• Gujarati News
  • National
  • Agriculture Minister Narendra Singh Tomar Said Ready To Interact With Farmers; Meenakshi Lekhi Said Don't Call Them Farmers, They Are Mad

બે મંત્રી-બે વિચાર:કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું- ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર; મીનાક્ષી લેખીએ કહ્યું- તેમને ખેડૂત ન કહો, તેઓ મવાલી છે

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • ખેડૂત આંદોલન મુદ્દે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે

છેવટે, ખેડુતો કોની વાત પર ભરોસો કરે? કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર કે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીના નિવેદન પર? એક તરફ કૃષિ મંત્રી ખુલ્લા મનથી ખેડૂતોને ચર્ચા કરવા માટે આમંત્રણ આપે છે, તો બીજી તરફ સરકારના મંત્રી મીનાક્ષી લેખી, ખેડુતોને મવાલી અને કાવતરાખોર ગણાવે છે.

નરેન્દ્ર સિંહ તોમારે ગુરુવારે સંસદ ભવન સંકુલમાં પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર આંદોલનકારી ખેડૂત સંગઠનો સાથે ખુલ્લા મનથી ચર્ચા કરવા માટે તૈયાર છે. ખેડૂત સંગઠનોને કૃષિ સુધારણા કાયદાઓની જોગવાઈઓ સામે વાંધો છે તેને જણાવે, સરકાર તેનો ઉકેલ કરશે.

આ દિવસે ભાજપના હેડક્વાર્ટર ખાતે એક પત્રકાર પરિષદમાં વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ખેડુતોના ધરણા પર ઉઠેલા સવાલ પર કટાક્ષ કરતાં કહ્યું કે તેમને ખેડુતો ન કહો, તેઓ મવાલી છે, કાવતરાખોરો છે. ખેડુતો પાસે એટલો સમય નથી હોતો કે તેઓ કામ છોડીને ધરણા અને વિરોધ પ્રદર્શન પર બેસે.

પ્રેસ કોન્ફરન્સ બાદ મીનાક્ષી લેખીને પૂછવામાં આવ્યું કે સરકારે જંતર-મંતર ખાતે કિસાન સંસદ યોજવાની મંજૂરી આપી છે, જો તે મવાલી છે, તો તેમને મંજૂરી કેમ મળી? આ બાબતે લેખીએ કહ્યું- 'લોકશાહી છે, અહીં ધરણા અને વિરોધ કરવાનો દરેકને અધિકાર છે, પરંતુ તેનું આ સંસદ પર કોઈ ફરક પડતો નથી.'

ફોન જાસૂસી કેસ કોંગ્રેસ અને TMCની ઉપજાવેલી કહાની
પેગાસસ જાસૂસી કેસમાં, લેખીએ કહ્યું કે આ સમગ્ર કહાનીમાં ડિરેક્ટરીના યલો પેજીસમાં રેકોર્ડ કરેલા ફોન નંબરોની એક યાદી રચિત હતી, બનાવવામાં આવી હતી, સર્ક્યુલેટ કરવામાં આવી હતી અને આ કહાનીને ફેલાવવામાં આવી હતી. આ એક પુરાવા વિનાની અને તથ્યોના ફેબ્રિકેશનથી બનાવેલી કહાની છે.

આ સ્ટોરી પોતે કહે છે- લીક ડેટા. ડેટા લીક થવું એ ગુનો છે. આ છેતરપિંડી છે, માનહાનિ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને TMCએ આ આખી વાર્તા રચી છે. હેરી પોટરમાં જે રીતે બે મિથિકલ એટલે કે, તેઓ બનાવટી પાત્રો હતા. તે જ રીતે આ સ્ટોરીને પણ રચવામાં આવી હતી. આ એક કહાની છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા સ્વયં આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે.

'પેગાસસ કેસમાં સરકારની કોઈ જવાબદારી નથી'
મીનાક્ષી લેખીને ભાસ્કરે પૂછ્યું કે અન્ય નામો છોડી દો, પરંતુ જે 10 લોકોના ફોરેન્સિક વિશ્લેષણ બાદ ફોન જાસૂસી કર્યાનો દાવો એક મીડિયા હાઉસ દ્વારા કરાયો છે, તેઓ તો સરકારને સરકારને પ્રશ્નો પૂછશે જ. એટલું જ નહીં, જો આ મામલો ઉઠાવવામાં આવ્યો છે, તો તપાસ તો થવી જ જોઇએ? આના પર તેમનો જવાબ હતો કે પ્રશ્નો કોને પૂછવા. તમને ખબર નથી કે દુનિયામાં શું ચાલી રહ્યું છે? તમારા ડેટા સાથે કેટલીક રમત કેટલાક લોકો કરી રહ્યા છે?

તમે જે ફોન ખરીદો છો, તેની અંદર જે માઇક્રોચિપ હોય છે, તે દરેક વસ્તુ દ્વારા જાસૂસી કરવામાં આવે છે. કોણ કરી રહ્યા છે તેની વિશે તમે વાત પણ નથી કરી રહ્યા. સાચી વાત ન થાય એટલા માટે આ બધા કાંડ થઈ રહ્યા છે. સરકાર પર જાસૂસી કેસનો કોઇ ભાર નથી. એટલે કે, સરકારની કોઈ જવાબદારી નથી. પ્રેસ કોન્ફરન્સ બાદ દૈનિક ભાસ્કર અને ભારત સમાચાર પરના દરોડાના સવાલ પર કેન્દ્રીય પ્રધાને જવાબ આપવા માટે ના પાડી દીધી હતી.

ડેટા સુરક્ષાને લઇને 7 મહિના પહેલા જ બની ચૂકી છે JPC
ડેટા સુરક્ષાના પ્રશ્ને મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે 7 મહિના પહેલા મારી અધ્યક્ષતામાં આ મામલે તપાસ કરવા અને રિપોર્ટ તૈયાર કરવા માટે જોઇન્ટ પાર્લામેન્ટ્રી સમિતિની રચના કરવામાં આવી છે. રિપોર્ટ બનીને પહેલા જ તૈયાર થઈ ગયો હતો. તેના પર સહી પણ થઈ થયેલ છે. પરંતુ કોરોના, ચૂંટણી અને કેબિનેટ રિશફલને કારણે, તે હજી પ્રકાશિત થયું નથી. ટૂંક સમયમાં તે રિપોર્ટ જાહેર થશે.