તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • AIIMS Delhi Starts Screening For Covacin Trial On Children, First Phase Will Involve 18 Children

હવે બાળકો માટે વેક્સિન ​​​​​​​:AIIMS દિલ્હીમાં બાળકો પર કોવેક્સિનના ટ્રાયલ માટે સ્ક્રીનિંગ શરૂ, પહેલાં ફેઝમાં 18 બાળકો સામેલ થશે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર (ફર્સ્ટ ફેઝમાં 18 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે) - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર (ફર્સ્ટ ફેઝમાં 18 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે)
  • સ્ક્રીનિંગ અંતર્ગત દરેક બાળકોનો બ્લડ રિપોર્ટ કરવામાં આવશે
  • આ બાળકોના કોરોના ટેસ્ટ અને અન્ય અમુક ટેસ્ટ કરવામાં આવશે

દિલ્હી AIIMSમાં આજથી 2-18 વર્ષના બાળકો પર ભારત બાયોટેકની વેક્સિન 'કોવેક્સિન' માટે ક્લીનિકલ ટ્રાયવ માટે સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટેસ્ટ રિપોર્ટ આવ્યા પછી જ બાળકોને વેક્સિન આપવામાં આવશે. સમગ્ર દેશમાં 525 બાળકો પર કોવેક્સિન ટ્રાયલ કરવામાં આવશે. આ પહેલા 2 જૂનના રોજ પટના AIIMSમાં બાળકો પર ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ 2-18 વર્ષની ઉંમરના બાળકો પર કોવેક્સિનના ટ્રાયલને 12 મેના રોજ મંજૂરી આપવામાં આવી હતી.

ટ્રાયલ દરમિયાન બાળકોને વેક્સિનના બે ડોઝ આપવામાં આવશે. ટ્રાયલમાં પહેલાં ડોઝના 28 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે. બાળકોને વેક્સિન ઈન્ટ્રામસ્ક્યુલર દ્વારા આપવામાં આવશે. દિલ્હી AIIMSના 'સેન્ટર ફોર કોમ્યુનિટી મેડિસન'ના પ્રોફેસર ડૉ. સંજય રાયે કહ્યું કે, કોવેક્સિનના ટ્રાયલ માટે બાળકોના ટેસ્ટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. બાળકોના બ્લડ સહિતના અન્ય ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવશે અને તે આવ્યા પછી જ બાળકોને વેક્સિન આપવામાં આવશે.

બાળકોના જરૂરી બધા ટેસ્ટ કરીને તેનો ટ્રાયલમાં સમાવેશ કરાશે
બાળકોના જરૂરી બધા ટેસ્ટ કરીને તેનો ટ્રાયલમાં સમાવેશ કરાશે

ડૉ. સંજયરાયે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે, હાલ 12થી 18 વર્ષની ઉંમરના બાળકો પર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. અત્યારે 18 બાળકોની પસંદગી કરવામાં આવી છે. આ દરેક બાળકોના બ્લડ ટેસ્ટ કરવામાં આવશે. તે ઉપરાંત આ બાળકોના કોરોના ટેસ્ટ અને અન્ય અમુક ટેસ્ટ કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે જોવામાં આવશે કે બાળક શારીરિક રીતે ફિટ છે કે નહીં. જો બાળકનો દરેક રિપોર્ટ પરફેક્ટ આવશે તો તેમને કોરોના વેક્સિન આપવામાં આવશે.

ડૉ. સંજય રાયે જણાવ્યું કે, બાળકોને બે પ્રકારના ડોઝ આપવામાં આવશે. પહેલો ડોઝ 6 એમજીનો વાયરલ લોડ આપવામાં આવશે અને તેના 28 દિવસ પછી ફરી બાળકને 6 એમજીનો જ વાયરલ ડોઝ આપવામાં આવશે. તેના પાંચ મહિના સુધી બાળકોના ટેસ્ટ કરવામાં આવસે અને તે જોવામાં આવશે કે તેમના શરીરમાં કેટલા એન્ટીબોડી ડેવલપ થયા છે.

9 મહિનાની છે સંપૂર્ણ પ્રક્રિયા
બાળકો પર ટ્રાયલ પૂરુ થવામાં 9 મહિનાનો સમય લાગશે. બાળકોમાં વેક્સિન માટે બે ઉંમરની સીમા નક્કી કરવામાં આવી છે. એટલે કે પહેલાં તબક્કામાં 12થી 18 વર્ષની ઉંમરના બાળકોને વેક્સિન આપવામાં આવશે. ત્યારપછી 6થી 11 વર્ષના બાળકો પર ટ્રાયલ કરવામાં આવશે અને ત્યારપછી 2 વર્ષ સુધીના બાળકોનો ટ્રાયલમાં સમાવેશ કરવામાં આવશે.
બાળકોના વેક્સિન ટ્રાયલમાં ઘણી સાવધાની રાખવાની જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પ્રક્રિયાનો વીડિયો જાહેર કરવામાં આવશે. બાળકો અને માતા-પિતા પાસેથી સહમતી પત્ર લેવામાં આવશે. તે ઉપરાંત નર્સિંગ સ્ટાફનો નંબર પર આપવામાં આવશે. જેથી બાળકને કોઈ પણ તકલીફ થાય તો તેઓ નર્સિંગ સ્ટાફનો સીધો સંપર્ક કરી શકે.

નિષ્ણાતોના મત પ્રમાણે બાળકોમાં કોરોનાની ગંભીર સ્થિતિ દેખાવાની શક્યતા ઓછી છે
નિષ્ણાતોના મત પ્રમાણે બાળકોમાં કોરોનાની ગંભીર સ્થિતિ દેખાવાની શક્યતા ઓછી છે

3 મહિનામાં પ્રાથમિક પરિણામ
ડૉ. રાયે જણાવ્યું કે, આમ તો આ સમગ્ર પ્રોસેસ 9 મહિનાની છે. પરંતુ જો સેફ્ટીના મુદ્દાને ધ્યાનમાં રાખીને પરિણામ સારા આવે તો આગામી ત્રણ મહિનામાં વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી શકાય છે. જોકે બાળકોને તેની જરૂર છે કે નહીં તે અત્યારે કહેવું મુશ્કેલ છે.
અત્યારે કોવેક્સિન માત્ર 18 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવે છે. બાળકોમાં કોવિડ-19ના સંક્રમણ વિશે નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું હતું કે, અત્યાર સુધી બાળકોમાં કોરોના વાઈરસનું ગંભીર સ્વરૂપ જોવા મળ્યું નથી. પરંતુ જો વાયરસના વેરિયન્ટમાં ફેરફાર થાય અને તેનું જોખમ વધે તો આ પ્રકારની કોઈ પણ સ્થિતિને ટક્કર આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વિદેશોમાં બાળકોમાં વેક્સિનેશન શરૂ

પહેલીવાર ચીનમાં 3થી 17 વર્ષ સુધીની વયના લોકો માટે સિનોવેક બાયોટેકની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. 3 વર્ષ સુધીના બાળકો માટે વેક્સિનને મંજૂરી આપનાર ચીન દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. અત્યાર સુધી ચીનમાં 18થી વધુ વયના લોકોને વેક્સિન અપાઈ રહી હતી.

અમેરિકા, બ્રિટન, યુરોપ અને અમુક અન્ય દેશોમાં 12થી 16 વર્ષની વયના કિશોરોને વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. જોકે અત્યાર સુધી પુષ્ટી થઈ નથી કે કયા વયજૂથને અને ક્યારે ચીનમાં આ વેક્સિનનો પહેલો ડૉઝ અપાશે. ઉલ્લેખનીય છે કે ચીનની સરકારી કંપની સિનોફાર્મે પણ કિશોરો માટે તેની વેક્સિનની મંજૂરી માગી છે. સિનોફાર્મ વેક્સિન માટે સિનોવેકની જ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. જ્યારે વધુ એક કંપની કેનસીનો બાયોલોજિક્સ 6થી 17 વર્ષની વયના લોકો માટે વેક્સિન બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...