તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમિલનાડુમાં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વખતે ચૂંટણી વધારે પડકારજનક બનશે કેમ કે જયલલિતા અને કરુણાનિધિના નિધનથી રાજ્યમાં જાદુઈ ચહેરા હાજર નથી. આ કારણે તમામ પક્ષ પ્રજાને આકર્ષવા વચનોથી લઈને ભેટનો વરસાદ કરવા માટે તહેવાર જેવી તકો શોધી રહ્યા છે. પોંગલ ઉત્સવમાં આવું જ જોવા મળ્યું. દિવંગત જયલલિતાના સત્તાધારી પક્ષ એઆઈએડીએમકે તો અહીંથી જ ચૂંટણી અભિયાન શરૂ કરી રહ્યો છે. તેણે રાજ્યના દરેક પરિવારને 2,500 રૂપિયા રોકડ, શેરડી, એક શર્ટ અને સાડી સાથે પોંગલ ઉજવવાની સામગ્રી આપવાની જાહેરાત કરી છે. આ ભેટ સીએમ પલાનીસામી, સ્વાસ્થ્યમંત્રી વિજય ભાસ્કર જાતે જ વહેંચી રહ્યા છે. અગાઉ એઆઈએડીએમકેનાં મોટા ભાગે રેશનની દુકાનો પર ભેટ અંગેનાં પોસ્ટર લાગ્યાં હતાં. વિપક્ષ ડીએમકે આ બેનરો હટાવવા માટે કોર્ટમાં ગયો હતો. તે કહે છે કે સરકાર લાલચ આપી લોકોનું સમર્થન પ્રાપ્ત કરવા પ્રયાસ કરી રહી છે. જોકે પ્રજા આ ભેટથી ખુશ છે.
બીજી બાજુ એઆઈએડીએમકેનો સમર્થક ભાજપ પણ આ તકનો લાભ લેવા પ્રયાસ કરી રહ્યો છે. પાર્ટીએ પ્રજા સાથે 14 જાન્યુઆરીએ પોંગલ મનાવવાનું અભિયાન નમ્મા ઓરુ પોંગલ શરૂ કર્યુ છે. આ અભિયાન હેઠળ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તિરુવલ્લુર પહોંચી રહ્યા છે. કોંગ્રેસ પણ આ તકનો લાભ લેવા પ્રયાસ કરી રહી છે.
અલાગિરીના ગઢ મદુરાઈમાં ડીએમકે પોંગલનું મોટું આયોજન કરી રહ્યો છે
વિપક્ષ ડીએમકેથી છૂટા પડેલા નેતા અલાગિરીના ગઢ મદુરાઈમાં પોંગલ પર મોટું આયોજન કરશે. ઉપરાંત ત્યાં લોકોને લેપટોપ, સિલાઈ મશીન પણ વહેંચવામાં આવી રહ્યાં છે. અગાઉ કમલ હાસનની પાર્ટી કહી ચૂકી છે કે સત્તામાં આવતા તે ગૃહિણીઓને પગાર અપાવવાનો કાયદો લાવશે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.