તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Air Chief Bhadoria To Send 6 Rafale Jets From France To India Today, Hasimara Will Be In The Second Squadron Of The Airbase

ઈન્ડિયન એરફોર્સની તાકાતમાં વૃદ્ધિ:8 હજાર કિમીનો નોન-સ્ટોપ પ્રવાસ કરીને 4 રાફેલ જેટનું ભારતમાં આગમન; IAF ચીફે ફ્રાન્સથી ગ્રીન સિગ્નલ આપ્યું હતું

5 મહિનો પહેલા
ફ્રેન્ચ કંપની ડસૉલ્ટ એવિએશન દ્વારા 2016માં ઓર્ડર કરાયેલા 36 રાફેલ લડાકૂ વિમાનોમાંથી 21 રાફેલને ફ્રાન્સમાં ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યા છે, જેમાંથી 14 અત્યાર સુધી ભારતમાં પહોંચ્યા છે. (રાફેલ જેટની ફાઈલ તસવીર)
  • આ રાફેલના લડાકૂ વિમાન ગુજરાતના જામનગર એરબેઝ ખાતે પહોંચ્યા છે
  • રાફેલ જેટને હાસિમારા એરબેઝના બીજા સ્ક્વોડ્રોનમાં રખાશે

વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદોરિયાએ ફ્રાન્સના મેરિગ્નેક-બોર્ડો એરબેઝથી ગઈકાલે બુધવારના રોજ 6 રાફેલ લડાકૂ વિમાનને ગ્રીન સિગ્નલ આપીને ભારત માટે ઉડાન ભરવા સૂચન આપ્યું હતું. બુધવારે મોડી રાતે આ લડાકૂ વિમાન ભારત પહોંચ્યું હતું. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે આ ચારેય વિમાન 8 હજાર કિમીનું નોન-સ્ટોપ અંતર કાપીને ભારત આવ્યા છે. રાફેલ જેટમાં સંયુક્ત આરબ અમીરાતની મદદથી રસ્તામાં એર-ટૂ-એર રી-ફ્યૂલિંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ વિમાન ગુજરાતના જામનગર એરબેઝ ખાતે પહોંચ્યા છે.

21 રાફેલ ભારતીય વાયુસેનાને સોંપવામાં આવ્યા છે
ફ્રાન્સની કંપની ડસોલ્ટ એવિએશને 2016માં 36 રાફેલ જેટનો ઓર્ડર અપાયો હતો. જેમાંથી કંપનીએ 21 જેટલા રાફેલ જેટ વિમાનોને ભારતીય વાયુસેનાને ફ્રાન્સમાં સોંપી દીધા છે, જેમાંથી 14 ભારત દેશમાં આવી ચૂક્યા છે. અન્ય 7 વિમાનોને વાયુસેનામાં અભ્યાસ કરતા પાયલોટ્સના પ્રશિક્ષણ આપવાના હેતુથી ફ્રાન્સમાં જ રાખવામાં આવ્યા હતા. આમાંથી જ 6 રાફેલ વિમાનને ભારતીય વાયુસેનાના પ્રમુખ આર.કે.એસ. ભદોરિયા ભારત આવવા માટે ગ્રીન સિગ્નલ આપી ઉડાન કરવા સૂચન આપશે. અત્યારે વાયુસેના પ્રમુખ ફ્રાન્સના ત્રણ દિવસીય પ્રવાસે ગયા છે. પહેલા આ રાફેલ વિમાનો 6 દિવસ પહેલા ભારત આવવાના હતા, પરંતુ વાયુસેના પ્રમુખના પ્રવાસને પગલે આ કાર્યક્રમને એક સપ્તાહ જલ્દી આયોજીત કરી દેવાયો હતો.

એરચીફ માર્શલ ભદોરિયાની ફ્રાન્સ યાત્રા દરમિયાન જ ડસૉલ્ટ કંપની પાયલોટની ટીમને હવે પછીની બેચની તાલીમ માટે 4-5 વધુ રાફેલ વિમાનો ફ્રાન્સને સોંપશે. પોતાના પ્રવાસ દરમિયાન વાયુસેનાના પ્રમુખ ભદોરિયા એક ફ્રાન્સીસી રાફેલ સ્ક્વોડ્રોનની મુલાકાત પણ લેશે. તેઓ પોતાની સમકક્ષ પદવી ધરાવતા ફિલિપ લેવિગ્નેની પણ મુલાકાત લેશે અને ત્યારપછી પેરિસમાં સ્થિત સ્પેસ કમાન્ડ પણ જોવા જશે.

હવે ભારત પાસે 20 મલ્ટી રોલ રાફેલ જેટ થઈ જશે
વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારી જણાવ્યું હતું કે આ 6 રાફેલ જેટ ભારતમાં આવતાની સાથે દેશ પાસે કુલ 20 મલ્ટી રોલ રાફેલ વિમાન થઈ જશે. આ તમામ 6 લડાકૂ વિમાનો ફ્રાન્સથી પ્રથમ સ્ક્વોર્ડ્રોન અંબાલા એરબેઝ સુધી ઉડાન ભરશે, જ્યાં આ લડાકૂ વિમાનોને બીજી સ્ક્વોર્ડડ્રોન માટે તૈયાર કરવામાં આવશે.