તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Agreement Reached Between L&T And Trust For Construction Of Ram Temple In Ayodhya, Work Including Pillars On Campus Will Start Soon

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતિમ તબક્કામાં તૈયારી:અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે L&T અને ટ્રસ્ટ વચ્ચે કરાર થયો, પરિસરમાં પિલ્લરો સહિતનું કામ ટૂંક સમયમાં શરૂ થશે

અયોધ્યા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
રામમંદિરની પ્રતિકૃતિ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રામમંદિરની પ્રતિકૃતિ - ફાઇલ તસવીર

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. રામ જન્મભૂમિ પરિસરમાં પિલરો અને ફાઉન્ડેશનનું કામ ટૂંક સમયમાં શરૂ થઇ જશે. તેમની મજબૂતાઇ અંગે દેશના ટોચના એન્જિનિયરોને એક અઠવાડિયામાં રિપોર્ટ સોંપાશે. તે પછી જ રામ મંદિરનું નિર્માણકાર્ય શરૂ કરાશે. આ બધી બાબતો અંગે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ અને એલ એન્ડ ટી કંપની વચ્ચે કરાર થયો છે.

અધિકારીઓ વચ્ચે બેઠક યોજીને કરાર કર્યો
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું કે મંદિરની મજબૂતાઇ અંગે વિહિપ મુખ્યાલય, કારસેવકપુરમમાં એલ એન્ડ ટી અને ટીસીએસના અધિકારીઓ વચ્ચે બેઠક યોજીને કરાર કરી લેવાયો છે. એક અઠવાડિયામાં બધા એન્જિનિયરોનો રિસર્ચ રિપોર્ટ તૈયાર થઇ જશે, જેના આધારે કામ શરૂ થશે. મંદિર નિર્માણ કાર્યશાળામાં પણ હલચલ તેજ છે. એન્જિનિયરોનો રિસર્ચ રિપોર્ટ આવી ગયા બાદ નિર્માણકાર્ય વેગ પકડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો