આગ્રાના કૈંટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર MG હેક્ટર કાર ચલાવવાનો વીડિયો સામે આવ્યો છે. ટ્રેન પ્લેટફોર્મ ઉપર ઊભી હતી. યાત્રી જમીન અને બેન્ચ ઉપર બેઠા હતા. આ દરમિયાન પ્લેટફોર્મ ઉપર કાર ચઢાવવામાં આવી. વીડિયો શૂટ કરીને રીલ પણ બનાવવામાં આવી. જ્યાં યુવકે કાર ચલાવી, ત્યાં સામે RPF પોસ્ટ છે. GRP પણ હાજર રહે છે.
વીડિયોને બે દિવસ પહેલાં બ્રહ્મજિત સિંહ કર્દમ નામના અકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો વાઇરલ થતાં જ રેલવેમાં ભાગદોડ મચી ગઈ. રેલવેએ સંપૂર્ણ મામલાની તપાસનો આદેશ આપ્યો છે. GRP-RPFએ કહ્યું કે આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે.
સવાલ ઊભો થઈ રહ્યો છે કે યુવક પ્લેટફોર્મ ઉપર કાર લઇને કેવી રીતે પહોંચ્યો? શું તે સમયે કોઈ સુરક્ષા કર્મચારી ત્યાં હાજર હતા નહીં?
શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું, કારચાલક મહિલા મંત્રીનો સંબંધી
GRPની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે કાર ચલાવનાર યુવક મહિલા મંત્રીનો સંબંધી છે. જે એકાઉન્ટથી આ વીડિયો પોસ્ટ થયો છે, તે એકાઉન્ટથી મહિલા મંત્રીના કાફલા સાથે કૈંટ સ્ટેશન જવાના અનેક વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે મંત્રી સાથે જ કાફલામાં પોતાની ગાડી લઇને સ્ટેશન સુધી પહોંચ્યો હશે. હવે GRP ઓફિશિયલ કશું જ કહી રહ્યા નથી.
જે ગાડીમાં આ રીલ બનાવવામાં આવી છે, તેનો નંબર UP-80 FJ 0079 છે. આ મામલો ચર્ચામાં આવ્યા પછી ફેસબુક એકાઉન્ટથી આ રીલને કાઢી નાખવામાં આવી છે. એક અન્ય રીલ છે, જેમાં તે VIP કાફલા પાછળ જતા વીડિયો બનાવી રહ્યો છે. આ કાફલો આગ્રા કૈંટ રેલવે સ્ટેશન ઉપર પોસ્ટ ઓફિસના સામેના ગેટમાંથી અંદર જાય છે. જેમાં આ ગાડી પણ પાછળ-પાછળ જાય છે.
કોઇ દુર્ઘટના બની નથી
આગ્રાનું કૈંટ રેલવે સ્ટેશન એ શ્રેણીનું છે. સ્ટેશનની સુરક્ષાને લઇને સાવધાની જાળવવાની વાત કહેવામાં આવે છે. પ્લેટફોર્મ ઉપર RPF અને GRPના જવાન 24 કલાક હાજર રહે છે. CCTV દ્વારા પણ સ્ટેશન ઉપર નજર રાખવામાં આવે છે. તે પછી પણ પ્લેટફોર્મ સુધી ગાડી લઇ જવામાં સફળ રહ્યો. જ્યારે તે ગાડી ચલાવી રહ્યો છે, તે સમયે પ્લેટફોર્મ ઉપર ઘણા લોકો છે. થોડા યાત્રી પ્લેટફોર્મ ઉપર સૂતેલા જોવા મળી રહ્યા છે.
રેલવેએ તપાસ શરૂ કરી, કાર્યવાહી થશે
આગ્રા રેલવે ડિવિઝનના PRO પ્રશસ્તિ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “ઘટના સમયે RPFના કયા જવાનો ફરજ પર હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. તે જ સમયે, SP GRP મોહમ્મદ મુશ્તાકનું કહેવું છે કે તે પ્લેટફોર્મ ઉપર કેવી રીતે પહોંચ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર મામલે RPF એ વાહન માલિક સુનીલ રામનગર જગદીશપુરાના રહેવાસી સામે RPF એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ અજાણ્યા વાહનચાલક સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.