કેન્દ્ર સરકારે ભારત માટે ઇસ્લામિક સ્ટેટ (IS)ની ભરતી કરનાર અહમદ અહંગર ઉર્ફ અબૂ ઉસ્માન અલ-કશ્મીરીને ગેરકાનૂની ગતિવિધિ રોકવાના અધિનિયમ (UAPA)હેઠળ આતંકવાદી જાહેર કરી દીધો છે. આની સાથે જ મંત્રાલયના આતંકવાદીઓના લિસ્ટમાં કુલ 49 આતંકવાદી સામેલ થઇ ગયા છે.
શ્રીનગરમાં જન્મેલો આતંકવાદી અહંગર અત્યારે અફઘાનિસ્તનમાં છે અને ઇસ્લામિક સ્ટેટ જમ્મુ અને કાશ્મીર (ISJK) માટે આતંકવાદીઓની ભરતી કરનારો મુખ્ય સૂત્રધાર છે.
કાશ્મીરમાં ઊભું કરી રહ્યો છે ISISનું નેટવર્ક
ગૃહ મંત્રાલયએ જાહેર કરેલ સૂચનામાં કહ્યું છે કે 1974માં શ્રીનગરના નવાકદલમાં જન્મેલા અહંગરના અલ-કાયદા સહિત દુનિયાનાં ઘણાં આતંકવાદી સંગઠનો સાથે સંપર્કમાં છે. અહંગર ભારતમાં ઇસ્લામિક સ્ટેટ (IS)ચેનલોને ફરીથી શરૂ કરવામાં લાગેલો છે. તે કાશ્મીરમાં ઉગ્રવાદને વધારવાની દિશામાં કામ કરી રહ્યો છે. તેણે કાશ્મીરમાં પોતાના નેટવર્કમાં સામેલ કરવા માટે લોકોને પસંદ કરવાનું શરૂ કરી દીધું છે.
ISISનું ઓનલાઇન મેગેઝિન શરૂ કરવામાં ભૂમિકા
અધિક સૂચનામાં કહેવામાં આવ્યું છે, "અહંગરને ભારત માટે ઇસ્લામિક સ્ટેટ (IS) ભરતી સેલનો હેડ બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં તેણે એક ઓનલાઇન ઇન્ડિયા સેન્ટ્રિક ISIS મેગેઝિન શરૂ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે." અહંગર જમ્મુ-કાશ્મીરમાં બે દશકોથી વોન્ટેડ આતંકવાદી છે. અત્યારે તેણે કેટલાય આતંકવાદી સંગઠનોની વચ્ચે ચેનલ બનાવી જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓને અંજામ આપવાનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે.
હાફિઝ સઇદનો દીકરો તાલ્હા પણ આતંકવાદી જાહેર
ગયા વર્ષે લશ્કર-એ-તૈયબાના મુખિયો હાફિઝ સઇદનો દીકરો તાલ્હા સઇદને પણ ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય અનુસાર, તાલ્હા ભારતમાં લશ્કર-એ-તૈયબા માટે ભરતી, ફંડ એકઠું કરવું અને આતંકવાદી યોજનાઓ બનાવાનું કામ કરી રહ્યો છે. તે લશ્કરની મૌલવી વિંગને પ્રમુખ છે અને કેટલીય આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.