ્યાની આસપાસ ગ્રામ પંચાયત ભૂરટિયાના માતાસર ગામ પાસે થઈ. મિગ ક્રેશ થયા બાદ ગ્રામીણો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પ્લેન ક્રેશ થયા બાદ ઘટનાસ્થળે ગ્રામીઓ ઉમટી પડ્યા હતા. ફોટો ઘાયલ IAFનો પાયલટ
પ્લેન ક્રેશ થયા બાદ ઘટનાસ્થળે ગ્રામીઓ ઉમટી પડ્યા હતા. ફોટો ઘાયલ IAFનો પાયલટ
ઘટના બુધવારે સાંજે લગભગ 5:30 વાગ્યે બાડમેરના ભૂરટિયાના માતાસર ગામમાં થઈ.
ઘટના બુધવારે સાંજે લગભગ 5:30 વાગ્યે બાડમેરના ભૂરટિયાના માતાસર ગામમાં થઈ.
અન્ય સમાચારો પણ છે...