• Gujarati News
  • National
  • AIMIM Head Asaduddin Owaisi Questioned On Modi Government Decision To Increase The Age Of Marriage For Women

ઓવૈસી Vs સરકાર:યુવતીઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરવા વિશે કહ્યું- 18 વર્ષે સરકારની પસંદગી કરી શકે તો જીવનસાથીની કેમ નહીં

એક મહિનો પહેલા
  • અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે એક પછી એક ટ્વિટ કરી સરકાર સામે પ્રહાર કર્યા

કેન્દ્ર સરકારે યુવતીઓની લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. AIMIM નેતા અસુદુદ્દીન ઓવૈસીએ આ વિશે કેન્દ્ર સરકાર સામે સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું છે કે, 18 વર્ષની ઉંમરે યુવક-યુવતીઓ સગીર થઈ જાય છે. તેમને ધારાસભ્યો અને સરકાર પસંદ કરવાની આઝાદી મળી જાય છે તો તેઓ તેમના જીવન સાથીની પસંદગી કેમ ના કરી શકે? ઓવૈસીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું છે કે, વડાપ્રધાન મોદી 'મોહલ્લા ચાચા' હોય તેવી રીતે વર્તે છે. આપણે શું ખઈએ છીએ, કોની સાથે ક્યારે લગ્ન કરીએ છીએ, કયા ભગવાનની પૂજા કરીએ તે બધા વિશે તેઓ નિર્ણય કરે છે.

અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે એક પછી એક ઘણી ટ્વિટ કરી છે. તેમણે ટ્વિટમાં કહ્યું છે કે, મોદી સરકારે છોકરીઓની લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે તેમની ટ્વિટમાં લખ્યું છે કે, 18 વર્ષનો યુવક કે યુવતી કોન્ટ્રાક્ટ સાઈન કરી શકે છે, બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે, વડાપ્રધાનની પસંદગી કરી શકે છે, ધારાસભ્યને ચૂંટી શકે છે, પરંતુ લગ્ન નથી કરી શકતા. તેઓ તેમને આંતરિક સહમતીથી શારીરિક સંબંધ પણ રાખી શકે છે, લિવ-ઈનમાં રહી શકે છે પરંતુ તેમના જીવનસાથીની પસંદગી નથી કરી શકતા તે હાસ્યાસ્પદ છે.

18 વર્ષની ઉંમરે સગીર તો તેમને લગ્નની મંજૂરી પણ મળવી જોઈએ
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, છોકરા અને છોકરીને 18 વર્ષની ઉંમરે તેમના દરેક કામો માટે સગીર માનવામાં આવે છે તો તેમને આ ઉંમરે કાયદાકિય રીતે લગ્ન કરવાની મંજૂરી પણ મળવી જોઈએ. ઓવૈસીએ કહ્યું કે, કાયદો હોવા છતા મોટાપાયે બાળ વિવાહ થઈ રહ્યા છે. ભારતમાં દર ચોથી મહિલાના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલાં કરી દેવામાં આવે છે પરંતુ ગુનો ખૂબ ઓછા લોકો સામે નોંધાય છે. તેમણે કહ્યું કે, પહેલાંની સરખામણીએ બાળ વિવાહ ઘટ્યા પણ છે તો તે કાયદાના કારણે નહીં પરંતુ શિક્ષણ અને આર્થિક પ્રગતિની અસર છે.

ઓવૈસીએ કહ્યું કે, દેશમાં 1.2 કરોડ બાળકોના લગ્ન 10 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. તેમાં 84 ટકા હિન્દુ પરિવાર અને 11 ટકા મુસ્લિમ પરિવાર છે. આ હકિકતથી એ સ્પષ્ટ થાય છે કે, બાળ વિવાહ રોકવા માટે શિક્ષણ અને માનવ વિકાસમાં સામાજિક સુધારા અને સરકારી પહેલા ખૂબ મહત્વની છે.

કાયદાકિય રીતે ઉંમર નક્કી કરવા કરતાં શિક્ષણમાં સુધારો કરે સરકાર
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, લગ્ન માટે કાયદાકિય ઉંમર નક્કી કરવા કરતાં યુવા વર્ગના શિક્ષણમાં સુધારો કરવામાં આવે અને આર્થિક પ્રગતિનો રસ્તો ખોલવામાં આવે. તેનાથી લગ્નજીવન પર ઘણી અસર થશે. તેમણે કહ્યું કે, દેશમાં 45 ટકા ગરીબ પરિવારોમાં બાળ વિવાહ થાય છે, જ્યારે માત્ર 10 ટકા અમીર પરિવારોમાં બાળ વિવાહ થાય છે. જો મોદી સરકાર પ્રમાણિક હોય તો મહિલાઓ માટે આર્થિક પ્રગતિ વિશે વિચારણા કરે. જોકે ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં કાર્ય ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી ઘટી રહી છે. 2005ની સરખામણીએ 2020માં આ 26 ટકાથી ઘટીને 16 ટકા થયો છે. તેમણે કહ્યું કે, પોતાના નિર્ણય જાતે લેવા છોકરીઓની શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...