• Gujarati News
  • National
  • Agni Prime Missile With A Range Of 1 To 2 Thousand Kilometers Successfully Tested In Odisha

અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરિક્ષણ:1 થી 2 હજાર કિલોમીટર દૂરની મારક ક્ષમતા ધરાવતી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું ઓડિશામાં સફળ પરિક્ષણ કરાયું

એક મહિનો પહેલા
અગ્નિ મિસાઈલ સિરીઝની આ છઠ્ઠી મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું

ભારતે શનિવારે ઓડિશાના બાલાસોર ખાતે અગ્નિ પ્રાઈમ મિલાઈલનું સફળ પરિક્ષણ કર્યું. અગ્નિ પી મિસાઈલ અગ્નિ સિરીઝની નવી જનરેશનની એડવાન્સ મિસાઈલ છે. તેની મારક ક્ષમતા 1000થી 2000 કિલોમીટર વચ્ચે છે. અગ્નિ-પી બેલિસ્ટિક મિસાઈલની અગ્નિ સિરીઝની આ છઠ્ઠી મિસાઈલ છે. આ મિસાઈલ પરમાણુ હથિયાર સાથે લઈ જવામાં પણ સક્ષમ છે. આ પરમાણુ સક્ષમ મિસાઈલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ ડિઝાઈન કરેલી છે.

અધિકારીઓએ જણાવ્યું કે ટેસ્ટ દરમિયાન અગ્નિ પ્રાઈમ મિસાઈલમાં ઘણા નવા ફિચર્સ જોડવામાં આવ્યાં. આ મિસાઈલે મિશનના તમામ ટાર્ગેટને પૂરા કર્યાં. અગ્નિ પ્રાઈમ અલ્ટ્રા મોર્ડન ટેક્નિકથી સજ્જ હોવાના કારણે ખૂબ જ ઓછા વજનવાળી છે.

ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં જ ભારતે ઓડિશાના ચાંદીપુરથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું હતું. આ અગાઉ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના એન્ટી-શિપ વર્ઝનનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તે મિસાઈલનું પરિક્ષણ અંદમાન અને નિકોબાર દ્રીપ સમૂહથી કરવામાં આવ્યું. હજી પણ આવનારા દિવસોમાં DRDO તરફથી ઘણી મિસાઈલોનું પરિક્ષણ થાય તેવી શક્યતાઓ છે.

ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા
ભારતના ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે સમગ્ર DRDO ટીમને અગ્નિ પ્રાઈમ મિસાઈલના સફળ પરિક્ષણ કરવા પર અભિનંદન પાઠવ્યા છે.

અગ્નિ સિરીઝ મિસાઈલ અને તેની રેન્જ
મિસાઈલમારક ક્ષમતાવિવિધતા
અગ્નિ-1700 કિલોમીટરપરમાણુ સામગ્રી સાથે લઈ જવા સક્ષમ
અગ્નિ-23000 કિલોમીટર1000 કિલો સામગ્રી સાથે લઈ જવા સક્ષમ
અગ્નિ-33000 કિલોમીટર1800 કિલો પરમાણુ સામગ્રી સાથે લઈ જવા સક્ષમ
અગ્નિ-44000 કિલોમીટરઆ મિસાઈલ પાકિસ્તાન અને અડધા ચીનને ઉડાવી શકે છે
અગ્નિ-55500 કિલોમીટર7000 કિમી સુધીની મારકક્ષમતા વધારી શકાય છે
અન્ય સમાચારો પણ છે...