• Gujarati News
  • National
  • Air Force Deploys Indigenous Fighter Plane Tejas On Western Border, To Monitor Border With Pakistan

સ્વદેશીથી મજબૂત થઇ રહી છે સેના:વાયુસેનાએ સ્વદેશી ફાઈટર પ્લેન તેજસને પશ્ચિમી સરહદે તૈનાત કર્યું, પાકિસ્તાન સાથેની સરહદ પર નજર રાખશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણી એર કમાન્ડ દ્વારા તેજસની 45 સ્ક્વોડ્રનને પાકિસ્તાન સરહદ નજીક તૈનાત કરવામાં આવ્યું  છે. -  (ફાઈલ ફોટો) - Divya Bhaskar
દક્ષિણી એર કમાન્ડ દ્વારા તેજસની 45 સ્ક્વોડ્રનને પાકિસ્તાન સરહદ નજીક તૈનાત કરવામાં આવ્યું છે. - (ફાઈલ ફોટો)
  • દક્ષિણી એર કમાન્ડ દ્વારા તેજસની 45 સ્ક્વોડ્રનને પાકિસ્તાન સરહદ નજીક પશ્ચિમ મોરચે તૈનાત કરવામાં આવ્યું છે
  • વાયુસેના અને રક્ષા મંત્રાલયને આ વર્ષના અંત સુધીમાં 83 માર્ક- 1A એરક્રાફ્ટની ડીલ ફાઇનલ થવાની આશા છે

સેનાએ સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા તરફ વધુ એક પગલું ભર્યું છે. વાયુસેના દ્વારા દેશમાં જ બનેલું ફાઇટર એરક્રાફ્ટ તેજસને પશ્ચિમી સરહદ પર તૈનાત કરવામાં આવ્યું છે. જેનાથી પાકિસ્તાન સાથેની સરહદ પર નજર રાખી શકાય.

સૂત્રોના હવાલેથી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે તેજસને પાકિસ્તાનની સરહદ નજીક કોઈ પણ પ્રકારની દુશ્મન કાર્યવાહી ટાળવાના આશયથી તૈનાત કરવામાં આવ્યું છે.દક્ષિણી એર કમાન્ડ દ્વારા તેજસની 45 સ્ક્વોડ્રનને પાકિસ્તાન સરહદ નજીક પશ્ચિમ મોરચે તૈનાત કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદીએ પણ પ્રશંસા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન સ્વદેશી તેજસના વખાણ કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે એલસીએ માર્ક -1 A વર્ઝન ખરીદવાનો સોદો ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

સ્વદેશી વિમાન તેજસની પહેલી સ્ક્વોડ્રન ઇનીશિયલ ઓપરેશનલ કલીયરેન્સ વર્જનનું છે. બીજી 18 સ્ક્વોડ્રન 'ફ્લાઈંગ બુલેટ્સ' ફાઇનલ ઓપરેશનલ કલીયરેન્સ વર્જન છે, જેની વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ 27 મેં ના રોજ કોયમ્બતુરના સુલૂર એરબેઝથી ઉડાન ભરી હતી.

83 માર્ક- 1 એરક્રાફટની ડીલ અંતિમ તબક્કામાં

વાયુસેના અને રક્ષા મંત્રાલયને આ વર્ષના અંત સુધી 83 માર્ક- 1A એરક્રાફટની ડીલ ફાઇનલ થવાની આશા છે. ચીન સરહદ પર ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને વાયુસેનાએ પાકિસ્તાન અને ચીન સરહદ પર પોતાની તાકાતમાં વધારો કર્યો છે. સેનાના ફોરવર્ડ બેઝને શક્તિશાળી બનાવવામાં આવ્યો છે, જેના કારણે પશ્ચિમી અને ઉત્તરી સરહદ પર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...