• Gujarati News
  • National
  • AIMIM President Owaisi Said If CAA NRC Is Brought, The Roads Of UP Will Be Made Another Shaheen Bagh

ઓવૈસીની મોદી સરકારને ખુલ્લી ધમકી:AIMIMના પ્રમુખ બોલ્યાં- CAA-NRC લાવશો તો યૂપીના માર્ગોને બીજુ શાહિન બાગ બનાવી દઈશું

6 દિવસ પહેલા
  • ઓવૈસીએ નરેન્દ્ર મોદીને દેશના સૌથી મોટા એક્ટર ગણાવ્યાં
  • 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કૃષિ કાયદા પરત લીધા- ઓવૈસી

UP વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે બારાબંકીમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું જો કેન્દ્ર સરકાર ખેડૂત કાયદાની જેમ CAA, NRCને પરત ન લે તો બારાબંકીને શાહીન બાગ બનાવી દઈશું

નોંધનીય છે કે જાહેર સભાને સંબોધિત કરતી વખતે ઓવૈસીએ કહ્યું હતું કે, CAA બંધારણની વિરુદ્ધ છે, જો ભાજપ સરકાર આ કાયદો પાછો નહીં ખેંચે તો અમે રસ્તા પર ઉતરીશું અને અહીં બીજો શાહીન બાગ બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે દિલ્હીનું શાહીન બાગ CAA અને NRCના વિરોધનું કેન્દ્ર હતું.

શાહિનબાગ પર ઉગ્ર વિરોધ થયો હતો
સેંકડો મહિલાઓ સહિત કેટલાય લોકોએ શાહીન બાગ વિરોધ સ્થળ પર મહિનાઓ સુધી પડાવ નાખ્યો હતો. જો કે, કોવિડ -19 મહામારીને કારણે લોકડાઉન પછી દિલ્હી પોલીસે તેને 2020ની શરૂઆતમાં સમાપ્ત કરી દીધું હતું.

ઓવૈસીએ મોદીને નોટંકીબાજ ગણાવ્યા
આ સાથે જ ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોટંકીબાજ ગણાવ્યા હતા. તેમણે કહ્યું, વડાપ્રધાન મોદી દેશના સૌથી મોટા 'નૌટંકીબાઝ' છે, અને ભૂલથી રાજકારણમાં આવી ગયા છે. નહીં તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોનું શું થાત. મોદીએ એક્ટિંગના તમામ એવોર્ડ જીતી લીધા હોત.

કૃષિ કાયદા પરત ખેંચવા તે રાજકીય પગલું
જાહેર સભામાં ઓવૈસીએ કહ્યું કે જ્યારે મોદીને લાગ્યું કે તેમની છબી ખરાબ થઈ રહી છે ત્યારે તેમણે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડૂત કાયદો પાછો ખેંચી લીધો.

તે જ સમયે, આ જાહેર સભામાં, તેમણે બેની પ્રસાદ વર્માના વખાણ કર્યા, જેઓ સપાના દિગ્ગજ નેતાઓમાંના એક હતા. બારાબંકીના રામનગર વિધાનસભાના રામપુર ભવાનીપુરમાં શોષિત વંચિત સમાજ સંમેલનમાં ભાગ લેનાર ઓવૈસીએ યુપીમાં સત્તા મેળવવા માટે SP, BSP અને BJP પર જાતિની વોટ બેંક બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...