કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદના સર્વેને લઈને બંને પક્ષો સામ-સામે આવી ગયા છે. એડવોકેટ કમિશ્નરને બદલવા માટે મુસ્લિમ પક્ષે કોર્ટમાં અરજી કરી હતી. અરજી પર સુનાવણી કરતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટે સર્વેક્ષણના કામને રોકવાથી ઈન્કાર કર્યો છે. આ મામલાની વધુ સુનાવણી 9 જૂને નિયત કરવામાં આવી છે.
જોકે એડવોકેટ કમિશ્નરને હટાવવાનો નિર્ણય આવવાનો બાકી છે. એવામાં હાલ અજય મિશ્રા જ સર્વે કરશે. ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેને જોતા પોલીસ ફોર્સ અને પીએસીને તહેનાત કરવામાં આવી છે. સર્વે માટે ટીમ નીકળી ગઈ છે.
કોર્ટે ચુકાદાને અનામત રાખ્યો
સિવિલ જજ(સિનિયર ડિવિઝન) રવિ કુમાર દિવાકરની કોર્ટે અરજી પર સુનાવણી કરી છે. પ્રાચીન મૂર્તિ સ્વયંભૂ જયોતિલિંગ લોર્ડ વિશ્વેરનાથ પછી મિત્ર વિજય શંકર સસ્તોગીએ જણાવ્યું કે વાદી પક્ષ તરફથી DGC સિવિલે દલીલ કરી હતી. પ્રતિવાદી પક્ષ સર્વેમાં વાંધો લેવા માંગે છે, જે કોર્ટની અવગણના છે. એડવોકેટ કમિશ્નરને બદલવાના મુદ્દે કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આ સુનાવણી અજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટીની અરજી પર થઈ હતી.
મંત્રીએ દરબારમાં લગાવી હાજરી
ઉત્તરપ્રદેશના મોહનલાલગંજથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે બાબા વિશ્વનાથના દરબારમાં હાજર રહ્યાં હતા. જ્ઞાનવાપીમાં સર્વેના મામલામાં તેમણે કહ્યું કે જ્ઞાનવાપી શબ્દ ઉર્દુનો નથી. આ મંદિર છે કે મસ્જિદ તેનો નિર્ણય કોર્ટ જ કરશે.
ઓવૈસીએ કોર્ટના નિર્ણયને હિંસાનો રસ્તો ખોલનારો કહ્યો
બીજી તરફ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જ્ઞાનવાપી સર્વેના નિર્ણયને એન્ટી મુસ્લિમ હિંસોનો રસ્તો ખોલનારો કહ્યો. તેમણે કહ્યું કે એ ખૂબ જ દુઃખદ છે કે સેશન કોર્ટ તરફથી સુપ્રીમ કોર્ટની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી રહી છે. આ આદેશથી કોર્ટ 1980-1990ના દશકાની રથયાત્રા દરમિયાન થયેલા ખૂન-ખરાબા અને મુસ્લિમ વિરોધી હિંસાનો રસ્તો ખોલી રહી છે. ઓવૌસીએ કહ્યું કે સર્વેક્ષણ કરવાનો આર્ડર 1991ના પૂજા સ્થળ અધિનિયમનું ખુલ્લુ ઉલ્લંઘન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.