ઉત્તર પ્રદેશના આગ્રામાં બોરવેલમાં પડી ગયેલા 6 વર્ષના શિવાને આર્મીના જવાનોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યો છે. આ માટે જવાનોએ આશરે 4 કલાક બચાવ કામગીરી ચલાવી હતી. બાળક સવારે 6 વાગે બોરવેલમાં પડી ગયુ હતુ અને 10 કલાકથી વધારે સમય બોરવેલની અંદર રહ્યુ હતું. બાળકને કાઢવા માટે બોરવેલની બાજુમાં ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને જાળીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતુ.
આર્મીના મતે બાળક 90થી 95 ફૂટ ઉંડાઈએ ફસાયુ હતુ
આગ્રામાં સોમવારે સવારે ઘરની સામે રમતી વખતે 6 વર્ષનું આ બાળક 100 ફૂટના ખાડામાં પડી ગયું હતું. સાથે રમતા બાળકે આ વિશે પરિવારને માહિતી આપી હતી. બાળકને બચાવવા માટે પહેલાં પોલીસ ટીમે રેસ્ક્યુ શરૂ કરી દીધુ છે. ઓક્સિજન અને ખાવા-પીવાની વસ્તુઓ દોરડું બાંધીને બોરવેલમાં અંદર પહોંચાડવામાં આવી છે. આર્મી રેસ્ક્યુ માટે પહોંચી ગઈ છે. તે સિવાય ગાઝિયાબાદથી એનડીઆરએફની ટીમ પણ બોલાવાવમાં આવી છે.
ઘટના નિબોહારની ઘરિયાઈ ગામની છે. અહીં છોટે લાલનો દિકરો શિવા સોમવારે સવારે છ વાગે ઘરની બહાર રમતો હતો. આ દરમિયાન તે રમતા રમતા અચાનક બોરવેલના ખાડામાં પડી ગયો હતો. તેની સાથે રમતા બાળકે દોડીને તેના પરિવારજનોને જાણ કરી હતી. થોડી જ વારમાં આખા ગામના લોકો ભેગા થઈ ગયા હતા. એસપી ગ્રામીણ અશોક વેન્કેટ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટીમની સાથે મળીને બાળકને બચાવવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો. ગ્રામીણોને બોરવેલથી દૂર હટાવવામાં આવ્યા છે.
આગરામાં આવેલી આર્મી પેરાબ્રિગેડે રેસ્ક્યુ શરૂ કર્યું
જિલ્લાધિકારી પ્રભુ નારાયણે જણાવ્યું કે એનડીઆરએફથી મદદ માંગી છે. પરંતુ ટીમને ગાઝિયાબાદ આવવામાં સમય લાગશે. તેથી આગરામાં આવેલી આર્મી પેરા બ્રિગેડ સાથે મદદ લેવામાં આવી રહી છે. ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બે એમ્બ્યુલન્સ અને બે જેસીબી છે ત્યાં, ડોક્ટર્સ પણ ઘટના સ્થળે હાજર છે. એક મેજિસ્ટ્રેટને ત્યાં મોકલાવામાં આવ્યો છે. બાળક સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે.
દોરડું નાખીને બાળકની સ્થિતિ જાણી
પરિવારજનોએ દોરડું ખાડામાં નાખીને શિવા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. શિવાએ દોરડું ખેંચ્યું તો લોકોને આશા બંધાઈ કે એ જીવતો છે. ત્યારપછી તેને બચાવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા. ઘટના પછીથી પરિવારજનોની રડી રડીને ખરાબ હાલત છે.
સ્વાસ્થ્ય વિભાગ રેસ્ક્યુમાં જોડાયું
સ્વાસ્થ્ય વિભાગની ટીમે બોરવેલમાં ઓક્સિજન અને ભોજનનો બધો સામાન મોકલ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ભીડ હટાવીને રાહત કામગીરી શરૂ કરી છે. ખાડો ખોદીને બાળકને સાજો સમો બહાર કાઢવા માટે એક્સપર્ટની ટીમ ભેગી થઈ છે. હાલ અધિકારીઓ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ તેમની આંતરિક માહિતીથી એવો ખ્યાલ આવે છે કે, રેસ્ક્યુમાં 2-3 દિવસનો સમય લાગી શકે છે.
પરિવારજનોની બેદરકારીના કારણે ઘટના બની
માનવામાં આવે છે કે, બોરવેલમાંથી પાઈપ કાઢીને છોટેલાલના પરિવારે બીજા બોરવેલમાં નાખી દીધી હતી. પરંતુ બેદરકારીમાં તેને બંધ કરવાનું ભૂલી ગયા હતા. હવે તેમને દુખ છે કે, જો બોરવેલ બંધ કરી દેવામાં આવ્યો હોત તો આ ર્દુઘટના ના બનતી. ઘટના સ્થળે ધારાસભ્ય જીતેન્દ્ર વર્મા પણ પહોંચી ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.